આ નવરાત્રી પર આ ત્રણ વસ્તુઓ ખરીદી લાવો, નવદુર્ગાની કૃપાથી થશે ભાગ્યોદય તેમજ પૈસાનો વરસાદ થશે..

અહીં દરેક આર્ટીકલ એકદમ સરળ, તાર્તિક, વૈજ્ઞાનિક રીતે પરફેક્ટ માહિતી વાળા જ હશે. માટે આર્ટીકલ વાંચવા વાળા અને જ્ઞાન વધે તેવી ઈચ્છા રાખવા વાળા લોકો જ અમારી સાથે જોડાઈ રહે તેવી વિનંતી

💁 આ નવરાત્રી પર આ ત્રણ વસ્તુઓ ખરીદી લાવો થશે ભાગ્યોદય તેમજ પૈસાનો વરસાદ થશે.. 💁

મિત્રો નવરાત્રી ચાલુ થઇ ગઈ છે. નવરાત્રી એટલે માં નવદુર્ગાનો તહેવાર. તો મિત્રો તેના જ અર્થમાં આ આર્ટીકલ છે. આજે અમે એવી ત્રણ વસ્તુ જણાવીશું  કે જે તમે નવરાત્રી પર ખરીદી ઘરે લાવશો તો માં દુર્ગાનો આશીર્વાદ રહેશે તમારા પર. નવરાત્રીના સમયે ધરતી પરમાં દુર્ગાની દિવ્ય શક્તિનો વાસ હોય છે જેને આપણે વાઈબ્રેશન પણ કહી શકીએ. તો મિત્રો એવામાં તમે આ ત્રણ વસ્તુ ખરીદીને તમારી ઘરે રાખશો તો તમને અદ્દભુત લાભ થશે.

Image Source :

ઘણા ઓછા લોકો આ વાતો જાણતા હોય છે. પરંતુ તમે શ્રીમદ્દ દેવી ભાગવત વાંચશો તો તેમાં પણ લખ્યું છે કે દેવીમાતા પોતાના ભક્તો પર કૃપા દાખવે છે પરંતુ નવરાત્રી પર તો વિશેષ કૃપા વરસાવે છે. પરંતુ ઘણા ભક્તો આ કૃપાના લાભથી વંચિત રહી જાય છે. તો મિત્રો આજે અમે એવો ઉપાય લાવ્યા છીએ કે જેના દ્વારા દેવીમાતાના આશીર્વાદ અને કૃપા હમેંશા તમારા પર રહેશે.

મિત્રો આ વસ્તુ તમે નવરાત્રી દરમિયાન કોઈ પણ સમયે લાવી શકો છો. આવું કરવાથી થશે એવું કે જ્યાં સુધી આ વસ્તુઓ તમારા નિવાસ સ્થાન પર રહેશે ત્યાં સુધી પરમાત્માનાની કૃપા અને શક્તિ તમારા ઘારમાં રહેશે. તો ચાલો જાણીએ કે આખરે આ ત્રણ વસ્તુ કંઈ છે.

Image Source :

પહેલી વસ્તુ છે દેશી ઘી લાવવું અને એ પણ માત્ર દીવાની જ્યોત માટે જ. જેટલું લેવું હોય તેટલું લાવવું. આ ઘીનો ઉપયોગ તમારે માત્ર તમે જ્યારે મંદિરમાં કે કોઈ અન્ય પૂજામાં દીવા કરો ત્યાં જ વાપરવાનું છે. જ્યાં સુધી આ ઘીના દીવા થશે ત્યાં સુધી માતાજીની કૃપા તમારા પર રહેશે. પરંતુ એક વાત ખુબ જરૂરી છે કે નવરાત્રીમાં ગરબા કે નવદુર્ગા માતા પાસે તમારે આ જ ઘીનો દીવો કરેલો હોવો જોઈએ. તેનો ઘરના કોઈ અન્ય કામો માટે ક્યારેય ઉપયોગ કરવાનો નથી.

Image Source :

બીજી વસ્તુ છે સોપારી, લવિંગ અને એલચી. આ ત્રણ વસ્તુ એક સાથે લાવવી. હવે તમારે જેટલા લવિંગ સોપારી અને એલચી લાવવા હોય તેટલા લાવી શકો છો. લાવ્યા બાદ તે માતાજીને ધરી દો નવ દિવસ સુધી. ત્યાર બાદ તે વસ્તુનો ઉપયોગ તમારે તમારા ભોજનને બનાવતી વખતે કરવાનો છે કોઈ વસ્તુ તમે વઘારો તો તેમાં આ લવિંગનો ઉપયોગ કરવો અથવા તો ખીર કે એવું બનાવો તો એલચીનો ઉપયોગ કરવો. તેવું કરવાથી તમારું જમવાનું અમૃત બની જશે. આ ઉપરાંત મિત્રો ઘરમાં કોઈ બીમાર હોય તને જો તે ખવડાવવામાં આવે તો બીમારી દૂર તેમજ કોઈ ઘરનો કોઈ સભ્ય ઇન્ટરવ્યુ દેવા જતો હોય તો પણ ખાઈને જાય તો ઇન્ટરવ્યુ સારું રહે છે. આ ઉપરાંત જો તમારે કોઈ કામમાં અડચણ આવતી હોય ઓફિસે કોઈ કામ વ્યવસ્થિત થતું ન હોય તો તે સોપારી લઈને તમે તે કામ કરવા જશો તો વિઘ્નો દૂર થશે.

Image Source :

મિત્રો હવે ત્રીજી વસ્તુ ખુબ જ મહત્વની છે. ત્રીજું તમારે સિંદુર લાવવાનું છે. સિંદુર લાવી માતા ચરણો પર ધરાવી દો અને પ્રાર્થના કરો. તમે જોયું હશે કે કોઈ સાધુ મહાત્મા દાણા કે કોઈ અન્ય વસ્તુ આપીને ઘરમાં રાખવાનું કહી કહેતા હોય છે, કે “આ રાખવાથી મુશ્કેલી દૂર થશે.” તો તેવી જ રીતે આ સિંદુરમાં તેનાથી પણ વિશેષ તાકાત હોય છે. હવે તે સિંદુરને ઘરમાં રાખો અને કોઈ પણ સારા માંગલિક કાર્યોમાં તેનો ઉપયોગ કરો અથવા તો કોઈ વ્યક્તિ જોખમ ભર્યા કામ માટે જતું હોય અથવા કોઈ સારા કાર્ય માટે જતું હોય તો તે સિંદુરનો તિલક લગાવી દો તેમજ તમે કોઈના લગ્ન પ્રસંગમાં ગયા હોય તો તેમને પણ આ પવિત્ર અને શક્તિશાળી સિંદુર આપી શકો છો.

Image Source :

તો મિત્રો આ રીતે આટલી વસ્તુ નવરાત્રી પર લાવીને ત્યાર બાદ તેને ઘરમાં રાખી તેમજ ઉપયોગ કરી ઘરમાં માતાનો આશીર્વાદ કાયમ રાખી શકો છો.

👉 આ જે આર્ટીકલ લખ્યો છે તેમાંથી તમને કોઈ નવી જાણકારી મળી? તમને ગમ્યો? કે તમારું કોઈ સજેશન છે ? કે તમે કોઈ નવા વિષય પર અમારી પાસે લખાવવા માંગો છો? તો અમને કોમેન્ટ કરી જણાવો.

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

 Image Source: Google

Leave a Comment