તોતળાપણું, જીભ જલાવાની સમસ્યા છે ? તો કરો આ મફત ઉપાય, મળી જશે છુટકારો…

નાના બાળકોનું તોતળું બોલવું અથવા તો અમુક શબ્દો તમને કદાચ ખુબ જ ગમતા હશે. પણ જેમ જેમ બાળક મોટું થાય છે તેમ તેમ તેની આ બોલી તેને મજાકનો વિષય બનાવી દે છે. આ સમયે બાળકની સાથે માતા-પિતાને શરમજનક બાબત બની જાય છે. જો તમારું બાળક પણ તોતલું અથવા તો વચ્ચે અટકીને બોલે છે, તો લોકો વચ્ચે તેને નીચું જોવા જેવું ન બનવા દો. પણ શરૂઆતથી જ તેનો ઘરેલું ઉપચાર કરો. જેથી કરીને ધીમે ધીમે તમારું બાળક આ સમસ્યાથી છુટકારો મેળવી શકે. અહી તમને થોડા ઘરેલું અને આયુર્વેદિક ઉપચાર વિશે જણાવીશું જેની મદદથી તમે બાળકની આ સમસ્યા દુર કરી શકશો.

આંબળા : મોટી જીભને કારણે ઘણા બાળકો તોતળું અથવા તો બોલતા અચકાતા હોય છે. આ સ્થિતિમાં બાળકને આંબળા ચાવવા માટે આપો. આંબળા ચાવવાથી જીભ પાતળી થાય છે. જેનાથી બાળકનો અવાજ સાફ નીકળે છે. જો તમે થોડા સમય માટે દરરોજ આંબળા ચાવવા માટે આપશો તો તેની અચકાવવાની સમસ્યા ઘણી હદે ઠીક થઇ જશે. આ માટે તમે બાળકને પાકેલા આંબળા અથવા તો આંબળાની કેન્ડી ચૂસવા માટે આપો.

દરરોજ મિશ્રી આપો : વધુ મીઠાસ વાળું તેમાં પણ ખાસ કરીને ખાંડ ખાવાથી તોતલું બોલવું અથવા તો જીભ જાળવવાની આદત વધે છે. જો તમારું બાળક વધુ ખાંડ કે સ્વીટ વસ્તુ ખાવાનું પસંદ કરે છે તો તેને મિશ્રી ખાવા માટે આપો. મિશ્રી ખાવાથી બોલી સાફ થાય છે. સાથે ખાંડ ખાવાથી થતી ક્રેવીટી પણ ઓછી થાય છે. આમ મિશ્રીથી તમારા બાળકની બોલી પણ શુદ્ધ થશે અને ખાંડથી થતી અન્ય પરેશાની પણ દુર થશે.

વરીયાળી અને ગાયનું દૂધ : બાળકોની હકલાવવાની સમસ્યા દુર કરવા માટે વરીયાળી અને ગાયના દુધનો ઉપયોગ કરી શકાય છે. આ માટે 5 ગ્રામ ગાયનું દૂધ લો, તેમ એક ગ્લાસ પાણી નાખો, તેને અડધું થાય ત્યાં સુધી ઉકાળો. જયારે પાણી અડધું થઇ જાય પછી તેને ઠંડુ થવા દો. પછી તેમાં 50 ગ્રામ જેટલી મિશ્રી, 250 મિલી ગાયનું દૂધ મિક્સ કરીને બાળકને પીવડાવો. સતત થોડા દિવસો સુધી આ પ્રયોગ કરવાથી બાળકની બોલી શુદ્ધ થવા લાગે છે.

મધ અને આદુ : બાળકોની તોતળી બોલી અને હકલાવવાની સમસ્યા દુર કરવા માટે તમે આદુ અને મધનો ઉપયોગ કરી શકો છો. આદુ અને મધ સ્વાસ્થ્ય માટે લાભકારી માનવામાં આવે છે. આ માટે થોડું મધ લો, હવે તેમાં આદુનો થોડો રસ મિક્સ કરીને બાળકને ચટાડો. ત્યારપછી એક ઘુંટડો નવશેકું ગરમ પાણી પીવડાવો. આનાથી બાળકોની હકલાવવાની સમસ્યા દુર થાય છે.

બ્રાહ્મીનો ઉપયોગ કરો : આયુર્વેદ અનુસાર બાળકોની હકલાવવાની સમસ્યા દુર કરવા માટે બ્રાહ્મી ખુબ જ ફાયદાકારક છે. બ્રાહ્મીને તમે સલાડના રૂપમાં બાળકને આપી શકો છો. આ સિવાય બ્રાહ્મીના પાનનો રસ ગાયના ઘીમાં મિક્સ કરીને તેને થોડું ગરમ કરીને બાળકને આપી શકો છો. આનાથી બાળકનું તોતળું બોલવું બંધ થઇ જશે.

દૂધ અને ખજુર : દૂધ અને ખજુર સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. તે માત્ર બાળકને તંદુરસ્ત રાખે છે પણ તેનાથી બાળકની તોતળું બોલવાની સમસ્યા પણ દુર કરે છે. નિયમિત રૂપે એક ગ્લાસ દુધમાં છુહારા ઉકાળીને બાળકને આપવાથી તેનો અવાજ સાફ થાય છે, અને આ સમસ્યા પણ ઠીક થઇ જાય છે.

ગાયનું ઘી : દરરોજ ગાયનું દૂધ ચાટવાથી પણ બાળકનું તોતળાપણું અને હકલાવવાની સમસ્યા દુર થઇ શકે છે. તેનાથી બાળકની જીભ ની હરકત ઠીક થવા લાગે છે. પણ ધ્યાન રાખો કે બાળકને દેશી ઘી આપ્યા પછી એક કલાક માટે કઈ પણ ખાવા ન આપવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment