ફક્ત 7 દિવસ કરો આનું સેવન, આજીવન નહિ થાય લોહીની કમી, દુખાવા અને કમજોરી. યુવાન સ્ત્રીઓ માટે તો છે અમૃત સમાન…

નાળીયેર ઘણા પ્રકારના હોય છે. તેમાં પાણી વાળું નાળીયેર, જટા નાળીયેર, અને સુકું નાળીયેર. બધા પ્રકારના નાળિયેરને સ્વાસ્થ્યની દ્રષ્ટીએ ખુબ જ ફાયદાકારક માનવામાં આવ્યા છે. નાળીયેર સ્વાદિષ્ટ હોવાની સાથે સ્વાસ્થ્ય માટે પણ ગુણકારી હોય છે. આથી ઘણા લોકો તેને પોતાની ડાયેટમાં સામેલ કરે છે. નાળીયેરનું સેવન દરેક ઉંમરના લોકો માટે જરૂરી છે. પણ આજે અમે તમને મહિલાઓ માટે સુકું નાળીયેર શા માટે ફાયદાકારક છે તેના વિશે જણાવીશું.

સુકા નાળીયેરના પોષક તત્વો : આયરન, મેગ્નેશિયમ, વિટામીન બી6, કેલ્શિયમ, એન્ટી ઓક્સીડેન્ટ.

મહિલાઓ માટે સુકા નાળીયેરના ફાયદાઓ : સુકું નાળીયેર ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ મળે છે. જો તમે તેનું નિયમિત સેવન કરશો તો તમે હૃદય રોગથી બચી શકો છો. ગર્ભાવસ્થામાં તેનું સેવન કરી શકાય છે. સુકું નાળીયેર મહિલાઓમાં થતી યુટીઆઈની સમસ્યાથી છુટકારો મેળવવામાં મદદ કરે છે.

1 ) મોટાભાગની મહિલાઓમાં આયરનની કમી જોવા મળે છે. મહિલાઓમાં આયરનની ઉણપ એક મોટી સમસ્યા છે. તેમાં તે શારીરિક કમજોરી સિવાય અન્ય પરેશાનીઓ થી પણ લડે છે. સુકા નાળીયેરમાં વિપુલ પ્રમાણમાં આયરન રહેલું છે. આથી તેને મહિલાઓ માટે સારું માનવામાં આવે છે. નાળિયેરને ડાયેટમાં સામેલ કરવાથી લોહીની કમી દુર થાય છે. તેનાથી સરળતાથી હિમોગ્લોબીન વધારી શકાય છે. આખી પ્રસવ પછી મહિલાઓને નાળીયેરની મીઠાઈ આપવામાં આવે છે.

2 ) સુકા નાળિયેરમાં વિપુલ પ્રમાણમાં એન્ટી ઓક્સીડેંટસ રહેલું છે. જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. જો કે એન્ટી ઓક્સીડેંટ તમારા સંપૂર્ણ સ્વાસ્થ્ય માટે જરૂરી છે. પણ હૃદય રોગથી બચવા માટે આ એક ખુબ જ જરૂરી પોષક તત્વ છે. નાળિયેરમાં ફીનોલીક કમ્પાઉન્ડ હોય છે, જે એન્ટી ઓક્સીડેંટ છે. આ કમ્પાઉન્ડ સેલ્સ ના ઓક્સીડેટીવ ડેમેજ થતા રોકે છે. નાળીયેર હાર્ટ એટેક ના જોખમને પણ ઓછુ કરે છે. નાળીયેર ધમનીઓમાં પ્લાર્ક બનતા અટકાવે છે. જેનાથી હાર્ટ બ્લોકેજ ને પણ રોકી શકાય છે.

3 ) મહિલાઓ અક્સર ગઠીયા અથવા તો અર્થટાઈટીસ થી પરેશાન રહે છે. આ સમસ્યાથી બચવા માટે તમારે પોતાની ડાયેટમાં જરૂર સુકું નાળીયેર સામેલ કરવું જોઈએ. તેમાં થોડી માત્રામાં કેલ્શિયમ પણ મળે છે. જે હાડકાઓ ને મજબુત બનાવે છે. સાથે જ તેમાં રહેલ અન્ય પોષક તત્વ પણ તમારા શરીરને મજબુત બનાવે છે.

4 ) સુકા નાળિયેરને પ્રેગનેન્સી માં પણ ખાઈ શકાય છે. તેનાથી મહિલાઓની રોગ પ્રતિકારક શક્તિ મજબુત થાય છે. સાથે જ તે તમારા બાળક માટે પણ ફાયદાકારક છે. નાળિયેરમાં ફેટી એસીડ હોય છે, જે બાળકના વિકાસ અને વૃદ્ધીમાં મદદ કરે છે. આથી જ પ્રેગનેન્સી દરમિયાન તમારે સુકા નાળીયેરનું સેવન કોઈપણ રૂપે જરૂર કરવું જોઈએ.

5 ) મહિલાઓ પોતાન ચહેરાને સુંદર દેખાવ આપવા માટે પણ સુકા નાળીયેરનું સેવન કરી શકે છે. વાસ્તવમાં સુકા નાળિયેરને ખુબ જ ચાવવું પડે છે, જેનાથી ફેશિયલ કસરત થાય છે. આમ જો નિયમિત રૂપે સુકા નાળીયેરનું સેવન કરવામાં આવે તો તમારા સ્વાસ્થ્યની સાથે દેખાવમાં પણ સુધાર આવે છે.

6 ) સુકું નાળીયેર પોષક તત્વોથી ભરપુર હોય છે. તેમાં વિટામિન્સ, કેલ્શિયમ, મેગ્નીજ, પ્રોટીન અને આયરન વિપુલ પ્રમાણમાં રહેલ છે. આથી તેનું સેવન કરવાથી તમારી ઈમ્યુન સીસ્ટમ મજબુત થવામાં મદદ મળે છે. આમ તમે અનેક બીમારી સામે પણ એક સુરક્ષા કવચ બનાવી શકો છો.

7 ) સ્તનપાન કરાવતી મહિલાઓ માટે સુકું નાળીયેરનું સેવન ખુબ જ ફાયદાકારક છે. કારણ કે તેના સેવનથી સ્તનમાં દૂધનું ઉત્પાદન થાય છે સાથે બાળકને જરૂરી પોષક તત્વો પણ મળે છે, જે બાળકનો વિકાસ કરે છે. તેનાથી બાળક માટે પૌષ્ટિક દૂધનું ઉત્પાદન થાય છે. નાળિયેરમાં લોરિક એસીડ હોય છે, જે બ્રેસ્ટ મિલ્કને વધારવામાં મદદ કરે છે.

8 ) મહિલાઓને અક્સર યુરીન ઇન્ફેકશનની સમસ્યાથી લડવું પડે છે. નાળીયેરનું સેવન કરવાથી યુરીન ઇન્ફેકશન અથવા મૂત્ર સંક્રમણથી બચી શકાય છે. વાસ્તવમાં નાળીયેર યુરીન ઇન્ફેકશન વધારતા બેકટેરિયાને રોકે છે. નાળીયેર ખાવાથી યુટીઆઈ જેવા ગંભીર સંક્રમણથી પણ બચી શકાય છે. યોનિને સ્વસ્થ રાખવા માટે પણ તમે નાળીયેરનું સેવન કરી શકો છો. નાળીયેર પાણી પણ યુરીન ઇન્ફેકશન સામે બચાવ કરે છે.

તમે પણ પોતાની ડાયેટમાં સુકા નાળિયેરને સામેલ કરી શકો છો, તે તમારા સ્વાસ્થ્ય, ત્વચા અને બાળક માટે ફાયદાકારક છે. તેનાથી તમને કોઈ સાઈડ ઈફેક્ટ નથી થતી તેને સરળતાથી ખાઈ શકાય છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment