મિત્રો તમે કદાચ રતન ટાટા વિશે ઘણું જાણતા હશો. તેમના જીવનની સફળતા વિશે અક્સર સમાચારમાં જોવા મળતા હોય છે. આજે અમે તમને આ લેખમાં રતન ટાટા ના એવા જ એક રહસ્ય વિશે જણાવીશું. ટાટા ગ્રૂપના પૂર્વ ચેરમેન રતન ટાટાને માત્ર તેમની ઉપલબ્ધીઓ અને કામ માટે જ ઓળખવામાં નથી આવતા, પરંતુ તેમના વિનમ્ર સ્વભાવ અને જમીનથી જોડાયેલ રહેવાના વ્યક્તિત્વને કારણે પણ ઓળખવામાં આવે છે.
ટાટા ગ્રૂપને નવી ઊંચાઈએ પહોંચાડનારા રતન ટાટા આજે કરોડો લોકો માટે કોઈ ઇન્સ્પિરેશનથી ઓછા નથી. તેમની પ્રોફેશનલ સફળતા વિશે તો દરેક જાણે છે, પરંતુ લવ લાઈફથી ઘણા ઓછા લોકો પરિચિત છે. એવું એ માટે પણ કારણ કે રતન ટાટાએ ક્યારેય પણ આજ સુધી લગ્ન કર્યા નથી. એવામાં ઘણા લોકો વિચારે છે કે તેમને આજ સુધી એવું કોઈ મળ્યું જ નહીં કે પછી કોઈ છોકરી સાથે પ્રેમ જ ન થયો, તેથી તેમણે કુંવારા રહેવાનુ જ વિચાર્યું. જ્યારે રતન ટાટાને તેમના જીવનમાં ચાર વખત પ્રેમ થયો હતો. શા કારણે રતન ટાટાએ લગ્ન કર્યા નથી?:- કહેવાય છે કે, સાચો પ્રેમ એક જ વાર થાય છે અને ત્યાર પછી તેવો અનુભવ થવો એ ના ની બરાબર છે. તમારા રિલેશનશિપ ઘણા હોય શકે છે પરંતુ સાચો પ્રેમ જીવનમાં એક જ વાર થાય છે, જ્યારે તમે આખા તેમાં ડૂબી જાવ છો. એવું જ કઇંક રતન ટાટા સાથે પણ થયું હતું, પરંતુ તેમના લગ્ન ન થઈ શક્યા. ટાટાએ આજ સુધી લગ્ન કર્યા નથી કારણ કે, તેમણે તેમની યંગ એજમાં જે છોકરી સાથે પ્રેમ થયો હતો તેની સાથે તેઓ લગ્ન ન કરી શક્યા. ત્યાર બાદ તેમણે ક્યારેય પ્રેમની તલાશ જ ન કરી. તેમણે તેમનું આખુ જીવન ‘ધ ટાટા ગ્રૂપ’ને સમર્પિત કરી દીધું.
લવ લાઈફને લઈને રતન ટાટાએ શું કહ્યું?:- એક ઇન્ટરવ્યુ દરમિયાન રતન ટાટાએ પોતે જ આ વાતનો ખુલાસો કર્યો હતો કે, જ્યારે તેઓ લોસ એન્જલસના એક આર્કિટેક્ચર ફર્મમાં કામ કરતાં હતા, ત્યારે તેમની મુલાકાત એક છોકરી સાથે થઈ હતી અને તેઓ તેના પ્રેમમાં પડી ગયા. તે સમયે તેમની લાઇફસ્ટાઇલ ખૂબ જ કમ્ફર્ટેબલ હતી અને તેમણે લગ્ન કરીને સેટલ ડાઉન થવાનું મન બનાવી લીધું હતું. જોકે, તેમણે સાત વર્ષથી બીમાર તેમની દાદીની સેવા માટે ભારત પાછો આવવાનો કઠોર નિર્ણય કર્યો. ત્યાર બાદ રતન ટાટા ફરી પોતાની પ્રેમીકાને મળવા પહોંચ્યા અને તેને પોતાની સાથે ભારત પાછી લાવવાનું વિચારી રહ્યા હતા. પરંતુ એવી ક્યારેય થઈ જ ન શક્યું. 1962ના ભારત-ચીન યુદ્ધને કારણે મહિલાના પેરેન્ટ્સ પોતાની દીકરીને ભારત મોકલવા સહમત ન હતા. આ પ્રકારે બંનેનો સંબંધ તૂટી ગયો.રતન ટાટાએ આપી સાચા પ્રેમની મિસાલ:- સાચો પ્રેમ કેવો હોય છે અને તે વ્યક્તિ સિવાય બીજા કોઈને દિલ આપી શકવું મુશ્કેલ હોય છે, તે રતન ટાટાએ સાબિત કર્યું છે. તેમની પ્રેમિકા સાથે સંબંધ તૂટ્યા પછી તેમણે ક્યારેય પ્રેમની તલાશ જ કરી નથી. કારણ કે કદાચ તેઓ જાણતા હતા કે ફરી ક્યારેય તે કોઈને એવો પ્રેમ નહીં કરી શકે. આજકાલના સમયમાં આવું કરવા વાળા લોકો કદાચ ના ની બરાબર હશે, જે પોતાના પ્રેમની યાદોના સહારે આખું જીવન વ્યતીત કરે.
સાચા પ્રેમને ભૂલવો સરળ નથી:- આ વાતમાં જરાય શંકા નથી કે સાચો પ્રેમ ભૂલાવો મુશ્કેલ છે. ઘણા લોકો તેનાથી નીકળવા માટે બીજા સંબંધની તલાશ શરૂ કરતાં હોય છે, જ્યાં તેઓ પોતાનું દુખ વહેંચવાનો પ્રયત્ન કરતાં હોય છે. જોકે, આવા સંબંધ પણ ખૂબ જલ્દી દમ તોડી દેતા હોય છે. ટાટાએ પોતાના તૂટેલા સંબંધ વિશે મનમાં કડવાશ ભરવાને બદલે તેને એક પ્યારી યાદના રૂપમાં પોતાના જીવનમાં જગાવી રાખી, જેને તેમને મજબૂત બનાવ્યા.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી