એક ગૃહિણી છો તો ઘરે બેઠા કરો આ કામ…. ઘરે બેઠા જ કમાશો પૈસા, ગુજરાતી ગૃહિણી ખાસ વાંચે.

આજે આ લેખમાં અમે તમને જણાવશું કે એક હાઉસવાઈફ તરીકે તેમ ઘરે બેઠા બેઠા પણ પૈસા કમાઈ શકો છો. જે તમને આર્થિક રીતે ખુબ જ સહાયરૂપ બનશે. તો ચાલો જાણીએ કે કોઈ ઘરે બેઠા પણ સારા પૈસાની આવક કરી શકે છે. માટે આ લેખને અંત સુધી વાંચો.

આજના આ આધુનિક સમયમાં પૈસા કમાવવા લગભગ દરેક વ્યક્તિની અનિવાર્યતા બની ગઈ છે. તમે કોઈ પણ ક્ષેત્રમાં જાવ તો બધી જ જગ્યાએ કોમ્પિટિશન થઇ રહ્યું છે. તેવી સ્થિતિમાં ખુદની પોઝીશન બનાવી રાખવી તે ખુબ જ મુશ્કેલી વાળું કામ બની ગયું છે. તેનું કારણ એ છે કે આપણે કોઈ પણ કામ શરૂ કરતા હોઈએ તો તે કામ વિશેની જાણકારી આપણી પાસે હોય છે. આપણે તે જાણકારી અનુસાર જ કામની શરૂઆત કરતા હોઈએ. પરંતુ કોઈ પણ કામને લગાતાર કરવા માટે અને તે કાm અનુસાર જાણકરી લેવી અને નવું પરિવર્તન કરવું, સતત કામને ગતિમાન કરવા માટે મંથન કરવું ખુબ જ આવશ્યક બની જાય છે.આ સંદર્ભમાં આપણી માતાઓ અને બહેનો પણ આજકાલ ખુબ જ આગલા વધી રહી છે અને જાગૃત બની રહી છે. આજે આપણી માતાઓ અને બહેનો ઘરની ચાર દીવાલમાંથી બહાર નીકળીને તેના વિચાર અને અને મહેનતથી સમાજમાં પોતાની નવી ઓળખ બનાવી રહી છે. પરંતુ આજના સમયમાં ઘણી પ્રતિભાઓ એવી પણ જોવા મળે છે જેની સાચી જાણકરી અને અનુકુળતા મળે તો કોઈ પણ સ્ત્રી પોતાની પહેચાન બનાવવા માટે કામયાબ બની શકે છે. તો અમે આજે આ લેખમાં તમને અમુક કામ વિશે જણાવશું, જેના દ્વારા તમે ઘરે બેસીને પણ આર્થિક ફાયદો કરી શકો છો.

તો અમે આ લેખમાં અમુક જાણકારી વિશે તમને જણાવશું. તેમાં થોડી થોડી જાણકારી છે. પરંતુ તે તમારા માટે ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ જાણકારી ઓનલાઈન અને ઓફલાઈન કામની છે. જે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.

ઓનલાઈન વર્ક : આજના ખુબ જ ટેકનોલોજીના યુગમાં ઈન્ટરનેટ અને એન્ડ્રોઈડ મોબાઈલ આપણા જીવાનમાં ખુબ જ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવે છે. અને મોબાઈલની જો વાત કરીએ તો આજે આપણા શરીરનું એક અંગ જેવું બની ગયું છે. તો એ જ મોબાઈલનો સાચો ઉપયોગ કરવામાં આવે તો ખુબ જ પૈસા કમાઈ શકો છો. મોબાઈલના ઈન્ટરનેટનો સાચો ઉપયોગ કરીને ખુબ જ પૈસા કમાઈ શકાય છે.સૌથી પહેલા છે યુટ્યુબ ચેનલ :

જો તમે ગૃહિણી છો તો એ સામાન્ય વાત છે કે તમને જમવાનું બનાવવામાં થોડી ઘણી રુચિ હોય, જો તમે એક યુટ્યુબ પર ચેનલ બનાવીને એક તમારી સારી સારી રસોઈની રેસીપી લોકો સુધી પહોંચાડો. અથવા તો તમે ફેશન અને બ્યુટી વિશે કોઈ જાણકારી જાણતા હો તો તમે તેની પણ એક યુટ્યુબ ચેનલ બનાવી શકો છો. તેમાં તમે ફેશન અને બ્યુટી વિશેની મહત્વની જાણકરી લોકોને આપી શકો છો અને તેનાથી ખુબ જ પૈસા કમાઈ શકો છો.. ઘણી સ્ત્રીઓ યુ ટ્યુબ થી લાખો રૂપિયા પણ કમાય છે. તમને માન્ય માં નહિ આવે પણ 100 % સાચું છે.

યુટ્યુબ પર બધી જાણકારી : આજના સમયમાં રોજ નવી નવી એપ્સ માર્કેટમાં આવતી હોય છે. જેના વિશે તમે યુટ્યુબની ચેનલ બનાવીને જાણકારી લોકો સુધી પહોંચાડો તો પણ તમે ખુબ જ આવક મળેવી શકો છો. તમે સારી સારી એપ્લિકેશન વિશે જાણકરી આપીને લોકોને સાચી માહિતી આપીને યુટ્યુબ પરથી કમાણી કરી શકો છો. યુઝર્સ દ્વારા તમારા વિડીયોને જેમ જેમ જોવાતો જશે તમે તેમ તમારી ઈનકમમાં વધારો થશે.બ્લોગના માધ્યમથી : જો તમે લખવાના શોખીન છો, તો બ્લોગર પર બ્લોગ બનાવીને પણ તમારું જ્ઞાન લોકો સુધી પહોંચાડી શકો છો. પૈસા કમાવવા માટેનો આ એક ખુબ જ સારો ઉપાય છે. ઉપર જે અમે તમને જણાવ્યું તે અનુસાર તમે તેવી માહિતી વિશે આર્ટીકલ પણ લખી શકો. જેમાં બ્યુટી, ફેશન, હેલ્થ, માઈન્ડ અને બોડી, ફેલ્ફ વર્થ, પૈસા બચાવવા, ટ્રાવેલ, ટીચિંગ, પ્રેગનન્સીરિલેશનશિપ, ક્રાફ્ટ, ફિલ્મ, મ્યુઝિક, કુકિંગ, મોડેલીંગ વગેરે આ દુનિયાની એવી ઘણી બધી માહિતીઓ છે જે તમે પોતાના શબ્દોમાં લખીને દુનિયા સામે રાખી શકો. પરંતુ મિત્રો સારી વાત એ છે કે ગુગલ પર બ્લોગર એકદમ ફ્રી છે, જેનો તમે ઉપયોગ કરી શકો છો.

ફ્રીલાન્સર બનીને પણ પૈસા કમાઈ શકો : આ પદ્ધતિ એવી છે કે તમે ઘરે બેઠા બેઠા જ આરામથી ઈન્ટરનેટની મદદથી કામ કરી શકો છો. જો તમને કોઈ પણ પ્રકારનું કામ આવડતું હોય, જેm કે ટાઈપીંગ કરવું, વિડીયો બનાવવો, ભાષાને કન્વર્ટ કરવી, ડેટા એન્ટ્રી, પેઇન્ટિંગ કરવું વગેરે ઘણા બધા કામ તમે ફ્રીલાન્સર તરીકે કરી શકો છો.પરંતુ મિત્રો તમને જણાવી દઈએ તો આજે બ્લોગ લખવા માટેનું કામ ખુબ જ મળી રહ્યું છે. આજે ઓનલાઈન ઘણી એવી વેબસાઈટ છે જેમાં આર્ટીકલ્સ લખવા મળે. જેમાં એક હજાર શબ્દનો આર્ટીકલ હોય તો તેની અમુક રકમ હોય છે. જે 100 રૂપિયાથી લઈને 150 સુધીની રકમ 1 હજાર શબ્દના આર્ટીકલ માટે લેવામાં આવે છે. જો તમે કોઈને એક હજાર શબ્દનો આર્ટીકલ લખીને આપો તો તમને તેના 100  રૂપિયાથી લઈને 150 રૂપિયા સુધીની રકમ મળી શકે. કોઈ પણ એક વિષય વિશે તમને કહેવામાં આવે અને તે વિષય અનુસાર તમારે તેની વધારે માહિતી શોધીને તેના વિશે એક આર્ટીકલ લખવાનો. આ પ્રકારનું કામ ફ્રીલાન્સ તરીકે પણ તમને ઓનલાઈન મળી રહે.

મહિલાઓ માટે આ બધા જ કામો સામાન્ય છે. કેમ કે અમે જે કામ વિશે તમને જણાવ્યું તેના વિશે બધી જ માહિતી ગુગલ પરથી તમે મળેવી શકો છો અને તમારા અંદાજમાં તમે તેને લોકો સામે રાખી શકો છો. જેના દ્વારા તમે એક નવી ઇન્કમ શરૂ કરી શકો છો. તો આ ઉપાય માત્ર મહિલાઓ માટે જ નહિ પરંતુ પુરુષો માટે પણ ખુબ જ ઉપયોગી છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment