મફત અને વગર મેકઅપે સુંદરતા અને નિખાર લાવવા અજમાવો આ દેશી ઉપાય, ઘર બેઠા ચમકવા લાગશે તમારો ચહેરો…

મિત્રો તમે પોતાને સુંદર દેખાવવા માટે અનેક વસ્તુઓનો ઉપયોગ કરતા હશો. જોકે ત્વચા માટે ચણાનો લોટ અને ગુલાબજળ ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેના ઉપયોગથી તમારી ત્વચામાં એક નવો નિખાર આવે છે. તેનાથી ચહેરા પરના ડાઘ, ખીલ વગેરે દુર થાય છે. 

ચહેરા પર હાનિકારક કેમિકલથી ભરેલ સ્કીનકેયર પ્રોડક્ટસનો ઉપયોગ કરવાને બદલે, નેચરલ વસ્તુઓ લગાડવી હંમેશા ફાયદાકારક હોય છે. કારણ કે તે તમારી ત્વચાને કોઈ નુકસાન પહોંચાડતા નથી. સાથે જ તે તમને એક સાફ અને ચમકદાર ત્વચા પ્રદાન કરે છે. ઘણા લોકો અવારનવાર ત્વચાથી જોડાયેલ સમસ્યાનો સામનો કરતાં હોય છે, જેમાં ખીલ, ડાઘ-ધબ્બા, ડ્રાઈ સ્કીન ખૂબ જ સામાન્ય છે. ત્યાં સુધી કે લોકો ઓછી ઉંમરમાં જ એજિંગના લક્ષણોનો પણ સામનો કરતાં હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે લોકો અલગ-અલગ પ્રકારના નુસ્ખા અજમાવતા હોય છે, પરંતુ કઈ ખાસ ફાયદો મળતો નથી.શું તમે જાણો છો કે, ઘણી સમસ્યાઓથી નીપજવા માટે ચણાનો લોટ અને ગુલાબજળનું કોંબીનેશન ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે? ચણાનો લોટ એક સારા એક્સ્ફોલીએટરના રૂપમાં કાર્ય કરે છે. જેનાથી ત્વચાની ઊંડાણથી સફાઈ કરવામાં મદદ મળે છે. તેમજ ગુલાબજળ એંટીઓક્સિડેંટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણોથી ભરપૂર હોય છે. આ બંનેને જ્યારે એક સાથે ચહેરા પર લગાડવામાં આવે છે ત્યારે, ત્વચાની ઘણી સમસ્યાઓ દૂર કરવામાં મદદ મળે છે. આ લેખમાં અમે તમને ચહેરા પર ચણાનો લોટ અને ગુલાબજળ લગાડવાના 5 ફાયદાઓ જણાવી રહ્યા છે. 

ચહેરા પર ચણાનો લોટ અને ગુલાબજળ લગાડવાના ફાયદા:- 

1) ચહેરા પર નિખાર આવે છે:- ચણાનો લોટ અને ગુલાબજળ લગાડવાથી ત્વચાની રંગતમાં સુધાર આવે છે. તેનાથી ટૈનીંગ, પિગ્મેંટેશન અને ત્વચાની કાળાશ દૂર થાય છે અને તમને એક ચમકદાર ત્વચા મળે છે. 

2) ડેડ સ્કીનથી છુટકારો મળે છે:- ચણાનો લોટ ત્વચાને એક્સ્ફોલીએટ કરવામાં મદદ કરે છે, તેમ જ ગુલાબજળમાં રહેલ એંટીઓક્સિડેંટ અને એન્ટિબેક્ટેરિયલ ગુણ ફ્રી રેડિકલ્સથી લડવામાં, મૃત કેશિકાઓ દૂર કરવામાં અને ગંદકી સાફ કરવામાં મદદ કરે છે.3) એક્નેની સમસ્યા દૂર થાય છે:- ચણાનો લોટ અને ગુલાબજળનું મિશ્રણ એક સારા એવા ક્લીનિંગ એજંટના રૂપમાં કાર્ય કરે છે. ત્વચા પર જામેલ વધારાનું તેલ અને ગંદકી સાફ કરે છે. સાથે જ રોમછિદ્રોની પણ સફાઈ કરે છે. સાથે જ ગુલાબજળ ત્વચાને ઠંડક પહોંચાડે છે અને સોજો ઘટાડવામાં મદદ કરે છે, જેનાથી ખીલથી છુટકારો મળે છે. 

4) ડ્રાઈ સ્કીનથી છુટકારો મળે છે:- ચણાનો લોટ અને ગુલાબજળ બંને ચહેરા માટે એક પ્રાકૃતિક મોઈશ્ચરાઇઝરના રૂપમાં કામ કરે છે. તે ત્વચાને હાઈડ્રેડ રાખવામા મદદ કરે છે. જેનાથી તમને સોફ્ટ અને સપલ સ્કીન મળે છે.5) એજિંગના લક્ષણ ઓછા થાય છે:- ચણાનો લોટ અને ગુલાબજળ ચહેરા પર લગાડવાથી ચહેરાની ત્વચા ટાઈટ થાય છે સાથે જ તે ફ્રી રેડિકલ્સથી લડવામાં, કરચલીઓ દૂર કરવામાં પણ મદદ કરે છે. જેનાથી તમે જવાન દેખાઓ છો. 

ચહેરા પર ચણાનો લોટને ગુલાબજળ કેવી રીતે લગાડવું:- ચહેરા પર ચણાનો લોટને ગુલાબજળનો ઉપયોગ કરવા માટે તમે તેનો ફેસપેક બનાવીને ચહેરા પર લગાડી શકો છો. ચણાના લોટ અને ગુલાબજળનું ફેસપેક બનાવવું ખૂબ જ સરળ છે. તમારે બસ બે ચમચી ચણાનો લોટ લઈ તેમાં બે થી ત્રણ ચમચી ગુલાબજળ મિક્સ કરવાનું છે. તેને સરખી રીતે મિક્સ કરીને સ્મૂથ પેસ્ટ બનાવવાનું છે. તેને ચહેરાની સાથે સાથે કાન અને ગરદન પર સરખી રીતે લગાડો. તેને 15-20 મિનિટ માટે એમ જ રહેવા દો. જ્યારે સુકાઈ જાય એટલે ઠંડા પાણીથી ચહેરો સાફ કરી લેવો. ત્યાર બાદ ચહેરા પર મોઈશ્ચરાઇઝર લગાડવાનું ભૂલવું નહીં. તમે અઠવાડિયામાં 2-3 વાર આ ફેસપેક લગાડી શકો છો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment