પ્રેગ્નેન્સીમાં દરેક મહિલાઓ માટે આનું સેવન છે અમૃત સમાન, બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને કંટ્રોલ કરી પાચનશક્તિ કરી દેશે મજબુત….બચાવી લેશે આ બીમારીઓથી…

મિત્રો ગર્ભાવસ્થા એ એક મહિલા માટે ખુબ જ મહત્વનો સમયગાળો હોય છે. આથી આ સમયે તેણે એવા ખોરાકનું સેવન કરવું જોઈએ, જેનાથી તેનું સ્વાસ્થ્ય સારું રહે, અને બાળક પણ તંદુરસ્ત રહે. આ સમયે ક્યાં ફ્રૂટનું સેવન કરવું જોઈએ તેના વિશે વધુ વિગતે જાણી લઈએ.

પ્રેગ્નેન્સી વખતે મહિલાઓ ખાણીપીણીને લઈને ખુબ જ સજાગ રહેતી હોય છે, કારણ કે તેની સીધી અસર બાળકના સ્વાસ્થ્ય અને વિકાસ પર પડે છે. તેવામાં ગર્ભાવસ્થા દરમિયાન સ્ટાર ફ્રૂટ ખાવું એ ફાયદાકારક ગણાય છે. તેમાં ઘણા પોષકતત્વો જોવા મળે છે અને તેનો ઉપયોગ ઘણી બીમારીઓના લક્ષણો ઘટાડવા માટે કરવામાં આવે છે. તેનો સ્વાદ લીંબુ કે અનાનસ જેવો હોય છે, જે ખાવામાં ખાટો મીઠો ટેસ્ટ આપે છે.

વાસ્તવમાં સ્ટાર ફ્રૂટમાં વિટામિન, ફોલિક એસિડ, ફાઈબર, પોટેશિયમ, આયરન, ઝીંક અને કેલ્શિયમ ભરપૂર માત્રામાં જોવા મળે છે. સાથે જ તેમાં વિટામિન બી-6 અને વિટામિન ઇ જોવા મળે છે. સ્ટાર ફ્રૂટના સેવનથી પ્રેગ્નેન્સી વખતે પાચનતંત્ર સરખું રહે છે અને ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે. સાથે જ તેનાથી મોંના સંક્રમણ અને યુટીઆઇના લક્ષણોને ઘટાડી શકાય છે અને સ્ટાર ફ્રૂટના સેવનથી હાઇ બ્લડ પ્રેશર પણ નિયંત્રણમાં રહે છે. આવો તેના ફાયદા અને સેવનની રીત વિશે વિસ્તારથી જાણીએ.

ઇમ્યુન સિસ્ટમ : પ્રેગ્નેન્સીમાં મહિલાઓને સારી ઇમ્યુન સિસ્ટમની જરૂર રહે છે, જેથી તે વખતે તેમની રોગોથી લડવાની ક્ષમતાનો વિકાસ થઈ શકે. વાસ્તવમાં સ્ટાર ફ્રૂટમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડેંટ ભરપૂર માત્રામાં જોવા મળે છે, જેની મદદથી ઇમ્યુન સિસ્ટમ મજબૂત બને છે અને વાઇરસથી લડવા માટેની ક્ષમતા વધે છે. તેના સેવનથી ફ્રી રેડિકલ્સના ઉત્પાદનને ઘટાડવામાં મદદ મળે છે.

આંખો માટે : સ્ટાર ફ્રૂટમાં વિટામિન એ ની ભરપૂર માત્રા જોવા મળે છે. તે આંખો માટે ઘણું સારું ગણાય છે. તેનાથી આંખોનું તેજ વધે છે અને સંક્રમણની સમસ્યા દૂર થાય છે. તે સિવાય ગર્ભાવસ્થામાં તેના સેવનથી આંખની બળતરા મટાડી શકાય છે.

પાચનતંત્ર : ગર્ભાવસ્થામાં કબજિયાત અને ઝાડાની સમસ્યા સામાન્ય હોય છે. સ્ટાર ફ્રૂટ ખાવાથી કબજિયાત અને અન્ય પાચન સંબંધી સમસ્યાઓ સરખી કરી શકાય છે. તેમાં ફાઈબર અને વિટામીનની પ્રચુર માત્રા જોવા મળે છે, જેની મદદથી અપચા અને ગેસની સમસ્યા પણ થતી નથી.

હાઇ બ્લડ પ્રેશર : સ્ટાર ફ્રૂટમાં પોટેશિયમની ભરપૂર માત્રા જોવા મળે છે, જેની મદદથી સોડિયમની માત્રાને ઘટાડવામાં મદદ મળે છે અને તેનાથી હાઇ બ્લડ પ્રેશરને નિયંત્રણમાં રાખવામા મદદ મળે છે.

કોલેસ્ટ્રોલ : જો તમે નિયમિત રૂપથી સ્ટાર ફ્રુટનું સેવન કરો છો તો, તેનાથી કોલેસ્ટ્રોલના સ્તરને ઘટાડી શકાય છે. ગર્ભાવસ્થામાં તેના સેવનથી ઉચ્ચ કોલેસ્ટ્રોલથી થતી સ્વાસ્થ્યની સમસ્યાઓને ઘટાડી શકાય છે.

મોંના સંક્રમણ : તાજા સ્ટાર ફ્રૂટના સેવનથી સંક્રમણ, ઇંફ્લૂએંઝા અને મોંના સંક્રમણને સરખું કરી શકાય છે. તેનાથી સ્ટેમીના અને એનર્જીના સ્તરને વધારવામાં સહાયતા મળે છે.

આવી રીતે સ્ટાર ફ્રુટનું સેવન : સ્ટાર ફ્રૂટને જો તમે કાચું ખાઈ રહ્યા હોય, તો તેને પાકેલું ખાવું જેથી તે વધારે ખાટુ ન લાગે. તેને તમે સલાડની સાથે ખાઈ શકો છો અને તેને સરખી રીતે કાપી લો. તમે સ્ટાર ફ્રૂટનું જ્યુસ બનાવીને પણ પિય શકો છો. આ સિવાય અન્ય ફળોની સાથે તેની સ્મૂદી બનાવીને પણ પિય શકાય છે. તમે તેમાં ચિયા સીડ્સ અને ફ્લૈક્સ સીડ્સ પણ મિક્સ કરી શકો છો. તેને સમુદ્રી ભોજન સાથે પણ ખાઈ શકાય છે. તમે સ્ટાર ફ્રૂટનું ચાટ બનાવીને પણ ખાઈ શકો છો. આમ, ઉપર મુજબની અલગ અલગ રીતથી સ્ટાર ફ્રુટનું સેવન કરી શકાય છે.

કેટલી માત્રામાં સ્ટાર ફ્રૂટનું સેવન કરવું જોઈએ : ખાટા ફળોનું સેવન હંમેશા સંતુલિત માત્રામા જ કરવું જોઈએ જેથી તેનાથી તમને કોઈ અન્ય મુશ્કેલી ન થાય. તમે આખા દિવસ દરમિયાન એક સ્ટાર ફ્રૂટનું સેવન કરી શકો છો. આ સિવાય જો તમને મન થાય તો, તમે તેનો અડધો ગ્લાસ જ્યુસ પણ પિય શકો છો.

સ્ટાર ફ્રૂટના સેવન દરમિયાન રાખવામાં આવતી કાળજીઓ : સ્ટાર ફ્રૂટના અગણિત ફાયદાઓ છે અને પ્રેગ્નેન્સીમાં તે મહિલાઓ માટે ખુબ જ ફાયદાકારક હોય છે. પરંતુ જો તમને કિડનીથી સંકળાયેલી કોઈ સમસ્યા હોય તો, તેનું સેવન ન કરવું જોઈએ. કારણ કે, તેમાં ઓક્સેલેટની ભરપૂર માત્રા જોવા મળે છે, જેના કારણે તમારી સમસ્યા વધી શકે છે. તે સિવાય તેના વધારે સેવનથી તમને એલર્જી અને રેશિઝની સમસ્યાઓ થઈ શકે છે. સાથે જ જો તમે કોઈ પ્રકારની દવા અથવા કોઈ ખાસ સ્વસ્થ્ય સંબંધી મુશ્કેલી હોય, તો ડોક્ટરની સલાહ લીધા પછી જ સ્ટાર ફ્રૂટનું સેવન કરવું જોઈએ.

આમ સ્ટાર ફ્રૂટના અગણિત ફાયદાઓ સામે તેના વધારે પડતાં સેવનથી કેટલૂક નુકશાન પણ થઈ શકે છે માટે તેનું સેવન સીમિત માત્રામાં જ કરવું જોઈએ. જો કોઈ બીમારી કે સ્વાસ્થ્યને લગતી કોઈ તકલીફ હોય તો સ્ટાર ફ્રૂટને સેવન કરતાં પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂરથી લેવી જોઈએ. જેથી અન્ય કોઈ પણ પ્રકારની સ્વાસ્થ્યની તકલીફથી બચી શકાય છે. આમ, સ્ટાર ફ્રૂટ એ ગર્ભાવસ્થામાં ખુબ જ ઉપયોગી થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment