આપણા આયુર્વેદમાં તુલસી ના છોડ ને ઔષધીય ગુણોનો ખજાનો માનવામાં આવ્યો છે. આ પવિત્ર છોડનું ધાર્મિક મહત્વ પણ છે. હિન્દુ ધર્મમાં પણ તુલસીના છોડને વધુ મહત્વ આપવામાં આવ્યું છે. પુરાણોમાં આ છોડને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવ્યું છે. દ્વાપર યુગમાં ભગવાન શ્રીકૃષ્ણએ તુલસીના છોડ સાથે વિવાહ કર્યા હતા અને તુલસીને પોતાની રાણી નો દરજ્જો આપ્યો હતો.
એટલું જ નહીં તુલસી ના છોડ નો એક એક કણ સ્વાસ્થ્ય માટે કોઇ વરદાનથી સહેજ પણ ઓછો નથી, પછી તેમાં તુલસીના પાન હોય, ડાળખી હોય કે મૂળ હોય. આ દરેક નો ઉપયોગ અલગ અલગ વસ્તુઓ માટે કરી શકાય છે. વાસ્તુશાસ્ત્રમાં તુલસીના છોડને ઘરમાં લગાવવાના કેટલાય નિયમો જણાવવામાં આવ્યા છે. એવી માન્યતા છે કે જે ઘરમાં તુલસીનો છોડ હોય છે તે ઘરનું વાતાવરણ શુદ્ધ, સારું, સાત્વિક અને સકારાત્મક રહે છે.કેટલીકવાર ઋતુ માં આવતા બદલાવ કે પછી યોગ્ય માવજત ન થવા પર તુલસીનો છોડ સુકાઈ જાય છે. જો કે ધાર્મિક શાસ્ત્રોમાં એવું જણાવ્યું છે કે તુલસીનો છોડ હંમેશા લીલોછમ જ હોવો જોઈએ. પરંતુ એવું દરેક વખતે સંભવ નથી હોતું, તેથી જ્યારે તુલસીનો છોડ સુકાઈ જાય તો શું કરવું જોઈએ? આ વિશે મોટાભાગે લોકો પ્રશ્ન કરે છે.
સામાન્ય રીતે સુકાયેલા તુલસીના છોડ ને લોકો ફેંકી દે છે, પરંતુ ધાર્મિક દ્રષ્ટિએ આમ ન કરવું જોઈએ. વિશેષરૂપે જ્યારે તમારી પાસે તુલસીના સુકાયેલા પાન હોય તો તમે તેનો વિવિધ રૂપે ઉપયોગ કરી શકો છો. અમે જ્યારે જ્યોતિષાચાર્ય ને પૂછ્યું કે તુલસીના સુકાયેલા પાન નું શું કરવું જોઈએ? તો પંડિતજીએ તેના માટે સરળ ઉપાય પણ જણાવ્યા છે.તુલસી ના સુકાયેલા પાનનો આ રીતે કરો ઉપયોગ:-
1) શ્રીકૃષ્ણના ભોગમાં કરો ઉપયોગ:- પંડિતજી જણાવે છે કે એક જ તુલસીના પાનને સતત પંદર દિવસ સુધી શ્રીકૃષ્ણના ભોગમાં નિયમિત રૂપે ઉપયોગ કરી શકાય છે જ્યારે આ પાન સંપૂર્ણ રીતે સૂકાઈ જાય તો તમે તેને ગ્રહણ કરી શકો છો. આ વાત તો દરેક જણ જાણતા હશે કે ભગવાન શ્રીકૃષ્ણના ભોગ તુલસી વગર નથી લગાવી શકાતો. તેવામાં તુલસીનું પાન તાજું હોય કે સુકાયેલું હોય શ્રીકૃષ્ણને, તુલસી દરેક રૂપમાં પ્રિય હોય છે.
2) પાણીમાં નાખો તુલસીના પાન:- શ્રીકૃષ્ણના બાળ ગોપાળ સ્વરૂપની જો તમે સેવા કરતા હોવ તો, દેખીતી રીતે તમે તેમને નિયમિતરૂપે સ્નાન કરાવતા હશો. એવામાં તુલસીના સૂકા પાન ને તમે લડ્ડુ ગોપાલના સ્નાનના પાણીમાં નાખી શકો છો. ત્યારબાદ તે પાણીથી તમારે તેમનું સ્નાન કરાવવું જોઈએ અને બાદમાં આ પાણીને તમારે જાતે જ ગ્રહણ કરી લેવું જોઈએ.3) ખાવામાં કરો ઉપયોગ:- જો તમારી પાસે તુલસીના બહુ જ બધા સુકાયેલાં પાંદડાં ભેગા થઈ ગયા હોય તો તમે તેનો પાવડર બનાવીને ખાવામાં પણ તેનો ઉપયોગ કરી શકો છો. આનાથી ખાવાનો સ્વાદ સારો થશે અને સાથે જ સ્વાસ્થ્ય ની દ્રષ્ટિએ પણ ખૂબ સારું છે.
તુલસીના પાન થી તમે આ કામ પણ કરી શકો છો:- જો તુલસીના બહુ જ બધા પાન તમારી પાસે ભેગા થઈ ગયા હોય અને તમે તેનો ઉપયોગ ન કરવા ઇચ્છતા હોવ તો તમે તુલસીના કુંડામાં આ પાનને દાટી શકો છો. આ ઓગળીને ખાતર બની જશે.
તુલસીના પાનને સ્નાન કરવાના પાણીમાં નાખી દો પરંતુ આ પાણીથી જ્યારે તમે સ્નાન કરવા જાઓ છો તેના પહેલાં આ પાંદડા ને બહાર કાઢી લેવા. તુલસીના પાન વાળા પાણીથી નાહવાથી સકારાત્મક ઉર્જા શરીરમાં પ્રવેશ કરે છે. તમે તુલસીના સૂકા પાંદડાને પોતાની પાઠ્યપુસ્તકના મધ્યમાં પણ રાખી શકો છો તેનાથી પણ તમારા કાર્ય સકારાત્મકરૂપે પૂરા થાય છે.તુલસીના સુકાયેલા પાંદડાને લાલ કપડામાં બાંધીને તિજોરીમાં કે તમારા પર્સમાં રાખો, આમ કરવાથી તમને આર્થિક લાભ થશે. તુલસીના પાનને ગંગાજળમાં નાખીને તે પાણીનો છંટકાવ આખા ઘરમાં કરો આમ કરવાથી ઘરમાં હાજર નકારાત્મક ઊર્જા નષ્ટ પામશે.
તુલસીના 7 સૂક્કા પાંદડા નિયમિત રૂપે પાણી સાથે ગળી શકો છો. આ તમારા સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ સારું છે, પરંતુ એ વાતનું ધ્યાન રાખવું કે તમારે તેને ચાવવાના નથી. અમે આશા રાખીએ છીએ કે તુલસીના પાનનો આ જ્યોતિષીય ઉપાય તમને પસંદ આવ્યો હશે, તમે પણ આવી રીતે આ ઉપાયો અપનાવી શકો છો.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી