ટાઈલ્સ કે લાદી પર ગેસ સિલિન્ડરના કાટના દાગ ફક્ત 2 મિનીટમાં કરો ગાયબ… અજમાવો આ 1 ટ્રીક… ગમે તેવા દાગ દુર થશે દુર અને ટાઈલ્સ થઈ જશે એકદમ ચોખ્ખી નવા જેવી…

આપણે ભોજન બનાવવા આપણા ઘરમાં સિલિન્ડરનો ઉપયોગ કરીએ છીએ. સિલિન્ડરને રસોઈના જે પણ ભાગમાં મૂકીએ છીએ ત્યાં ગંદા ડાઘ લાગી જાય છે. તે કારણથી ફ્લોર અને આખું રસોઈ ઘર ખરાબ દેખાય છે. તમે પણ અનેકવાર સિલિન્ડરના કારણે લાગેલા ડાઘને હટાવવા માટે વિવિધ પ્રકારના ઉપાયો અપનાવ્યા હશે. જોકે આ જિદ્દી ડાઘ હટાવવા એટલા સરળ નથી હોતા. એવામાં અમે તમારા માટે કેટલીક સરળ ટિપ્સ લઈને આવ્યા છીએ જેની મદદથી તમે ફ્લોર ચમકાવી શકશો.

આ કારણે લાગે છે સિલિન્ડરના ડાઘ:- આપણા ઘરમાં ફ્લોર કે ટાઇલ્સ વધારે લાઈટ કલરની હોય છે. તેવી જ રીતે સિલિન્ડર પર થોડા સમય બાદ કાટ લાગી જાય છે. એવામાં આપણે સિલિન્ડર ને જેવા જ ટાઇલ્સ પર રાખીએ છીએ ત્યાં જ ડાઘ લાગી જાય છે. આ સમસ્યાથી બચવાની રીત એ છે કે તમે સિલિન્ડરને સીધો ટાઇલ્સ પર ના રાખો. તેની જગ્યાએ બીજી કોઈ વસ્તુ પર રાખો. આવો જાણીએ સિલિન્ડરના ડાઘ કેવી રીતે સાફ કરી શકાય.1) કેરોસીન:- કેરોસીન માં હાજર તત્વ અત્યંત સ્ટ્રોંગ હોય છે આ જ કારણ છે કે ઘરમાં કલર કરાવતી વખતે વર્કરો આની જ મદદ થી સફાઈ કરે છે. સિલિન્ડરના જિદ્દી દગોથી છુટકારાઓ મેળવવા માટે તમે કેરોસીનનો ઉપયોગ કરી શકો છો. તમારે બસ માત્ર એક કપ પાણીમાં બે થી ત્રણ ચમચી કેરોસીન મેળવીને લિક્વિડ તૈયાર કરી લેવાનું છે. આ લીક્વીડને  ડાઘ પર પાંચથી દસ મિનિટ સુધી લગાવીને રહેવા દો. ત્યારબાદ સ્ક્રબ ની મદદ થી લીક્વીડને સાફ કરી લો. આ ઉપાયની મદદથી ટાઇલ્સ પર લાગેલા કાટના નિશાન અત્યંત સરળતાથી ગાયબ થઈ જશે.

2) બેકિંગ સોડા અને લીંબુ પાણી:- ઘરના દરેક ખૂણાની સફાઈ કરવા માટે તમે બેકિંગ સોડાનો ઉપયોગ કરો છો. ટાઇલ્સ સાફ કરવા માટે એક કપ પાણીમાં બે ચમચી બેકિંગ સોડા અને અડધું લીંબુનો રસ નાખો. હવે આ લિક્વિડને ટાઇલ્સ પર રેડો અને સ્ક્રબની મદદ થી સફાઈ કરો. એક થી બે વાર આ ઉપાયની મદદથી સફાઈ કરવાથી ડાઘ બિલકુલ સાફ થઈ જશે.3) મીઠું અને સરકો:- સરકો પણ જિદ્દી ડાઘો ને હટાવવા માટે તમારી મદદ કરી શકે છે. તમારે બસ ડાઘ પ્રમાણે સરકો લેવાનો અને તેમાં અડધી ચમચી મીઠું નાખવાનું છે. હવે કોઈ બ્રશ કે સ્ક્રબ ની મદદથી સફાઈ કરો. ત્રણથી પાંચ મિનિટ સુધી બ્રશની મદદથી સફાઈ  કરવા પર સિલિન્ડરના ડાઘ બિલકુલ સાફ થઈ જશે.

4) ટુથપેસ્ટ:- જો સીલેન્ડર નો ડાઘ એકદમ આછો હોય તો તમે તેને દૂર કરવા માટે ટૂથપેસ્ટ પણ ઉપયોગ કરી શકો છો. જિદ્દી ડાઘ પર ટૂથપેસ્ટ લગાવવાથી ડાઘ મહદ અંશે સાફ થઈ જાય છે. તો આ હતા કેટલાક ઉપાય જેની મદદથી તમે સરળતાથી કાટના નિશાનને હટાવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment