પીળી અને ગંદી થઈ ગયેલી ટોઇલેટની ટાંકીને સાફ કરવા અજમાવો આ 1 ટ્રીક, 2 મિનીટમાં બધી ગંદકી ગાયબ કરી થઈ જશે એકદમ નવા જેવી સાફ…

મિત્રો આપણા ઘરનો દરેક ખૂણો સાફ સુથરો હોય તો ઘર જોવામાં પણ સારું લાગે છે અને એક પોઝિટિવીટી પણ આવે છે.આપણે આપણા ઘરનો દરેક ખૂણે ખૂણે સાફ રાખીએ છીએ, ખાસ કરીને તહેવારની ઋતુમાં લગભગ દરેક પોતાના ઘરને એકદમ સ્વચ્છ રાખવાનું પસંદ કરે છે. પરંતુ કેટલાક લોકો ને બાથરૂમની સફાઈ કરવાનું સૌથી વધારે મહેનતનું કામ લાગે છે.

કેટલાક લોકો ટોયલેટ સીટને તો સાફ કરે છે પરંતુ ટોયલેટ ટેન્કની સફાઈ નથી કરતા જેના કારણે ટેન્કની અંદર પીળા નિશાન પડી જાય છે. આજે આ લેખમાં અમે કેટલીક સરળ ટિપ્સ અને હેક્સ જણાવવા જઈ રહ્યા છીએ જેને ફોલો કરીને તમે પીળી પડેલી ટોયલેટ ટેન્કને સરળતાથી સાફ કરી શકો છો, તો આવો જાણીએ.1) બેકિંગ સોડા:- જમવાનું બનાવવા કે પછી ઘરની સફાઈ કરવા માટે તમે એકવાર નહીં પરંતુ અનેકવાર બેકિંગ સોડાનો ઉપયોગ કર્યો હશે. પરંતુ તમને જણાવીએ કે બેકિંગ સોડા ના ઉપયોગ થી ટોયલેટ ટેન્ક ની અંદર પીળા પડી ગયેલા નિશાનને તમે સરળતાથી સાફ કરી શકો છો તેના માટે ફોલો કરો આ સ્ટેપ,

સૌથી પહેલા ટોયલેટ ટેન્કનું પાણી ખાલી કરી દો. બીજી તરફ બે લીટર પાણીમાં ત્રણ થી ચાર ચમચી બેકિંગ સોડા નાખીને સરસ રીતે હલાવીને મિક્સ કરી લો. આ મિશ્રણને ટોયલેટ ટેન્કમાં નાખીને એક થી બે દરેક ભાગમાં લગાવી દો અને 10 મિનિટ માટે રહેવા દો. 10 મિનિટ બાદ ક્લીનીંગ બ્રશથી ટેન્કને ઘસીને સાફ કરી લો. તેનાથી પીડા નિશાન એકદમ સાફ થઈ જશે.2) સફેદ વિનેગર:- સફેદ વિનેગર એક એવી વસ્તુ છે જેના ઉપયોગથી લગભગ દરેક જણ ટોયલેટ સાફ કરે છે પરંતુ તમને જણાવીએ કે તેના ઉપયોગથી ટોયલેટ ટેન્કની અંદર પીલા નિશાન કે કોઈપણ પ્રકારની વસ્તુના ડાઘ ને તમે સરળતાથી સાફ કરી શકો છો. તેના માટે ફોલો કરો આ સ્ટેપ,    

સૌથી પહેલા એક બે લીટર પાણીને નવશેકું ગરમ કરી લો. હવે આ પાણીમાં ત્રણથી ચાર ચમચી સફેદ વિનેગર અને બે ચમચી મીઠું નાખીને હલાવીને સરસ મિક્સ કરી લો. ત્યારબાદ આ મિશ્રણના અડધા ભાગને ટેન્કમાં નાખીને 10 મિનિટ માટે છોડી દો. દસ મિનિટ પછી મિશ્રણના બીજા અડધા ભાગને ક્લીનીંગ બ્રશમાં ડુબાડીને ટેન્ક પર ઘસો. સાફ કર્યા બાદ પાણીને ફ્લશ કરી દો. આનાથી ચપટીઓમાં જ ડાઘ સાફ થઈ જશે.3) ટોયલેટ ક્લીનર:- ટોયલેટ ક્લીનરથી માત્ર સીટ જ નહીં પરંતુ ટેન્કની પણ સફાઈ કરી શકાય છે. તેના ઉપયોગથી ટેન્ક ની અંદર લાગેલા પીળા ડાઘ કે નિશાન સરળતાથી સાફ થઈ જાય છે. તેનો ઉપયોગ કરવા માટે ફોલો કરો આ સ્ટેપ, સૌથી પહેલા ટોયલેટ ક્લીનર ટેન્ક ની અંદર નાખીને દરેક ભાગ પર લગાવીને 10 થી 15 મિનિટ સુધી છોડી દો. 10 મિનિટ બાદ ક્લીનિંગ બ્રશથી ઘસીને સાફ કરી લો અને પાણી નાખીને ફ્લશ કરી દો. ટોયલેટ ક્લીનરની જગ્યાએ તમે એસિડનો પણ ઉપયોગ કરી શકો છો.

આ વસ્તુઓનો પણ કરી શકો છો ઉપયોગ:- બેકિંગ સોડા, સફેદ વિનેગર અને ટોયલેટ ક્લીનર સિવાય અન્ય વસ્તુઓનો ઉપયોગ કરીને પણ ટોયલેટ ટેન્ક ની સફાઈ કરી શકાય છે.તેના માટે તમે હાઈડ્રોજન પેરોક્સાઈડ, લીંબુનો રસ કે પછી હાઈડ્રોજન પેરોક્સાઈડ ના ઉપયોગ થી જ ટેન્ક ની સફાઈ કરી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment