પેટની જૂની અને જિદ્દી ચરબીને ઓગળવા સવારે પિય લ્યો આ 5 માંથી કોઈ પણ 1 દેશી પીણું… વગર મહેનતે બની જશે પાતળા, ફિટ અને આકર્ષક…

આજના સમયમાં મોટાભાગના લોકો વજન વધવાની સમસ્યાથી પરેશાન રહે છે. વજન વધવાના લીધે હંમેશા સુસ્તી અને થાકનો અહેસાસ થયા કરે છે. તેનો મતલબ એ છે કે તમારું ચયાપચન એટલે કે મેટાબોલીઝ્મ યોગ્ય રીતે કામ નથી કરી રહ્યું. મેટાબોલિઝ્મ શરીરની અંદર થતી એક રાસાયણિક પ્રક્રિયા છે.

સરળ ભાષામાં સમજીએ તો તમારા શરીરમાં ભોજન ને એનર્જીમાં બદલવાને જ ચયાપચન કહેવાય છે. સ્વાભાવિક છે કે મેતાબોલિઝ્મ ધીમું થવાથી તમારા શરીરમાં ભોજન યોગ્ય રીતે નથી પચી શકતું. જેથી શરીરમાં વિષયેલા પદાર્થ અને ચરબી જમા થવા લાગે છે. સરવાળે વજન વધવાનું સૌથી મોટું કારણ પણ આ છે.વજન ઘટાડવાના  ઉપાય:- વજન ઘટાડવા માટે કોઈપણ રીત આજમાવતા પહેલા તમારે તમારુ મેટાબોલિઝ્મ  સુધારવાનું કામ કરવું જોઈએ. મેટાબોલિઝ્મ વધારીને વજન ઘટાડવા અને શરીરની એક્સ્ટ્રા ચરબીથી છુટકારો મેળવવા ના ઉપાય તો અનેક છે. તમે નિયમિત રૂપે એક્સરસાઇઝ કરી શકો છો, હેલ્ધી ડાયટ લઈ શકો છો કે પછી યોગા કરી શકો છો. જોકે કેટલાક ખાસ પ્રકારના પીણા પણ છે, જે પેટની વધારાની ચરબીને ઘટાડી શકે છે અને તે તમને એનર્જીથી પણ ભરપૂર રાખે છે.

1) સફરજન નો સરકો:- તેના માટે તમે એક ગ્લાસ પાણીમાં બે થી ત્રણ મોટા ચમચા એપલ સાઇડર વિનેગર મેળવી શકો છો અને તેને ખાલી પેટે પીવાનું છે. અને સવારમાં જલ્દી લેવું જોઈએ. એક રિપોર્ટ પ્રમાણે આ આંતરડાને સાફ કરવામાં તમારી મદદ કરે છે. આ તમારા પીએચ સ્તરને અને તમારા પેટના એસિડની સ્થિતિને પણ જાળવી રાખે છે, જેનાથી ચયાપચન વધે છે અને પેટની ચરબી સાફ થાય છે.2) બ્લેક કોફી:- બ્લેક કોફી ઉર્જા નો એક શ્રેષ્ઠ સ્ત્રોત છે. બ્લેક કોફીને લગભગ પ્રિવર્ક આઉટ ડ્રિન્ક ના રૂપમાં લઈ શકાય છે. તૂટક ઉપવાસ દરમિયાન, કીટો આહાર દરમિયાન પણ તેનો ઉપયોગ થાય છે. જો તમે ન ઇચ્છતા હોવ કે શરીરમાં ગેસ થાય તો તમે કસરતથી પહેલા બ્લેક કોફીનું સેવન કરી શકો છો. સ્પોર્ટ ન્યુટ્રિશિયનનું માનવું છે કે આનાથી કેલેરી વધારે બર્ન થાય છે અને વજન ઘટે છે. 

3) ગ્રીન ટી:- એક રિપોર્ટ પ્રમાણે ગ્રીન ટી માત્ર મેટાબોલિઝ્મ વધારવાનું કામ કરે છે. આજ કારણ છે કે આને પીવાથી ભોજન ઝડપથી પચે છે. ગ્રીન ટી જમ્યા બાદ લેવામાં આવે છે. ડાયટ એક્સપર્ટ કેટલીક વાર રાત્રિના સમયે ખાવાના વિકલ્પમાં ગ્રીન ટી પીવાની સલાહ આપે છે.4) ખાટા ફળો નો રસ:- સવારમાં ઊઠીને તમે ખાટા ફળોનો રસ પી શકો છો તમે સંતરા નો રસ કે મોસંબીનો રસ પી શકો છો આ જ્યુસમાં એસિડનું પ્રમાણ હોય છે. આ તમારા ચયાપચનને વધારવાનું કામ કરે છે. ની:શઁકપણે આનાથી સીધી રીતે વજન ઓછું નહીં થાય પરંતુ તમને સારા વિટામિન અને ખનીજ મળી શકે છે, જેના કારણે પેટની ચરબી ઘટાડી શકાય છે.

5) પાણી:- સફેદ પાણીમાં ખૂબ જ તાકાત હોય છે પાણીનું સેવન તમારી માસ પેશીઓને જાળવી રાખવામાં મદદ કરે છે. આ સુતી વખતે પણ કેલેરી બર્ન કરવામાં મદદ કરે છે. પાણી માસપેશીઓને જાળવી રાખીને ફેટ બાળવામાં મદદ કરે છે. પાણી તમારા ડાયટ નો મુખ્ય ભાગ છે. તમે ઉપર જણાવ્યા પ્રમાણે કેટલાક ડ્રીંક લો પરંતુ, પૂરતી માત્રામાં પાણી નું સેવન પણ જરૂરી છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment