મિત્રો તમે કદાચ બવાસીર વિશે સાંભળ્યું હશે. જેમાં સામાન્ય રીતે દર્દીને મસો થવાની તકલીફ વધી જાય છે. આ તકલીફના ઈલાજ માટે તમે કદાચ ઘણી દવાઓનું સેવન પણ કરતા હશો. પરંતુ જો તમે દવાનું સેવન કરવા ન માંગતા હો, તો તમે અમુક એક્યુપ્રેશર પોઈન્ટ દબાવીને પણ આ તકલીફથી આરામ મેળવી શકો છો. ચાલો તો આ પોઈન્ટ વિશે વિસ્તારથી જાણી લઈએ.
પાઇલ્સથી અસરગ્રસ્ત વ્યક્તિના એનસ એટ્લે કે કિડનીમાં મસ્સા બની જાય છે. જેમાં ઘણા વધારે દુખાવાનો સામનો કરવો પડે છે. સાથે જ પાઇલ્સ અથવા બવાસીરના કારણે દર્દીને ચાલવા, બેસવા અને દૈનિક જીવનના કાર્યો કરવામાં પણ મુશ્કેલી પડે છે. અમુક દર્દીઓને મળ ત્યાગ વખતે મળમાં લોહી આવે છે. તે એક એવી સમસ્યા છે જે દૈનિક જીવનને અસર કરી શકે છે.
તેવામાં સમય રહેતા ઈલાજ કરાવવો ખૂબ જ જરૂરી છે. પાઇલ્સનો જો સમયસર ઈલાજ કરવામાં ન આવે તો, તે ગંભીર રૂપ ધારણ કરી શકે છે. પાઇલ્સની સમસ્યાનો ઘણા પ્રકારે ઈલાજ કરી શકાય છે. પરંતુ ઘરે તમે એક્યુપ્રેશર પોઇન્ટ્સ દબાવીને પણ આ સમસ્યાનો ઈલાજ કરી શકો છો. આ પોઈન્ટ તમારી તકલી વધવાથી રોકે છે અને તમને જલ્દી આરામ મેળવવામાં મદદ કરે છે.
બવાસીર માટેના એક્યુપ્રેશર પોઇન્ટ્સ : પાઇલ્સ અથવા બવાસીરની તકલીફને ઘટાડવા માટે તમે વૈકલ્પિક ઉપચારની મદદ લઈ શકો છો. એક્યુપ્રેશર પોઇન્ટ્સ પણ તે જ વૈકલ્પિક ઉપચારોમાંથી એક છે. તે બવાસીરની સમસ્યામાં ખુબ જ અસરકારક થઈ શકે છે. આવો વિસ્તારથી જાણીએ તેના વિશે.
UB-57 એક્યુપ્રેશર પોઈન્ટ : શરીરના ક્યાં ભાગમાં હોય છે – UB 57 એક્યુપ્રેશર પોઈન્ટ પગની પાછળ મધ્ય રેખા પર અને પેટની ગેસ્ટ્રોક્નેમિયસ માંસપેશી નીચે સ્થિત હોય છે. આ એક્યુપ્રેશર પોઈન્ટની મદદથી તમે પાઇલ્સની સમસ્યાને દૂર કરી શકો છો. આ સિવાય તે તમારી અન્ય સમસ્યાઓ જેવી કે કબજિયાત, પીઠમાં દુખાવો, પગમાં દુખાવો, બ્લડ સર્ક્યુલેશનને સરખું કરવામાં મદદ કરે છે.
UB-60 એક્યુપ્રેશર પોઈન્ટ : આ પોઈન્ટ પગમાં બહારી મેલેલેલસની પાછળ હોય છે. આ એક્યુપ્રેશર પોઈન્ટની મદદથી બવાસીરની સમસ્યાનો ઈલાજ કરી શકાય છે. તે સિવાય પણ તે અન્ય ઘણી સમસ્યાઓથી રાહત અપાવી શકે છે. જેમાં સાઈટિકા, માથાનો દુખાવો, ગરદન જકડાઈ જવી, આંખોનું ધૂંધળાપણું વગરે સમાવિષ્ટ છે. જો તમે પાઇલ્સની સમસ્યાને દૂર કરવા માંગો છો, તો આ એક્યુપ્રેશર પોઇન્ટ્સને થોડી વાર માટે દબાવો.
SP6 એક્યુપ્રેશર પોઈન્ટ : આ પોઈન્ટ પગના અંદરના ભાગમાં આ પોઇન્ટ્સ આવેલા હોય છે. પાઇલ્સની સમસ્યાને દૂર કરવા માટે પગના અંદરના ભાગમાં એડી નીચે આંગળીથી હળવું દબાણ આપવું. લગભગ એક મિનિટ સુધી રોકીને રાખવું. આ પ્રક્રિયાને વારંવાર કરવાથી પાઇલ્સની સમસ્યાથી છૂટકારો મેળવી શકાય છે.
SP8 એક્યુપ્રેશર પોઈન્ટ : ક્યાં સ્થિત હોય છે – આ પોઈન્ટ પગના આગળના ભાગમાં થોડા નીચે રહેલા હોય છે. આ પોઇન્ટને નિયમિત રૂપથી દબાવવાથી બવાસીરની સમસ્યાથી રાહત મેળવી શકાય છે. તેનાથી પેટની સમસ્યા, પેશાબમાં મુશ્કેલી, પેચીશ, એડીમાં જેવી સમસ્યાથી રાહત મેળવી શકાય છે.
બવાસીરની સમસ્યાને દૂર કરવા માટે આ બધા જ પોઇન્ટ્સ તમારા માટે લાભદાયી છે. આ પોઇન્ટ્સને દબાવવાથી માત્ર પાઇલ્સની જ નહીં, પરંતુ અન્ય ઘણા પ્રકારની સમસ્યાઓ પણ દૂર થઈ શકે છે. જો કે ધ્યાન રહે કે, જો તમે જાતે એક્યુપ્રેશર ન કરી શકતા હોય તો, તે માટે કોઈ એક્સપર્ટની સલાહ જરૂરથી લેવી જોઈએ.
આમ એક્યુપ્રેશર પોઈન્ટની મદદથી તમે બવાસીર જેવી ગંભીર સમસ્યાથી છુટકારો મેળવી શકો છો. પરંતુ તમારી તકલીફ વધારે છે તો તમારે તરત જ ડોક્ટર પાસે જાવું જોઈએ. નહિ તો આ બીમારી જીવલેણ સાબિત થઈ શકે છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી