સતત પગના દુખાવા થતા હોય તો તમારા શરીરમાં ઘટે છે આ ખાસ વસ્તુ, દુખાવાની દવાઓ ખાતા પહેલા જાણો તેની પાછળનું કારણ અને ઈલાજ…

મિત્રો તમે કદાચ જોયું હશે કે, આજના સમયમાં લગભગ મોટાભાગના લોકોમાં પગનો દુખાવો રહેતો હોય છે. આ પરેશાની લગભગ મોટાભાગના લોકોને રહેતી હોય છે. તેમજ આ દુખાવાથી રાહત મેળવવા માટે તમે ઘણી દવાઓનું પણ સેવન કરતા હશો. તમે તેનાથી કોઈ ફર્ક દેખાતો નથી. પરંતુ જો તમારા પગમાં સતત દુખાવો રહેતો હોય તો તેના માટે વિટામિન્સ અને મિનરલ્સની ઉણપ પણ જવાબદાર હોય શકે છે.

જો પગમાં દુખાવો થાય તો તેની અસર આપણી દિનચર્યા પર વધુ થતી હોય છે. ઘણા લોકોને તો એટલો દુખાવો થાય છે કે, તેમને ચાલવામાં પણ તકલીફ થાય છે. આમ પગના દુખાવાથી રાહત મેળવવા માટે આપણે ઘણા પ્રકારના ઉપાયો અપનાવીએ છીએ. પરંતુ પગનો દુખાવો ઓછો નથી થતો. તેનું કારણ તમારા શરીરમાં પોષક તત્વોની ઉણપ છે. એટલે કે પગના દુખાવાના ઘણા સામાન્ય કારણ હોય શકે છે. જેમાંથી વિટામીન ડી, મેગ્નેશિયમ, આયરન જેવા વિટામિન્સ અને મિનરલ્સ સામેલ છે. ચાલો તો આના વિશે વિસ્તારથી જાણી લઈએ.

આયરનની કમી : શરીરમાં આયરનની કમીને કારણે પગમાં દુખાવો થઈ શકે છે. શરીરમાં આયરનની કમી થવા પર લેગ્સ સિન્ડ્રોમનો દુખાવો થઈ શકે છે. આ સ્થિતિ ગર્ભવતી મહિલામાં વધુ જોવા મળે છે. રેસ્ટલેસ લેગ્સ સિન્ડ્રોમના દુખાવામાં સુધાર માટે ડોક્ટર તમને આયરન સપ્લીમેન્ટ લેવાની સલાહ આપે છે. આ સિવાય થોડા આહાર અને થેરેપી દ્વારા પણ શરીરમાં આયરનની કમી પૂરી કરી શકાય છે.

વિટામીન બી-12 : શરીરમાં વિટામીન બી-12 ની કમીથી પણ પગમાં દુખાવો થઈ શકે છે. વાસ્તવમાં વિટામીન બી-12 આપણા શરીરમાં રેડ બ્લડ સેલ્સ અને તંત્રિકા તંત્રના કાર્યને સુધારવા સિવાય અન્ય ગતિવિધિઓમાં પણ મદદ કરે છે. આમ શરીરમાં વિટામીન બી-12 ની કમી થવા પર કમજોરી અને થાકનો અનુભવ થાય છે. આથી વિટામીન બી-12 થી ભરપુર આહાર જેવા કે, માછલી અને શેલફીશ, બીન્સ, દૂધ, ડ્રાયફ્રુટ, બીજ વગેરેનું સેવન કરો. તેનાથી ઘણો લાભ મળે છે.

મેગ્નેશિયમ : શરીરમાં મેગ્નેશિયમની કમીથી પગના દુખાવો થઈ શકે છે. મેગ્નેશિયમ આપણા શરીરમાં માંસપેશીઓને મજબુત કરવાનું કામ કરે છે. તેવામાં મેગ્નેશિયમની કમીથી પગમાં દુખાવો, માંસપેશીઓ નબળી થઈ જાય છે. આથી હંમેશા પોતાના આહારમાં મેગ્નેશિયમથી ભરપુર આહાર જેમ કે, કેળા, બીન્સ, દૂધ વગેરેને સામેલ કરો.

વિટામીન ડી : માંસપેશીઓને મજબુતી આપવા માટે વિટામીન ડી ખુબ જ જરૂરી છે. આ પોષક તત્વની કમીથી તમને પગના દુખાવાની તકલીફ થઈ શકે છે. આ સમયે શરીરને ભરપુર માત્રામાં વિટામીન ડી ની જરૂર પડે છે. શરીરમાં વિટામીન ડી ની કમી પૂરી કરવા માટે તમે સૂર્ય પ્રકાશમાં થોડો સમય બેસવું જોઈએ. આ સિવાય તમે પોતાના આહારમાં દૂધ, માછલી, ઈંડા, દહીં, મશરૂમ વગેરે વસ્તુઓ સામેલ કરો. આ ખાદ્ય પદાર્થથી વિટામીન ડી ની કમી પૂરી કરી શકાય છે.

પોટેશિયમની કમી : શરીરમાં પોટેશિયમની કમીથી પગનો દુખાવો થઈ શકે છે. વાસ્તવમાં પોટેશિયમ માંસપેશીઓ અને હાડકાઓને મજબુત બનાવી રાખવામાં મદદ કરે છે. તેવામાં આ મિનરલ્સની કમી થવા પર પગનો દુખાવો થઈ શકે છે. શરીરમાં પોટેશિયમની કમી પૂરી કરવા માટે પોતાના આહારમાં કિશમિશ, તરબૂચ, બટેટા, એવોકડો વગેરે જેવા આહાર સામેલ કરો. તેનાથી શરીરમાં પોટેશિયમની કમી પૂરી થાય છે.

આમ શરીરમાં પોષક તત્વોની કમીથી પગનો દુખાવો થઈ શકે છે. આથી પોતાના આહારમાં પોષક તત્વોને સામેલ કરો. તકલીફ વધવા પર ડોક્ટરની સલાહ લો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment