લવિંગના આ ચાર પ્રયોગ તમારા વાળની તમામ સમસ્યાને કરી દેશે ગાયબ, અને બનાવી દેશે એકદમ કાળા, ઘાટા, લાંબા અને મજબુત… જાણો ઉપયોગની રીત અને ફાયદા…

મિત્રો દરેક મહિલા ઈચ્છે છે કે, તેના વાળ મજબુત, મુલાયમ અને સુંદર હોય. આ માટે તમે કદાચ ઘણા મોંઘા પ્રોડક્ટનો ઉપયોગ પણ કરતા હશો. પરંતુ જો તમારા વાળ ખરે છે, તૂટે છે, તેમજ નબળા છે તો તમારે એક વખત લવિંગના આ ઉપાય જરૂરથી કરવા જોઈએ.

વાળની સારસંભાળ કરવી સરળ નથી, પરંતુ જો તમે અવગણો છો તો તે વાળની સમસ્યાને વધારી શકે છે. જેમ કે, ઋતુ બદલાતા વાળમાં ખોડો, વાળ ખરવા અને સફેદ વાળ થવા જેવી સમસ્યાઓ થાય છે. આ બધી સમસ્યાઓથી બચવા માટે એક ઉપાય એ છે કે, તમે પહેલેથી જ વાળની સંભાળ રાખવી જોઈએ. અક્સર લોકો વાળની સંભાળ માટે મોંઘા મોંઘા હેર પ્રોડક્ટનો ઉપયોગ કરતા હોય છે. જેમ કે શેમ્પુ, કંડીશનર, હેર ઓઈલ, હેર સીરમ વગેરે.

પરંતુ આ પ્રોડક્ટના જેટલા ફાયદા નથી થતા તેના કરતા નુકશાન વધુ થાય છે. તેવામાં કુદરતી વસ્તુઓનો ઉપયોગ કરવો જોઈએ. જે વાળને કોઈ નુકશાન નથી કરતા. આવી જ એક વસ્તુ છે જે તમારા વાળને હેલ્દી રાખવાની સાથે વાળની ઘણી સમસ્યાઓને દુર કરવામાં તમારી મદદ કરે છે. તો ચાલો આપણે લવિંગના કેટલાક ફાયદાઓ વિશે જાણી લઈએ.

ખોડાથી છુટકારો મેળવવા માટે લવિંગનું પાણી : ખોડો એ દરેક વ્યક્તિને પરેશાન કરે છે. જો કે ઋતુને કારણે ખોડો થાય કે પછી વાળની યોગ્ય રીતે સંભાળ ન થવાથી પણ ખોડો થઈ શકે છે. તમે વાળ માંથી ખોડો ઓછો કરવા માટે લવિંગનો ઉપયોગ કરી શકો છો. વાસ્તવમાં લવિંગનું પાણી તમારી આ સમસ્યામાં મદદ કરી શકે છે. લવિંગના પાણીમાં એન્ટી બેકટેરીયલ ગુણ હોય છે, જે વાળને ક્લીઝિંગ કરીને ખોડાને ઓછો કરવામાં મદદ કરે છે. આ સિવાય તે વાળમાં ખંજવાળને પણ ઓછી કરે છે. આ માટે લવિંગને પાણીમાં નાખીને ઉકાળી લો અને પછી માથામાં આ પાણીને નાખો.

ખોડાને દુર કરવા માટે લવિંગનું તેલ : સ્કેલ્પના ઇન્ફેકશનને દુર કરવા માટે લવિંગના તેલથી માથા પર માલીશ કરો. તેમાં એન્ટી માઈક્રોબાયલ અને એન્ટી ફંગલ ગુણ હોય છે. આથી તે તમારા માથાની ચામડીને સાફ કરવામાં મદદ કરે છે. લવિંગના તેલમાં રહેલ રસાયણિક યુજેનોલ પણ એક ઉત્કૃષ્ટ એન્ટીસેપ્ટિક છે, જે વાળની કોઈ પણ મુશ્કેલીને દુર કરી શકે છે. આમ એક વાસણમાં નાળિયેરનું તેલ લો તેમાં લવિંગ મિક્સ કરો. હવે તેને ઉકાળો અને વાળમાં નાખો.

લાંબા વાળ માટે લવિંગથી બનાવો હેર પેક : તમે લવિંગનું હેર પેક બનાવીને પોતાના વાળ માટે હેર પેક બનાવી શકો છો. વાસ્તવમાં લવિંગને પીસીને અને તેમાં એલોવેરા મિક્સ કરો, આમ આ હેર પેક બની જશે. તેને વાળમાં લગાવવાથી વાળનો વિકાસ થાય છે. તે વાળને જડથી પોષણ આપે છે. વાળના રોમને ઓક્સીજનની આપૂર્તિ કરે છે. જેનાથી વાળ લાંબા થાય છે.

સફેદ વાળ માટે લવિંગનો લેપ : સફેદ વાળ માટે લવિંગનો લેપ ફાયદાકારક છે. વાળને ફરીથી જીવંત કરવા માટે તમે લવિંગનો લેપ બનાવીને પોતાના વાળમાં લગાવો. આ માટે લવિંગના તેલના એક ભાગને ત્રણ ભાગમાં ઓર્ગેનિક યુકેલીપ્ટસ તેલમાં મિક્સ કરો. હવે તેમાં થોડી ફટકડી પીસીને ઉમેરો. પછી અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વખત સ્કેલ્પમાં માલીશ કરો. તેનાથી બ્લડ સર્ક્યુલેશન સારું થશે, અને વાળને કાળા કરવામાં મદદ મળે છે.

વાળ માટે લવિંગનું તેલ એક પ્રાકૃતિક ઉપાય છે. તે વાળના વિકાસને વધારે છે. આ સિવાય દરરોજ લવિંગના તેલના ઉપયોગથી બ્લડ સર્ક્યુલેશન સારું થાય છે અને તમારા વાળ જડથી મજબુત બને છે. આમ લવિંગનું તેલ તમારા વાળ માટે એક હેલ્દી સાબિત થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment