દરેક સ્ત્રીઓ પાંચ બાબતનું રાખો ખાસ ધ્યાન… 50 ડીગ્રી તાપમાનમાં પણ નહી લાગે તડકો.. જાણો.
મિત્રો ઋતુ પ્રમાણે આપણા શરીરનું સંતુલન બનતું અને બગડતું હોય છે. કેમ કે ઋતુમાં ફેરફાર થવાના કારણે આપણે ઘણી વાર બીમાર પણ પડી જતા હોઈએ છીએ. જેના કારણે ઘણી વાર આપણે ગંભીર સમસ્યાનો પણ સામનો કરવો પડતો હોય છે. તો આજે અમે તમને એવી એક વાત જણાવવા જઈ રહ્યા છીએ.
મિત્રો આપણે બધા જાણીએ છીએ કે ઉનાળો ખુબ જ તપી રહ્યો છે. જેના કારણે લોકો ત્રાહિમામ પુકારી જતા હોય છે. આપણે ગરમીની ઋતુમાં હેલ્થને લઈને ખુબ જ સાવધાની રાખવાની જરૂર હોય છે. આ સમયમાં ખુબ જ આસાનીથી આપણી તબિયત ખરાબ થઇ શકે છે. તો આજે અમે તમને આ ઉનાળાની ગરમીથી બચવાના અને બીમાર ન પડો તેના ઉપાય જણાવશું. આ ઉપાય એટલા સરળ અને આસાન છે કે તમે ગમે ત્યાં કરી શકો છો. જે શરીરને મજબુતી આપશે અને બીમારી તમારા શરીરમાં નહિ પ્રવેશ કરે. તો ચાલો જાણીએ તે ઉપાય વિશે.
મિત્રો ગરમીના સમયમાં માણસને સૌથી વધારે જરૂર પાણીની હોય છે. કેમ કે આપણા શરીરને તડકો લાગે એટલે આપણા શરીરની અંદર ભ્રમણ કરતુ બધું જ પાણી બળી જતું હોય છે. જેન કારણે આપણા શરીરનો અંદરનો ભાગ સુકાવવા લાગે છે. જેના કારણે આપણા શરીરમાં ડીહાઈડ્રેશન થાય છે. જેના કારણે વ્યક્તિ ઘણી વાર મૃત્યુ પણ પામી જતા હોય છે. તો મિત્રો તેના માટે રોજ સવારે ઉઠીને જેટલું પીવાય એટલું પાણી પીય લેવાનું. અને આખો દિવસ બીજા પીણા જેવા પદાર્થો કરતા પાણીનું સેવન વધારે કરવું જોઈએ. અને ખાસ વાત કે ગરમીથી બચવા માટે ચા અને કોફી જેવા પદાર્થનું સેવન બિલકુલ પણ ન કરવું જોઈએ. બને એટલો હળવો ખોરાક ખાવો જોઈએ અને પાણી પીવાની માત્રા ઉનાળામાં વધારે રાખવી જોઈએ. તેનાથી તમારું શરીર ખુબ જ હળવું રહેશે અને તડકો પણ નહિ લાગે.
તડકો અને ગરમીથી બચવા માટે રોજ નાળીયેર પાણી પીવું જોઈએ. નાળીયેર પાણી તડકામાં અને ગરમીમાં ખુબ જ ફાયદાકારક રહે છે. નાળીયેર પાણી ગરમીના દિવસોમાં અમૃત સમાન કામ આપે છે. નાળીયેર પાણીમાં પોષકતત્વ ખુબ જ પ્રમાણમાં હોય છે જેના કારણે આપણને ભૂખ ઓછી લાગે છે. તેનાથી આપણા શરીરમાં પાણીનું પણ સંતુલન જળવાઈ રહે છે. જેના કારણે બોડી ડીહાઈડ્રેશન જેવી સમસ્યા નથી થતી. એટલા માટે ખુબ જ તડકો હોય ત્યારે નાળીયેર પાણીનું સેવન અવશ્ય કરવું જોઈએ.
મિત્રો ગરમીમાં દહીં પણ ખુબ જ સારું કામ આપે છે આપણને તાપથી બચાવવા માટે. દહીંમાં ઘણા પ્રકારના એન્ટીબાયોટીક હોય છે. જેના કારણે ગરમીમાં આપણા પેટમાં પાચનક્રિયા ક્રિયાને સક્રિય કરે છે. જેના કારણે ઉનાળામાં અપચા જેવા પ્રશ્નો નથી ઉદ્દભવતા. એટલા માટે ઉનાળામાં બની શકે એટલું વધારે દહીંનું સેવન કરવું જોઈએ.
ગરમીના સમયગાળામાં હંમેશા સવારના નાસ્તામાં ફળોનું સેવન વધારે કરવું જોઈએ. કેમ કે ફલા આપણા શરીરમાં ખુબ જ તાજગી ભરે છે. જેના કારણે આપણું શરીર આખો દિવસ તડકા એનર્જી સહીત ટકી રહે છે અને કામ કરવા માટે આપણે સક્ષમ રહીએ છીએ. પરંતુ ગરમીના સમયમાં શરીરને ઠંડક આપવા માટે ચણાનું પણ સેવન કરવું જોઈએ. ચણાનું સેવન કરવાથી આપણું ગળું સુકાતું નથી અને આખા શરીરમાં ઠંડક ફેલાયેલી રહે છે. જેના કારણે આપણા અંગોમાં થતી બળતરા પણ નથી થતી.
ઉનાળામાં આ ત્રણ વસ્તુનું સેવન બપોરે ખાસ કરવું જોઈએ. જો આ ત્રણ વસ્તુનું સેવા બપોરે કરવામાં આવે તો ક્યારેય પણ તડકો કે ગરમી લાગતી નથી. તે ત્રણ વસ્તુ છે કોથમરી, ફુદીનો અને ડુંગળી. ઉનાળામાં બપોરે જમવાનું પચાવવા માટે કોથમરી, ફુદીનો અને ડુંગળીનું સેવન જરૂર કરવું જોઈએ. જો અ ત્રણ વસ્તુને મિક્સ કરીને તેની ચટણી બનાવીને તેનું સેવન કરવામાં આવે તમારી સેહ્દ પર ગરમીની કોઈ પણ અસર થતી નથી. જમેલો ખોરાક પણ તરત પાચન થઇ જાય છે. જેના કારણે અપચા જેવી સમસ્યા પણ નથી થતી.
તો મિત્રો માત્ર આટલું ધ્યાન આપણા શરીર માટે રાખવામાં આવે તો ક્યારેય પણ ગરમીની થતી નથી. તો મિત્રો આ બાબતનું ખાસ ધ્યાન રાખો અને તમારી સેહદને જાળવી રાખો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google