વ્યક્તિના મૃત્યુ પછી પણ ભટકે છે આત્મા આટલા દિવસ… જાણો કોણ તેને ઓળખી શકે છે.
મિત્રો જન્મ અને મૃત્યુ એ મનુષ્ય જીવનનું એક એવું રહસ્ય છે કે જેને આજ સુધી કોઈ ઉકેલી શક્યું નથી. વૈજ્ઞાનિકોએ પણ ઘણી શોધો કરી પરંતુ તેઓ જન્મ અને મરણ વિશેની સચોટ માહિતી નથી મેળવી શક્યા અને તેના દરેક પ્રયસો પણ નિષ્ફળ ગયા છે. પરંતુ આપણા હિંદુ ધર્મના પૌરાણિક ગ્રંથોમાં જન્મ અને મૃત્યુ વિષે ઘણા બધા રહસ્યોની વાત જણાવવામાં આવી છે. તેના આધારે આજે અમે આ લેખમાં તમને જણાવશું કે શું મૃત્યુ બાદ આપણી આત્મા ભટકે છે ? અને ભટકે છે, તો તે કેટલા દિવસ ભટકે છે. મિત્રો મૃત્યુ વિશેની રોચક માહિતી જાણવા માટે આપણે હંમેશા ઉત્સુક રહેતા હોઈએ છીએ તો આ રોચક માહિતી જાણવા માટે પૂરો લેખ અવશ્ય વાંચજો. જેનાથી ઘણી બધી તમારા જીવનને લગતી માહિતી મળી જશે.
મિત્રો જ્યારે ઘરમાં કોઈ બાળકનો જન્મ થાય એટલે તરત જ ખુશી છવાય જતી હોય છે. પરંતુ જ્યારે ઘરમાં કોઈ વ્યક્તિ મૃત્યુ પામે છે ત્યારે ઘરમાં અને ઘરની આસપાસ પણ એક સન્નાટો અને દુઃખ છવાય જતું હોય છે. મૃત્યુ વિશે દરેક વ્યક્તિ એવું વિચારે કે વ્યક્તિના મૃત્યુ બાદ તે આત્મા તેનું શરીર છોડીને જતી રહી છે અને તેની આત્મા તરત જ એક નવા શરીરને ધારણ કરે છે.
પરંતુ મિત્રો તમને જણાવી દઈએ કે આપણા પૌરાણિક ગ્રંથો અનુસાર એવું નથી થતું. મૃત્યુ બાદ આત્મા શરીર તો છોડે જ છે. પરંતુ તે તરત જ કોઈ અન્ય શરીરને ધારણ નથી કરતુ. પરંતુ વ્યક્તિના મૃત્યુ બાદ વ્યક્તિની આત્મા 14 દિવસ સુધી તેના ઘરની આસપાસ રહેતી હોય છે. આ આત્મા અદ્રશ્ય રૂપે રહે છે. તે આત્માને કોઈ જોઈ કે અનુભવી નથી શકતું. પરંતુ જે વ્યક્તિ શૈતાની શક્તિ અને આત્માની બાબતમાં નિષ્ણાંત હોય છે તેને આત્મા દેખાય છે. તેમજ ઘરમાં તે વ્યક્તિ સાથે જે વ્યક્તિને સૌથી વધારે લગાવ હોય છે તે વ્યક્તિ પણ તેની આત્માને જોય શકે છે અથવા તેના હોવાનો અહેસાસ અનુભવી શકે છે.
આ ઉપરાંત એવું પણ કહેવાય છે કે વ્યક્તિ જ્યારે પોતાના અંતિમ શ્વાસ ગણી રહી હોય એટલે કે તે મૃત્યુને ભેટવા જઈ રહી હોય ત્યારે જો તે કોઈ શૈતાની વ્યક્તિનું સ્મરણ કરે તો તે વ્યક્તિની આત્મા ભૂત બની જાય છે અને તે હંમેશા લોકોને પરેશાન કરવા લાગે છે. તેથી જ ગીતામાં કહેવાયું છે કે મૃત્યુ સમયે વ્યક્તિએ હંમેશા ભગવાનનું સ્મરણ જ કરવું જોઈએ તેનાથી આત્માને મુક્તિ મળે છે.
તમે પણ જોયું હશે કે કોઈ વ્યક્તિ પોતાના છેલ્લા શ્વાસ ગણી રહી હોય છે, તો તેની આસપાસના વ્યક્તિઓ તેના સગા સંબંધીઓ તેને ગીતા સંભળાવતા હોય છે. તેનું કારણ જ એ છે કે વ્યક્તિની આત્મા હંમેશા માટે ભટકે નહિ અને તેની આત્માને મુક્તિ મળી જાય. અહીં કહેવાનું તાત્પર્ય એ છે કે વ્યક્તિ જ્યારે પોતાના અંતિમ સમય પર પહોંચે અને મૃત્યુનો સમય આવી ગયો હોય ત્યારે તેણે ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. તેનાથી આત્મા વધારે ભટકતી નથી. આવું કરવાથી તેને તેના કર્મો અનુસાર ભગવાનના ધામમાં જગ્યા મળે છે અથવા તેના કર્મોને આધીન કોઈ શરીર પ્રાપ્ત થાય છે.
પરંતુ મૃત્યુ બાદ 14 દિવસ સુધી તો આત્મા ઘરની આસપાસ રહે છે તે વાત પૌરાણિક ગ્રંથો અનુસાર એકદમ સત્ય છે. ભલે તેને કોઈ જોય નથી શકતું પરંતુ આત્માની હાજરી ત્યાં જ હોય છે. પણ તેની ખાતરી કોઈ પશુ અથવા કુતરા પણ કરાવતા હોય છે. તેવું માનવામાં આવી રહ્યું છે. અમુક ખાસ પ્રકારના પ્રાણીઓ આત્માને પણ જોઈ શકે છે.
તો મિત્રો તમારું શું કહેવું છે આત્મા વિશે એ આપણી આસપાસ હોય કે ન હોય. કોમેન્ટ કરીને અવશ્ય જણાવો.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
Very good
આત્મા ને અગ્નિ બાળી નથી શકતો,પવન શુકવી નથી શકતો અને પાણી એને ભિંજવી નથી શકતું તો પછી આપણે તો માનવી છીએં આપણી શી વિસાત…
પરંતુ ખૂબ જ સારું લાગ્યું આ લેખ વાંચી ને…
Very nice good job