ઉનાળામાં દરેક મહિલાએ સવારમાં ખાવી જોઈએ આ વસ્તુઓ, કબજિયાત, ગેસ અને પેટ ફૂલવા જેવી અનેક સમસ્યાઓ થઈ જશે ગાયબ…

મિત્રો જેમ કે તમે જાણો છો તેમ હવે ધીમેધીમે ઉનાળાના દિવસો શરુ થઈ ગયા છે અને તાપમાન વધી રહ્યું છે. આથી શરીરને ઠંડક આપવા માટે લોકો અનેક વસ્તુઓનો ઉપયોગ કરે છે. ખાસ કરીને મહિલાઓ આ ઉનાળામાં ખુબ જ અકળામણનો અનુભવ કરે છે. જો કે ઉનાળામાં ઘણી વસ્તુઓના સેવનથી તમને ગેસની સમસ્યા થઈ શકે છે. આથી ઉનાળામાં કંઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ તે જાણી લેવું જરૂરી છે.

ઋતુ અનુસાર ખાનપાનમાં ફેરફાર કરવો જરૂરી હોય છે. એવું એટલા માટે કારણ કે, ખાનપાનમાં ફેરફાર ન કરવાથી તમે બીમાર થઈ શકો છો. તેવામાં જ્યારે ઉનાળો શરુ થઈ રહ્યો છે, તે અનુસાર ખાનપાન કરવું જોઈએ. આજે આપણે ઉનાળામાં મહિલાઓના નાસ્તા વિશે વાત કરીશું. એવું એટલા માટે કારણ કે મહિલાઓ ઘરકામ અને ઓફિસના કામકાજને કારણે પોતાના પર ધ્યાન નથી આપી શકતી.

આથી ઉનાળામાં બેદરકારીને કારણે ડીહાઈડ્રેશન, મતલી, ઉલટી, ઝાડા, માથું દુખવું અને કમજોરીનું કારણ બની શકે છે. આ સિવાય મહિલા ગર્ભવતી છે અથવા માસિક શરુ છે તો આ બધી પરેશાનીની સાથે બ્લોટિંગ, પેટમાં દુખાવો અને મુડ સ્વીંગની સમસ્યા વધી શકે છે. આથી તમારે કોશિશ કરવી જોઈએ કે, તમે સવારે નાસ્તામાં એવી વસ્તુઓનું સેવન કરો જે તમને આખો દિવસ સ્વસ્થ રાખે અન્ય પરેશાનીથી બચાવે. તો ચાલો જાણીએ મહિલાઓ માટે ઉનાળામાં બ્રેકફાસ્ટ છે સૌથી બેસ્ટ.

પપૈયું અને કાકડી : મહિલાઓએ સવારના નાસ્તામાં પપૈયું અને કાકડીને જરૂર સામેલ કરવી જોઈએ. આ બંને વસ્તુઓ પેટને હેલ્દી રાખવાની સાથે શરીરને ઠંડક પ્રદાન કરે છે. પપૈયા અને કાકડીનો ખાસ ગુણ એ છે કે, આ બંને ફાઈબરથી ભરપુર છે. બંનેમાં પાણીનું પ્રમાણ વધુ રહેલું છે. તેને ખાવાથી તમારા પેટને ઠંડક મળે છે. સાથે તે પિત્તને બેલેન્સ રાખવાની સાથે શરીરનું પીએચ પણ યોગ્ય રાખે છે. પેટને લગતી સમસ્યાઓ જેવી કે ગેસ, એસીડીટી અને અપચોને દુર કરવામાં મદદ કરે છે. આ સમસ્યાઓથી બચવા માટે તમારે ઉનાળામાં આ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

સત્તુ પીવો : સત્તુની ખાસ વાત એ છે કે, તે પેટને ઠંડક આપે છે. આ એસીડીટીને શાંત કરે છે. જયારે માસિકમાં થતી બ્લોટિંગની સમસ્યાને પણ ઓછી કરે છે. આ સિવાય ચણાથી બનેલ સત્તુમાં આયરનની સારી માત્રા હોય છે. જે શરીરમાં લોહીની કમીને દુર કરે છે. આ સિવાય તેનું ફાઈબર કબજિયાત વગેરેની સમસ્યાને પણ ઓછી કરવામાં મદદ કરે છે.

દહીં પૌઆ : શું તમે ક્યારેક દહીં પૌઆ ખાધા છે ? જો નહિ, તો ઉનાળાની ઋતુ આવતા જ તમારે જરૂરથી ખાવા જોઈએ. તેમાં પૌઆ દહીંમાં પલાળીને બનાવવામાં આવે છે. તેમાં તમે ઈચ્છો તો પૌઆ ઓછા અને દહીં વધુ નાખી શકો છો. જેના કારણે તેનું ફાઈબર તમારા પેટને હેલ્દી રાખે છે. ડાઈજેશનને સારું કરે છે. તેનાથી તમને એસીડીટી અને અપચો પણ નહિ થાય.

મગદાળની ખીચડી અને ફુદીનાની ચટણી : મગ દાળની ખીચડી જ્યાં પ્રોટીનથી ભરપુર છે અને મહિલાઓમાં કમજોરી દુર કરવાનું કામ કરે છે. ફુદીનાની ચટણી પાચનમાં મદદ કરે છે. આ બંનેને ખાવાથી મહિલાઓમાં કમજોરીની સમસ્યા દુર થઈ જાય છે. આ સિવાય આ પેટ માટે પણ હેલ્દી છે અને તેનાથી લૂ થી બચવામાં પણ મદદ મળે છે.

દુધીના પરાઠા : દુધીના પરાઠા ઉનાળાના બેસ્ટ પરાઠા છે. દુધીના પરાઠા જ્યાં પેટ માટે ઠંડા હોય છે અને તેને ખાવાથી તેનું પાચન પણ થઈ જાય છે. સાથે તેને ખાવાથી પેટ ભારે ભારે પણ નથી લાગતું અને પેટ લાંબો સમય હેલ્દી રહે છે. આ સિવાય પણ દુધીના પરાઠા ઘણી રીતે ફાયદાકારક છે. જેમ કે એનર્જી બુસ્ટ છે. પાચન તંત્રને ઠીક કરે છે અને કબજિયાત જેવી સમસ્યા દુર કરે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment