વજન ઘટાડવાથી લઈ ઉનાળાની બીમારીઓ દુર રાખવા સહિત કબજિયાત અને કફ દોષ કરશે દુર, જાણો ખાવાની રીત અને અઢળક ફાયદા…

મિત્રો તમે કદાચ બજારમાં હવે પરવળ જોતા હશો. સ્વાદમાં ખુબ જ ટેસ્ટી એવા પરવળ અનેક પોષક તત્વોથી ભરપુર માનવામાં આવે છે. તેનું સેવન કરવાથી તમને અનેક પોષક તત્વો મળે છે. આ સિવાય જે લોકો પોતાનો વજન ઓછો કરવા માંગે છે, તેમણે જરૂરથી પરવળનું સેવન કરવું જોઈએ. કારણ કે વજન ઓછું કરવામાં પરવળ અસરકારક રીતે કામ કરે છે.

પરવળ ગરમીની ઋતુમાં આવનારી એક એવી શાકભાજી છે જેને ખાવું દરેકને માટે ફાયદાકારક છે. પરવળમાં ફાઈબર, વિટામીન્સ અને ઘણા પોષકતત્વો હોય છે. તે આપણી રોગપ્રતિકારક ક્ષમતાને વધારે છે. તે મૌસમી ફ્લૂ, ગળાની સમસ્યા અને ગરમીઓની બીમારીઓને મટાડવા માટે ઘણા પ્રકારે ઉપયોગમાં લેવામાં આવે છે. તેમજ આયુર્વેદનું માનીએ તો, પરવળ કફ દોષને મટાડે છે અને લોહીની સફાઈમાં મદદ કરે છે. તે ટિશૂઝને અંદરથી સ્વસ્થ રાખે છે અને બ્લડ પ્યુરિફિકેશન પ્રોસેસને ઝડપી બનાવે છે. આ પ્રકારે તે નેચરલ રીતથી શરીરને સ્વસ્થ રાખે છે. પરંતુ વેઈટ લોસમાં પરવળની એક ખાસ ભૂમિકા છે. તો ચાલો જાણીએ પરવળ કેવી રીતે આપણા શરીરનું વજન ઘટાડે છે. માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.

વેઈટ લોસ માટે પરવળ ખાવાની રીત : જેમાં પરવળનું શાક ખાવું, પરવળનું જ્યુસ બનાવીને પીવું, પરવળનું ભરથુ ખાવું, પરવળનું પાણી પીવું, પરવળને બાફીને સલાડ સાથે મિક્સ કરીને ખાવું. હવે જાણીએ પરવળ ખાવાના ફાયદા.

મેટબોલિક રેટ : પરવળમાં રહેલ ફાઈબરને કારણે તે તમારું પેટ લાંબા સમય સુધી ભરેલું રાખે છે. તે શરીરમાં મેટાબોલિક રેટને વધારે છે. પરવળ એક એવું શાક છે જેમાં ફાઈબરની માત્રા વધારે હોય છે અને તે પાચનક્રિયાને સારી બનાવે છે. તે મેટાબોલિક રેટને ઝડપી કરે છે અને વેઈટ લોસની પ્રોસેસમાં મદદ કરે છે. આ સિવાય પરવળ લિવરથી જોડાયેલી કેટલીક બીમારીઓ અને પાચનતંત્રની સમસ્યાઓના ઈલાજમાં પણ મદદ કરે છે.

ફાઈબર : જે લોકોને કબજિયાતની તકલીફ રહેતી હોય તેમણે પરવળનું સેવન કરવું જોઈએ. કબજિયાતની સમસ્યાને કારણે પણ લોકોને વજન ઘટાડવામાં મુશ્કેલી પડતી હોય છે. વાસ્તવમાં કબજિયાત એટલી સરળ નથી જેટલી આપણે સમજીએ છીએ, કારણ કે લાંબા સામાની કબજિયાતનો જો ઈલાજ કરવામાં ન આવે તો, ગંભીર સ્વાસ્થ્ય સમસ્યાઓ થઈ શકે છે. તે સિવાય તે ફૂડ પચાવવામાં પણ મદદ કરે છે. જે વેઈટ લોસમાં ખુબ જ જરૂરી છે.

કેલેરી : શરીરમાં કેલેરીની સમસ્યા દુર કરવા માટે પરવળ ફાયદાકારક છે. ગતિહીન જીવનશૈલી અને જંકફૂડ પર નિર્ભરતાના કારણે સ્થૂળતા આખી દુનિયામાં એક મોટી સમસ્યા બની ગઈ છે, જેમાં ખુબ વધારે ફૈટ હોય છે. જો કે, સ્થૂળતાને હળવાશથી લેવી જોઈએ નહિ, કારણ કે તેનાથી હૃદય રોગ, હાઇ બ્લડ પ્રેશર વગેરે ગંભીર બીમારીઓ થઈ શકે છે. પરવળ ઓછી કેલેરી વાળું ભોજન છે અને તેમાં ફાઈબરની માત્રા વધારે હોય છે. તેનો મતલબ એ છે કે તે ખુબ વધારે કેલેરીનું સેવન કર્યા વગર તમને ધરાયેલા અનુભવ કરાવે છે.

ભૂખ : જો તમને ભૂખ ન લાગતી હોય અને હજુ ખાધા વગર વજન ઘટાડવાનું વિચારી રહ્યા હોય તો, તમે ખોટા છો. આવું એ માટે કારણ કે, જમવું  એ વજન ઘટાડવા માટે ખૂબ જ જરૂરી છે. તેવામાં પરવળ એ લોકો માટે પણ ફાયદાકારક છે જેમને ભૂખ લાગતી નથી. પરવળ પેટના જીવાણુઓને મારીને ભૂખ વધારવામાં મદદ કરે છે.

આ બધા સિવાય પરવળ ઘણા પ્રકારથી ફાયદાકારક છે. પરવારના કોમળ પાંદડા અને બીજ ફ્લેવોનોઇડ્સ અને બીટા-કેરોટિનથી ભરપૂર હોય છે. આ બધા મળીને શરીરના રોગોને મટાડીને અંદરથી સ્વસ્થ અને હેલ્થી રહેવામાં મદદ કરે છે. આ પ્રકારે પરવળ આપણા શરીર માટે ઘણા પ્રકારે ફાયદાકારક છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment