મિત્રો તમે કદાચ ચા પીતા જ હશો અને તેમાં ખાંડનો જ ઉપયોગ કરતા હશો. ચા વગર લગભગ લોકોની સવાર જ પડતી જ નથી. પરંતુ શું તમને ખબર છે કે, તમે ચા માં ખાંડની જગ્યાએ બીજી વસ્તુઓ નાખીને પણ ચા બનાવી શકો છો. તેમજ આ વસ્તુઓ ખાંડ કરતા વધુ ફાયદાકારક પણ હોય છે. આ વસ્તુઓનું સેવન થવાથી તમારા સ્વાસ્થ્યને પણ ઘણો લાભ થશે.
ઘણા લોકો વર્ક પ્રેશરમાં ચા પીવાનું પસંદ કરે છે, તો અમુક લોકોને જમ્યા પછી ચાની આદત હોય છે. તેવામાં ચામાં નાખવામાં આવતી ખાંડ શરીરને ઘણું નુકશાન પહોંચાડે છે. ચામાં ખાંડનો ઉપયોગ માત્ર વજન જ નથી વધારતો પરંતુ, સાથે સાથે ઘણી ગંભીર બીમારીઓને પણ આમંત્રણ આપે છે. ખાંડ સિવાય એવી ઘણી વસ્તુઓ છે, જેનાથી ચાને મીઠી બનાવી શકાય છે. આથી સ્વાસ્થ્ય સંબંધિત કાળજી રાખવા માટે તમારે ખાંડની જગ્યાએ બીજી વસ્તુનો ઉપયોગ કરવો જોઈએ.
મોટાભાગના ભારતીય લોકો પોતાના દિવસની શરૂઆત એક કપ ચા સાથે કરે છે. એવું લાગે છે કે, ચા વગર તેમનું કોઈ કામ પૂરું જ નથી થતું. ઘણા લોકો સ્ટ્રેસમાં વધારે ચા પીવે છે તો ઘણા લોકો ખુશીમાં. ઘણા લોકો વર્ક પ્રેશરમાં ચા પીવાનું પસંદ કરે છે તો અમુક લોકોને જમ્યા પછી ચાની આદત હોય છે. આથી ચા માં ખાંડ નાખવાથી તમારા શરીરને નુકશાન થઈ શકે છે. ચામાં ખાંડનો ઉપયોગ માત્ર વજન જ નથી વધારતો, પરંતુ સાથે સાથે ઘણી ગંભીર બીમારીઓને પણ આમંત્રણ આપે છે. ખાંડ સિવાય એવી ઘણી વસ્તુઓ છે, જેનાથી ચાને મીઠી બનાવી શકાય છે. આવો જાણીએ એ વસ્તુઓ વિશે.
1 ) ગોળ : તમે ગોળ નાખીને પણ ચા બનાવી શકો છો. તેનાથી તમને મીઠાશનો સ્વાદ મળશે અને તમારા શરીરને પોષક તત્વો પણ મળશે. ચામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકાય છે. તે ચાને મીઠી તો બનાવે છે સાથે જ સ્વાસ્થ્ય માટે ઘણી ફાયદાકારક પણ હોય છે. ગોળ શરીરના તાપમાનને કંટ્રોલમાં રાખે છે. ગોળ એન્ટિ-એલર્જીક અને એન્ટિ-ઈમ્ફ્લેમેટરી ગુણોથી ભરપૂર હોય છે, જે શ્વાસ સંબંધી બીમારીઓને દૂર કરે છે. તેવામાં હવેથી તમે ચામાં ખાંડની જગ્યાએ ગોળનો ઉપયોગ કરી શકો છો.
2 ) મધ : જો તમે તમારા સ્વાસ્થ્યનું સરખી રીતે ધ્યાન રાખો છો તો, હવેથી ચામાં ખાંડની જગ્યાએ મધ ઉપયોગમાં લેવાનું શરૂ કરી લો. મધ ઘણા પૌષ્ટિક તત્વોથી ભરપૂર હોય છે. તે ચામાં ખાંડની જગ્યાએ એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. મધને ક્યારેય બીજી વખત ગરમ કરવામાં આવતું નથી, માટે ચા જ્યારે બનીને થોડી ઊકળે પછી જ તેમાં સ્વાદ અનુસાર મધ મિક્સ કરવું, નહીં તો તે શરીરને નુકશાન પહોંચાડી શકે છે.
3 ) કોકોનટ શુગર : આજકાલ બજારમાં ઘણા પ્રકારની ખાંડ મળે છે, જેમાં કોકોનટ શુગર એટલે કે, નારિયેળ માંથી બનેલી ખાંડ પણ સમાવિષ્ટ છે. આ ખાંડ ઘણા પ્રકારના પોષક્ત્ત્વોથી ભરપૂર હોય છે. તેવામાં પોતાના સ્વાસ્થયનું ધ્યાન રાખતા તમારે ચા અથવા કોફીમાં ખાંડના બદલે કોકોનટ શુગરનો ઉપયોગ કરવો જોઈએ.
4 ) મેપલ સિરપ : મેપલ સિરપ ઘણા પ્રકારના મિનરલ્સ અને વિટામીન્સથી ભરપૂર હોય છે. સાથે જ તેમાં કેલેરીની માત્રા ખુબ જ ઓછી હોય છે. માટે જ તેને ખાંડનો એક સારો વિકલ્પ ગણવામાં આવે છે. તમે ચાહો તો ચા કે કોફીમાં ખાંડની જગ્યાએ મેપલ સિરપ મિક્સ કરીને તેનો સ્વાદ વધારી શકો છો.
5 ) કિશમિશ : તમે ચા કે કોફીને મીઠી કરવા માટે તમા કિશમિશ મિક્સ કરી શકો છો. એવું કરવાથી ચામાં ખુબ જ સરસ સ્વાદ આવે છે અને તે સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક હોય છે. કિશમિશના સેવનથી શરીરમાં લોહીની ઉણપ થતી નથી અને તેનાથી હાડકાં પણ મજબૂત બને છે.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી