ઉનાળા દરમિયાન કરો આ નુસખા -ગજબની આંતરિક ઠંડક આપશે આ નુસખા.

તાપમાનનો પ્રકોપ વધતો જાય છે, તેવી રીતે આપણા શરીરમાં ગરમી વધવા માંડે છે, ઉનાળામાં કોઈ પણ વ્યક્તિ હોય માત્ર એક જ વાતને લઈને પરેશાન હોય છે. જેનું કારણ કુદરતી ગરમીનું વધતું પ્રમાણ અને આપણા શરીર માંથી પણ નીકળતી ગરમી. આપણું શરીર કાયમી માટે ઉષ્ણતા ભર્યું હોય છે અને ઉનાળાની ગરમી આપણા શરીર કરતા વધારે પ્રમાણમાં તીવ્ર હોય જેનાથી આપણા શરીરમાંથી ગ્લુકોઝ ઘટી જાય છે.તેનાથી આપણા શરીરની એનર્જી ડાઉન થઇ જાય છે.

તો આ ગરમીમાં તમારી શરીરની સંતુલાનતા લાવવા થોડા સરળ અને રસાળ પદાર્થો નો ઉપયોગ કરો અને ઉનાળામાં પણ શરીરની તંદુરસ્તી જાળવો. ઉનાળામાં લેવાતા આ પદાર્થો તમને ચોકકસ પણે તમારી ગરમી અને શરીરની અંદર ઉદરમાં પણ રાહત અપાવે છે.ઉનાળામાં બને ત્યાં સુધી તળેલું અથવા તો આથાવાળો ખોરાક ઓછા પ્રમાણમાં ખાવો એ પણ શરીર માટે ફાયદાકારક છે. અને કરો આ નીચેની વસ્તુનું સેવન અને ભર ઉનાળે ભગાવો આપણા શરીરમાં રહેલી ગરમીને.

૧] તડકામાંથી આપણે આવ્યા હોઈએ અને આપણ ને ખુબ તડકાની અસર થઇ હોય તો, ઘરે આવીને એક ઠંડા પાણીની ડોલમાં પ્રમાણસર ઠંડું પાણી લેવાનું અને તેમાં પગની પાનીને બોળીને રાખવાથી ધીમેધીમે શરીરનું તાપમાન નીચે આવવા લાગે છે. અને બને ત્યાં સુધી માટીના ગોળાનું પાણી પીવાથી પેટની  અંદરના ભાગમાં થતી એસીડીટીને પણ મટાડી દે છે. અને પગના પાનીના ભાગને ઠંડા પાણીમાં રાખવાથી લોહીમાં ભળેલી ગરમીને મધ્યમ પરિભ્રમણ કરે છે, જેનાથી શરીરનું સંતુલન સામાન્ય થઇ જાય છે. ઉનાળામાં દિવસ દરમિયાન ત્રણ લીટર થી વધારે પાણી પીવું જોઈએ. ક્યારેક તડકો કે લુ લાગવાનું કારણ આપણા શરીરમાં પાણીનું પ્રમાણ ઘટતું હોય છે એટલા માટે ઉનાળા દરમિયાન પાણી વધારે પીવાનો આગ્રહ રાખવો જોઈએ.

૨] બીજો ઉપાય –  નાળિયેર પાણીનું સેવન કરવું. એમાં પણ ખાસ કરીને લીલા ત્રોફા પીવાથી વધારે ફાયદાકારક છે. નાળિયેર પાણીના બે ફાયદા હોય છે, નાળિયેરનું પાણી તરલ પ્રકારનું હોય એટલા માટે પાણીની જેમ પેય પદાર્થમાં આવે છે. નાળિયેર પાણીમાં વિટામિન્સ, મિનરલ્સ, ખનીજ પ્રચુર માત્રામાં મળી રહે છે. જેનાથી આપણા શરીરને ઠંડક પોંહચાડે અને શરીરમાં ગરમીની સામે રક્ષણ આપે છે એક નાળિયેર પાણીમાં દોઢ લીટર સામાન્ય પાણીની ક્ષમતા ધરાવે છે. અને ભૂખ પણ ઓછી લાગે છે તેના હિસાબે શરીરમાં બિન જરૂરી ખોરાક ઘટે ને પાણીનું પ્રમાણ વધે તેનાથી ગરમી અથવા તો તડકો ઓછો લાગે છે.

3]ત્રીજો ઉપાય – ફુદીનો. ફુદીનો એવી વસ્તુ છે જે આપણા લોહીની સાથે મળીને ઠંડક પહોંચાડે છે. ફુદીનો પાણીની સાથે અથવા તો સાદી સોડાની સાથે તેનું સેવન કરવું. ફુદીનો આપણા શરીરમાં દાખલ થાય અને આપણી નસોની સાથે આખા શરીરમાં ફેલાય છે જેનાથી લોહીની ટકાવારી પણ સુધારે અને તેમાંથી મળતું વિટામીન આપણને એનર્જી મળે છે. ફુદીનો શરીરમાં આંતરિક ઠંડક ફેલાવે અને ગરમીના તાપથી બચાવે છે.

૪] ચોથો ઉપાય   ફળ અને લીલા શાકભાજી. ઉનાળામાં ખાસ કરીને પાણી વાળા ફળો વધારે ખવાતા હોય છે. જેમ કે, તરબૂચ, સાકરટેટી, દ્રાક્ષ વગેરે ફળોનો ઉપયોગ થાય છે. અને લીલા શાકભાજી માં કાકડી, કારેલા, તુરિયા, પાલક વગેરે શાકભાજી ખાવામાં લેવા જોઈએ જેનાથી આંતરિક શરીરની ગરમીને ઓછી કરે અને વધારાની ગરમી સામે રક્ષણ આપે છે. ઉનાળામાં ખાસ કરીને તરબૂચ ખાવું જેમાં સૌથી વધારે પાણીની માત્ર રહેલી હોય છે. જે સવારથી બપોર સુધીના સમયમાં જ તેનું સેવન કરવું તેનાથી ફાયદો થાય છે અને બપોર પછીના સમયમાં તેનું સેવન કરવામાં આવે તો તે નુકશાન કારક છે.કારણ કે, તરબૂચ માં ફાયબરનું પ્રમાણ વધારે હોય છે તેવું મેડીકલ શાસ્ત્રોનું માનવું છે.

૫] પાંચમો ઉપાય  દૂધ અને મધ. દૂધ અને મધને સાથે પીવાથી પણ આપણી હોજરીમાં થતી  એસીડીટી માં રાહત આપે છે. એક ગ્લાસ ઠંડા દુધમાં બે ચમચી મધ નાખીને મિક્ષ કરીને પીય જવાથી લોહીના વધી ગયેલા તાપમાનને તરત જ અસર કરે છે. મધમાં મીઠાશની સાથે પોષણ પણ ભરપુર પ્રમાણમાં હોય છે. જેનાથી આપણા શરીરને લાગેલી ભૂખ હોય તો તે પણ સંતોષાય છે.

૬] છઠો ઉપાય  આ ઉપાય એવો છે જે, બાહ્ય શરીર, આંતરિક શરીર, માનસિક અને વૈચારિક શાંતિ પણ આપે છે. ચંદન એવી વસ્તુ છે જેનાથી બાહ્ય શરીર એટલે કે ચંદનનો લેપ કરીને આપણા શરીર પર લગાવવામાં આવે તો તેની શીતળતા અપ્રતિમ હોય છે. અને તેજ શીતળતા બાહ્ય શરીર પર લગાવવાથી આંતરિક ઠંડક મળી  રહે છે. માનસિક અને વૈચારિક શાંતિ માટે વિદ્વાનોનું કહેવું છે કે ચંદનથી એક આત્મશાંતિ સ્થપાય છે જેનાથી મન ઉપર કાબુ અને વિચાર શક્તિ તેજ બને છે. આવી રીતે ચંદન શરીરમાં બાહ્ય અને આંતરિક ઠંડક આપે છે.

૭] સાતમો ઉપાય   આ ઉપાય સાવ સામાન્ય અને આસાનીથી અનુકરણ થાય તેવો ઉપાય છે. લીંબુ પાણી અથવા તો લીંબુ સરબત અથવા વિટામીન સી મળતા ફળોનું સેવન. લીંબુ પાણીથી  આપણને ભરપુર માત્રામાં વિટામીન સી મળે છે, જેનાથી શરીરમાં ગ્લુકોઝ ભરપુર પ્રમાણમાં મળે છે ઉનાળાના સમયમાં લીંબુ, સંત્રા, મોસંબી, દ્રાક્ષ વગેરે વિટામીન સી ધરાવતા ફળોનું સેવન ગરમીમાં ઠંડક ફેલાવે છે.

તમારો વાચવાનો ઉત્સાહ એજ અમારી સફળતા છે. ધન્યવાદ.

મિત્રો, કેવો લાગ્યો આ આર્ટીકલ, તમે આ આર્ટીકલ “ગુજરાતી ડાયરાના માધ્યમથી વાંચી રહ્યા છો. એકદમ સચોટ અને અવનવી માહિતી વાળા આવા જ આર્ટીકલ વાંચવા માટે અમારા ફેસબુક પેઈજને લાઇક કરો. 

આ રહી અમારા પેઇજની લીંક.www.facebook.com/gujaratdayro  

Leave a Comment