મોરારી બાપુની અઢિયાની વાર્તા.

જીવનમાં કોઈ વખત આપણે વિચાર્યું છે કે આપણને ક્યારેય આપણાથી નાની વયના છોકરાઓ પણ આપણને શીખ  આપી જાય છે ત્યારે માત્ર બાળક સમજીને જવા દેતા હોઈએ છીએ. આપણે ખરેખર અબુધ હોઈએ છીએ કારણ કે, જયારે એક નાનું બાળક આપણને “જીવનમંત્ર” શીખવાડી જાય ત્યારે સમજવાનું કે ભગવાન મળી ગયા. આવીજ એક વાર્તા છે નિખાલસ બાળક “અઢીયા”ની.

અઢીયો એક પંજાબી છોકરો અને પોતે એક અનાથની જિંદગી જીવતો કોઈ ક્યારેક ખાવાનું આપે તો જામી લેતો અને ગમે ત્યાં પોતાની મસ્તીમાં સુઈ રહેતો, ન મંજિલ હતી ન તો ઠેકાણું બસ હાલત લઇ જાય ત્યાં જાય.

તે એક દિવસ રખડતો હતો ત્યારે એક સાધુને મળી ગયો. સાધુ પણ અઢીયાની જેમ સરળ અને સહજતા વાળા શીલવાન સાધુ. અઢીયાની અને સાધુની મુલાકાત થઇ ગઈ અને સાધુને અઢિયાના નિખાલસ સ્વભાવ સાથે મન મેળ બેસી ગયો. થોડી જ ક્ષણની મુલાકાતમાં  એક ગુરુ અને ચેલા નું સ્વરુપ તે સાધુ અને અઢિયા ના સબંધમાં જોવા મળ્યું. સાધુએ અઢિયા ને પૂછ્યું બેટા શું કરે છે તું ? અઢીયો જવાબ આપતા કહે છે, કોઈ મંજિલ નથી, કોઈ ઠેકાણું પણ નથી અને કોઈ જમવાનું આપે તો જમી લઉં છું.

ગુરુને અઢિયા ની નિખાલસ અને સત્ય વાતોથી મજા આવી અને અઢિયા ને કીધું તું મારા આશ્રમમાં મારી સાથે રહેવા આવીશ ? અઢીયો નિખાલસતાથી હા પાડે છે પણ અઢીયો એક શરદ રાખે છે. જો હું અનાથ છું પણ ખાધે પીધે હું જબરો છું. કેમકે, મારે અઢી શેર લોટની બાટી રોજ જોશે, અને સાથે સબ્જી, ચાવલ, દૂધ, લસ્સી એ બધું અલગ થી. ખાલી અઢી શેર લોટની તો બાટી જ જોશે. અને મારું નામ પણ અઢીયો એટલા માટેજ પડ્યું કારણ કે, હું રોજ અઢી શેર લોટનું જમતો. અને ગુરુએ જવાબ આપતા કહ્યું! કોઈ વાંધો નહિ, ઠાકોરજીની દયાથી ઘણું બધું છે આશ્રમમાં અનાજ , કોઠાર ભર્યા છે. અઢિયા તું આવ ભાઈ ચાલ મારી સાથે આશ્રમમાં તરીને મારી દોસ્તી જામશે અને મારે તારો સથવારો થશે.

અઢીયો ફરી પાછો કહે છે. તમે કહેશો તે કામ કરીશ પણ જયારે જમવા બેસું ત્યારે કોઈ પણ બંધન  નહિ કરું. ગુરુજી કહે કોઈ વાંધો નહિ ખાવું હોય એટલું ખાજે પણ તું ચાલ મારી સાથે. અને અઢીયો નિખાલસ સ્વભાવથી ગુરુની સાથે આશ્રમમાં જાય છે.

ત્રણ ચાર દિવસ વીતી ગયા ને ગુરુએ અઢિયા ને બોલાવ્યો ને કહ્યું અઢિયા આશ્રમનો વર્ષોથી એક નિયમ છે. અઢીયો પૂછે છે શેનો નિયમ ? ગુરુ કહે આશ્રમમાં અગિયારસના દિવસે ઉપવાસ કરવાનો હોય છે. અને અઢીયો જબકી ગયો! અને ગુરુને પૂછ્યું, મહિનામાં કેટલી વાર આવે ? મહિનામાં બે વાર. અઢીયો કહે, આપણે તો ઉપવાસ ના નહિ કરીએ, તમને ખબર તો છે કે મારે રોજ અઢી શેર લોટની બાટી જોઈએ. અઢીયો ખીજાય ગયો.

ગુરુજી કહે: અઢિયા, મહિનામાં બે વખત ઉપવાસ કરવામાં તને શું વાંધો છે ?

અઢીયો:  હું ઉપવાસ નહિ કરું, તમે કયો તો આશ્રમમાં રહું નહીતર હું જાઉ.

ગુરુજી   : અરે પણ હું તને આશ્રમ માંથી જવાનું કોણ કહે છે ? અગિયારસ નો ઉપવાસ કર તો સારું,

અઢીયો  : તો હું જાવ છું.

અઢીયો ના માન્યો તે ન જ માન્યો અને ગુરુએ કહ્યું: કે કોઈ વાંધો નહિ, તું જમી લેજે પણ અહિયાં આશ્રમમાં તને જમવાનું અગિયારસ ના દિવસે નહિ બનવાનું દુર સામે જંગલમાં જઈને તારી રીતે બનાવીને ખાઈ લેવાનું.

અઢીયો  : પણ અઢી શેર લોટ અને બીજું સીધું સામગ્રી મારે જોશે, તે હું મારી રીતે આશ્રમમાંથી લઇ જઈશ.

ગુરુજી   : અઢિયા હજી કહું છું બેટા ઉપવાસ કર તો સારું.

અઢીયો  : ઓમ નમો નારાયણ, હું જાવ છું.

ગુરુજી   : અરે પણ ઉભો રે અઢિયા તું ભાઈ જમી લેજે બસ.

થોડા દિવસ માં દશમ આવી અને સાંજે ગુરુજી એ કહ્યું બેટા અઢિયા કાલે અગિયારસ છે, અઢિયા કહે હા ગુરુજી કાલે હું મારી રીતે જંગલમાં બધું સીધું લઈને, જમવાનું બનાવી લઈશ. અગિયારસની સવારનો સૂર્ય ઉગ્યો અને ગુરુએ કહ્યું કે બેટા હજી વિચારીલે અને ઉપવાસ કરીલે. અઢીયો પૂર્ણ હઠાગ્રહ વાળો જીદ્દી છોકરો ન માન્યો. ધીમે ધીમે બપોરનો સમય થયો અને અઢીયો ગુરુ પાસે આવીને કહ્યું ગુરુજી લાવો સીધું અને હું ઉપડું જંગલમાં.

ગુરુજી કહે તારે ઉપવાસ નથી જ કરવો , અઢીયો કહે નથી જ કરવો.

ગુરુજીએ સીધું સામગ્રી આપી અને અઢીયો લાકડા, જરૂર પૂરતા વાસણ, અને સીધું લઈને આશ્રમથી દુર જંગલમાં અડધો કિલોમીટર દુર ગયો અને જમવાનું બનાવા માંડ્યો. પણ અઢીયો જયારે આશ્રમ માંથી જંગલ તરફ આવવા નીકળ્યો ત્યારે ગુરુએ કહ્યું કે બેટા જમવાનું બની જાય ત્યારે થાળ ઉપર કપડું ઢાકી અને ઠાકોરજીને પ્રાથના કરજે કે ‘ હે ઠાકોરજી જમવા પધારો’ આવું કહેવાનું. અઢીયો કહે તમારો ઠાકોર જમવા આવવાનો હોય તો એ ખાય એટલો લોટ અને સીધું સામગ્રી વાધરી દો.

ગુરુજી    : અરે ઠાકોરજી જમવા ન આવે ખાલી ભાવ કરવાનો અઓય આપણે.

અઢીયો   : તો વાંધો નહિ.

અઢીયો જમવાનું બનાવવા માંડ્યો અને એક કલાકમાં જમવાનું બની ગયું અને અઢીયાએ ગુરુના આદેશ પ્રમાણે થાળીને પોતાનો લાલ ઘમ્સો ઢાંકીને પ્રાથના કરી ‘ હે મારા ગુરુજી ના ઠાકોરજી જમવા પધારો’. સાવ નિખાલસતાથી અઢિયા એ પ્રાથના કરી અને ભગવાન શ્રી રામ નિખાલસ બાળકની પ્રાથના થી અયોધ્યામાં બેઠા હતા ત્યાંથી ઉભા થઇ ગયા. અને સીધા અઢિયા પાસે જમવા આવી ગયા.

ગુરુના કહ્યા પ્રમાણે એક મિનીટની પ્રાથના પૂરી ન થઇ ત્યાં રામ આવી ને સીધા જમવા બેસી ગયા. અને અધિયાને પૂછ્યું પણ નહીં. અઢીયો આંખ ખોલે ત્યાં તો ઠાકોરજી થાળ ગ્રહણ કરવા માંડ્યા.

અને અઢિયા નો મગજ ગયો અને ઠાકોર ને ખીજાવા માંડ્યો કેહવા લાગ્યો, શરમ જેવું કઈ છે કે નહિ કોઈને પૂછ્યા વગર, કોઈનું બનાવેલું જમી લેવાય?, સાવ નાક શરમ વગરના છો. પણ ભગવાન શ્રી રામ કંઈ પણ બોલ્યા વાર બધું જમી ગયા. જમીને સીધા ઉભા થઇ ને ગાયબ. અઢીયો બધો સમાન લઈને પાછો આશ્રમમાં આવ્યો અને ગુરુજીને ખખડવા લાગ્યો તમારા  ઠાકોર તો શરમ વગરના  છે કંઈ પણ બોલ્યા વિના આવીને સીધો જમવા જ બેસી ગયો અને હું તો પ્રાથના કરતો હતો. ત્યાં આવીને જમવા બેસી ગયો. પણ ગુરુજીએ બહુ  ધ્યાન આપ્યું નહિ અને કહ્યું કોઈ છોકરો હશે. ઠાકોરજી થોડો ખાવા આવે. ખોટું શા માટે બોલે છે. તેવું કહીને ગુરુજી પોતાના ધ્યાનમાં લાગી ગયા. તે દિવસે અઢિયા ને ઉપવાસ કરવો પડ્યો અને પંદર દિવસ પછી પાછી અગિયારસ આવી અને ગુરુજીએ કહ્યું અઢિયા આજે અગિયારસ છે. અઢીયો માથું ધુણાવતો બોલ્યો હા ખબર છે મને.

 

બીજી અગિયારસે અઢીયો પાછો જંગલ તરફ જવા માટે નીકળ્યો અને આ વખતે તેને પાંચ શેર લોટ ગુરુજી પાસે થી માંગ્યો ને કહ્યું કે, તમારો ઠાકોરજી આવે તો મારે ભોગવાવનું હું લોટ વધારે લઈશ. ગુરુજી કહે હા ભાઈ લઇ જાને ઘણું ભગવાને આપ્યું છે લઇ જા.અને અઢીયો આ વખતે પાંચ શેર લોટની બાટી, ચાવલ, સબ્જી, દૂધઅને લસ્સી બનાવીને ગુરુજી એ કહ્યા પ્રમાણે કપડું  ઢાંકીને ફરી કહ્યું કે, ‘હે મારા ગુરુજીના ઠાકોરજી જમવા પધારો’ આવી પ્રાથના કરતા પોણી મિનીટ થઇ ત્યાં રામ અને સીતા બંને કપડું હટાવીને જમવા લાગ્યા, અઢીયો એક મિનીટ પૂરી થઇ ને તરત જોવે ત્યાં તો સીતા અને રામ બંનેને જમતા જોય ને અઢિયા નો ગુસ્સો આસમાને પોંહચી ગયો અને ફરી કહેવા લાગ્યો. આ કોણ છે સાથે ? તમને એકને આમંત્રણ આપ્યું અને આ કોને લઇ ને આવ્યા. પણ ભગવાન શ્રી રામ કંઈ પણ બોલ્યા વિના જમી લીધું અને પછી કહ્યું આ મારા પત્ની છે. અઢીયો નું જમવાનું આજે પણ ભગવાન રામ આવીને જમી ગયા અને અઢીયો પાછો આશ્રમમાં ભૂખ્યા પેટે આવીને ગુરુજી ઉપર ગુસ્સે થવા લાગ્યો ને કહેવા લાગ્યો કે તમારા ઠાકોરજી પરણેલા છે અને તેમના પત્નીને પણ સાથે લાવવાના છે. મને તમારે કેવાય તો ખરું ને. પણ ગુરુજીને વાત ગળા નીચે ન ઉતરી અને અઢિયા ને કીધું શું વાત કરે છે ? પણ અઢીયો રિસાઈને બીજા કામે ભૂખ્યા પેટે વળગી ગયો.

પાછા પંદર દિવસ વીતી ગયા અને અગિયારસ આવી અને ગુરુજીએ કહ્યું અઢિયા આજે અગિયારસ છે. અને અઢીયો ગુસ્સામાં ગુરુજીને કહેવા લાગ્યો પણ આજે તો હું સાડા સાત શેર લોટ અને તેના પ્રમાણ માં બીજી સામગ્રી લઇને જઈશ. પણ ગુરુજીનો સ્વભાવ ખુબજ હોલદોલ એટલે કહ્યું કોઈ વાંધો નહિ લઇ જ તારે જોઈએ એટલું અઢીયો આગળના ક્રમ અનુસાર ત્યાંથી નીકળ્યો અને જંગલમાં જઈને બધું જમવાનું બનાવીને સાવ નિખાલસ ભાવે પ્રાથના કરી ‘હે મારા ગુરુજીના ઠાકોરજી જમવા પધારો’ અને અઢીયાની પ્રાથના પૂરી થાય પેલા ભગવાન શ્રી રામ, સીતા અને લક્ષ્મણ સહીત જમવા લાગ્યા અને અને અઢીયો આંખો ખોલે ને જુવે તો રામ, સીતા અને લક્ષ્મણ થાળ જમવા લાગ્યા છે અને અઢીયો ગુસ્સે થતો જતો હતો અને ભગવાન પ્રેમ થી બોલ્યા વગર જ જમી લીધું ને અઢીયો પાછો ગુરુના આશ્રમમાં આવ્યો અને ગુરુજીએ પૂછ્યું જમ્યો અને અઢીયો કાંઈ પણ બોલ્યા વગર મોં ચડાવીને ચાલ્યો ગયો. અને પોતાનું કામ કરવા લાગ્યો.

ફરી પાછા પંદર દિવસ ગયા ને દર વખતની જેમ આ વખતે પણ પોતાનો ભાગ મેળવીને સાડા દસ શેર લોટ અને બીજી જરૂરિયાત વાળી સામગ્રી લઈને જંગલમાં ગયો બધું જમવાનું ત્યાર કર્યું અને પછી ફરી ગુરુના આદેશ પ્રમાણે ,’હે મારા ગુરુજીના ઠાકોરજી જમવા પધારો’ અને આ વખતે તો શ્રી રામ લક્ષ્મણ જાનકી, જય બોલો હનુમાન કી, ચારેય દેવતાઓ પધાર્યા અને જમી લીધું આ વખતે તો અઢીયો કઈ પણ બોલ્યો નહિ અને ચુપચાપ ગુસ્સા થી લાલ થઈને બેઠો રહ્યો. માત્ર એટલું જ બોલ્યો તમ તમારે જમો જમો.

અને તે દિવસે તો આશ્રમમાં આવીને અઢીયો ગળગળો થઇ ગયો અને કહ્યું કે, તમારો ઠાકોરજી તો દર વખતે એક માણસને વધાર તો જ જાય છે. પણ ગુરુજી કહે આ રોજ આવું કહે છે પણ, આમાં કંઈક તો સાચું છે.

પંદર દિવસ ગયા અને અઢીયો આજે નિખાલસ ભાવે બદલો લેવા માંગતો હતો. બધી જ સામગ્રી લઇ ને તે દિવસે પણ જંગલમાં ગયો અને બધું કાચું ઢાંકી ને મૂકી દીધું અને પ્રાથના કરી ભાઈ, ‘હે મારા ગુરુજીના ઠાકોરજી જમવા પધારો’ રામ, લક્ષ્મણ, જાનકી અને હનુમાનજી પધાર્યા અને કપડું ઉઘાડીને જમવા જાય ત્યાં તો બધું કાચું સીધું પડેલું અને શ્રી રમે પૂછ્યું કેમ અઢિયા આજે જમવાનું નથી બનાવ્યું. અને અઢીયો પોતાના કોમળ અભિમાન સાથે બોલ્યો હવે જમોને ? અને અઢીયો પાછો બોલ્યો રોજ હું બનવતો અને તમે જમી લેતા એટલી બધી હિમત હોય તો આજે તમે બધા જમવાનું બનાવો અને હું જમીશ. લક્ષ્મણ લાકડા કાપી લાવ્યા, હનુમાન ચૂલામાં ફૂંક મારે, રામ સીતાને રાંધવામાં મદદ કરે છે. અને જમવાનું બનાવ્યું ને અઢીયો બોલ્યો મારો અઢી શેર લોટની રસોઈ અલગ કાઢી નાખો અને પછી તમે જમો. ભગવાન શ્રી રામ બોલ્યા અરે આમાં ભાગ ના પડવાના હોય તારા ગુરુજીના ઠાકોર અમે છીએ એ રીતે અમારા પણ ઠાકોરજી છે.

ભગવાને અઢિયા ને માનવીને થાળ ત્યાર કર્યો અને શ્રી રામે ભગવાન ભોળાનાથને પ્રાથના કરી ‘ હે આખા વિશ્વના ઠાકોરજી જમવા. પધારો અને ત્યાં તો ભગવાન શિવની સાથે આખી જમાત જમવા આવી અને પંગતમાં જમવા બેસી ગઈ અને વળી અઢીયો  અકળાયો કે મારો અઢી શેર નો ભાગ મને આપીને એ બધાને જમાડો. ભગવાન રામ કહે આમરી સાથે પંગત માં જમવા બેસી જા, પણ અઢીયો ન માન્યો. માં સીતાના હાથે બનાવેલી રસોઈ અને એ ખૂટે. બધા જ ભગવાન અને તેના ગણોએ જમી લીધું અને એક કોળીયો બાકી રહ્યો. માં સીતા ખુબ જ પ્રેમ અને ભાવથી અઢીયાને વધેલો કોળીયો મોં માં મૂકી દે છે.

પછી તો જ્યાં એ કોળીયો મોઢામાં ગયો અને અઢીયાને બ્રહ્મ જ્ઞાન થયું. અને ઉભો થઇ ને માત્ર એટલું જ બોલ્યો “ હું જ્યાં સુધી પાછો ન આવું ત્યાં સુધી કોઈ અહિયાં થી જતા નહિ અને ભાઈ અઢીયોતો આશ્રમમાં દોડતો આવ્યો અને ગુરુને કંઈ પણ કહ્યા વગર અઢીયો જંગલ માં લઇ ગયો અને ગુરુજી જુવે ત્યાં તો ગુરુજીની આંખો ફાટેલી રહી ગઈ. દેવતાનો મેળો જોઇને ખુશી નથી સમાતી.

ગુરુજી બધા જ દેવતાઓ પેલા તો અઢિયા ના પગ માં પડી ગયા અને કહ્યું આજ થી ‘ હું તારો ગુરુ નહિ, પણ આજ થી તું મારો ગુરુ છે…. આવું કહેતાની સાથે ગુરુજી અને અઢીયો બંનેની આંખ માંથી નીર દડ દડ વહેવા લાગ્યા અને ભેટી પડ્યા…..

Leave a Comment