ચાખણામાં લોકો શા માટે ખારીશીંગનો ઉપાડ વધુ કરે છે, 99% લોકો છે અજાણ… જાણો તેના વૈજ્ઞાનિક અને તાર્કિક તથ્યો…

(આ લેખમાં આપેલી માહિતી ફક્ત એક સામાન્ય જાણકારીને અનુલક્ષીને છે. જેના દ્વારા અમે કોઈ પણ વ્યક્તિને આલ્કોહોલનું સેવન કરવા માટે પ્રોત્સાહન પૂરું નથી પાડતા. જેની દરેક વાંચકોએ અને ચાહકોએ નોંધ લેવી.)

મિત્રો જો કે તમે કદાચ આજકાલ આલ્કોહોલના કારણે થતા મૃત્યુ વિશે અવારનવાર સમાચાર છાપામાં વાંચતા હશો. પણ આપણે અહીં તેના વિશે વાત નથી કરવાની. પરંતુ જે લોકો આલ્કોહોલ પીવે છે તેઓ અક્સર આલ્કોહોલ સાથે મગફળી એટલે કે સિંગ ખાવાનું પસંદ કરતા હોય છે. આપણને એવો સવાલ થાય કે શા માટે આલ્કોહોલ સાથે વધારે પ્રમાણમાં સિંગ ખાવામાં આવે છે ? જો તમે આ સવાલનો જવાબ જાણવા માંગતા હો તો આ લેખને અંત સુધી જરૂરથી વાંચો અને યોગ્ય માહિતી મેળવો.

‘સ્વાદ’ નું મહત્વ શું છે, તે કોઈ વ્યસન વાળાને પૂછજો. આલ્કોહોલ પિનાર દરેક માણસે તેની કડવાશ ભૂલાવવા માટે સ્વાદની જરૂર પડે જ છે. અમિર હોય કે ગરીબ, બધા માટે તેની શક્તિ મુજબ સ્વાદની એક આખી રેંજ ઉપલબ્ધ છે. જો કે, હળવા મીઠાથી લપેટાયેલિ મગફળી ચમચમાતા બાર પરથી લઈને દેશી ઠેકા પર જનારાઓની પહેલી પસંદ છે. ભારત હોય કે વિદેશ, રેસ્ટોરન્ટ-બાર હોય કે ઘરેલુ પાર્ટી, દરેક મહેફિલમાં આલ્કોહોલ સાથે મગફળી તો હોય જ છે. આખરે શું કારણ છે કે, આખી દુનિયાના પીનારાઓ વચ્ચે મગફળી આટલી લોકપ્રિય છે, આવો સમજીએ આ લેખ દ્વારા.

‘ફ્રી પિનટ્સ’ એટલે કે, પીવા વાળાના ફાયદા : આલ્કોહોલ સાથે મગફળી પીરસવાનું આખું વિજ્ઞાન છે. મગફળી ખાવા વાળાને તરસ જલ્દી લાગે છે. જો મગફળીમાં મીઠું હોય તો બાકીનું કામ તેનાથી થઈ જાય છે. વાસ્તવમાં, મીઠું પાણી ચૂસે છે અને જ્યારે તમે મગફળી ખાઓ છો ત્યારે તે મોં અને ગળાના ભેજને ચૂસીને સૂકું કરે છે. પછી તમને તરસ લાગે છે અને તમે એક ઘૂંટો ફરીથી પીઓ છો. આ પ્રક્રિયા ચાલતી રહે છે અને તમે તમારી ક્ષમતાથી ખુબ વધારે પીઓ છો. જોવામાં આવે તો, આલ્કોહોલ વેંચનાર તમને મફતમાં મગફળી આપીને કોઈ ઉપકાર નથી કરતાં. આટલી સસ્તી વસ્તુ ખવડાવીને જો તે તમને હજુ વધારે પીવા માટે રાજી કરે તો તે તેમના માટે નફાનો સોદો છે.

વૈજ્ઞાનિકો શું કહે છે ? : આલ્કોહોલ મોટા ભાગે કડવું હોય છે અને સોલ્ટેડ પિનટ્સના થોડા દાણા ખાધા પછી ડ્રિંક્સ પીવું સરળ બની જાય છે. વાસ્તવમાં, મગફળી આપણી સ્વાદ ગ્રંથિઓ પર કંઈક એવી રીતે કામ કરે છે કે, તેના પછી આલ્કોહોલની કડવાશ કંઈક ઓછી લાગે છે.

અમુક વૈજ્ઞાનિકોનું માનવું છે કે બીયર સાથે મગફળી ફાયદાકારક છે. આ કોમ્બો શરીરમાં પાણી ઓછું હોય ત્યારે ડીહાઈડ્રેશનમાં મદદ કરે છે. વૈજ્ઞાનિકો મુજબ, નટ્સમાં પોટેશિયમ હોય છે જ્યારે બીયરમાં વિટામિન અને કાર્બોહાઈડ્રેડ્સ. એવામાં બંનેનું કોમ્બીનેશન શરીરમાં પાણી અને મિનરલ્સની ઉણપ દૂર કરવામાં સક્ષમ છે.

સ્વાસ્થ્ય માટે સારી નથી મગફળી ! : જાણકારો કહે છે કે, મગફળીમાં કોલેસ્ટ્રોલની માત્રા ખુબ વધારે હોય છે. તેમજ આલ્કોહોલ પણ શરીરમાં કોલેસ્ટ્રોલના સ્તરને વધારે છે. મગફળીમાં ખુબ વધારે ફૈટ પણ હોય છે અને તે વજન વધારે છે. તેને હજમ કરવી મુશ્કેલ હોય છે અને તે પોષકતત્વોને શરીરમાં ભળવાની પ્રક્રિયા પણ ધીમી કરે છે.

ન્યૂટ્રીશન એક્સપર્ટ માને છે કે, આલ્કોહોલ સાથે મગફળીના બદલે ચણા એક સારો વિકલ્પ સાબિત થઈ શકે છે. તેમાં મગફળીની સરખામણીએ કેલોરીઝ અડધી જ હોય છે, ફૈટ ઓછી હોય છે અને ચણામાં ફાઈબર પણ વધારે હોય છે.

આમ મગફળી આલ્કોહોલ સાથે લેવાથી આલ્કોહોલ પીનારને આલ્કોહોલ પીવામાં મુશ્કેલી નથી થતી. પણ આલ્કોહોલ સાથે મગફળી ખાવી તેના સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે. જો કે આલ્કોહોલ એ સ્વાસ્થ્ય માટે ખુબ જ હાનિકારક છે આથી તેનું સેવન તમારા માટે ખરાબ છે. સ્વાસ્થ્યને જાળવી રાખવા માટે બને ત્યાં સુધી આલ્કોહોલનું સેવન ઓછુ કરવું જોઈએ.

(આ માહિતી પાછળ ફક્ત જાણકારીનો ઉદેશ્ય છે, અમે કોઈને આલ્કોહોલનું સેવન કરવા માટે પ્રોત્સાહન નથી આપતા.)

Leave a Comment