બાપરે !! આ શેરે આપ્યું 63,000% નું અધધધ રિટર્ન… ફક્ત 1 લાખમાંથી થઈ ગયા સીધા જ 6 કરોડ રૂપિયા… જો તમે રોકાણ કરશો તો બની શકો છો કરોડોપતિ…

શેર બજારમાં કરેલ રોકાણ ક્યારેક લોકોને એટલું રીટર્ન આપે છે કે, તેઓ કરોડપતિ બની જતાં હોય છે. પરંતુ શેર બજારમાં રોકાણ કરતા પહેલા તેનું સંપૂર્ણ જ્ઞાન હોવું જરૂરી છે. આજે અમે તમને એક મલ્ટીબિગર શેર વિશે વાત કરીશું. જેમાં લોકોએ રોકાણ કર્યું તેના કરતા 63000% જેટલું રીટર્ન મળ્યું છે. આથી તેઓ હાલ કરોડોમાં માલિક બની ગયાં છે. શું તમે આ સ્ટોક વિશે જાણવા માંગો છો તો અંત સુધી આ લેખ જરૂરથી વાંચો.

શેર માર્કેટમાં સૌથી વધુ મલ્ટીબિગર શેરનું હોય છે. રોકાણકારો એવા શેરની શોધમાં હોય છે જેમાં મલ્ટીબિગર રિટર્ન આપીને પોતાના રોકાણકારો પર ધનવર્ષા કરવાની ક્ષમતા હોય. જો આ શેર પેની સ્ટોક હોય તો વધારે સારું. આજે અમે તમને એવા જ સ્ટોક વિશે જણાવીશું, જે ક્યારેક પેની સ્ટોક હતો પરંતુ, આજે 750 રૂપિયાથી ઉપર ગયો છે.

અમે વાત કરી રહ્યા છીએ યુપીએલ લિમિટેડના શેરની. આ એક લાર્જ કેપ કંપની છે. તેનું માર્કેટ કેપ 58,671.05 કરોડ રૂપિયા છે. આ કંપનીના શેર પોતાના ધૈર્ય રાખનાર પોતાના રોકાણકારોને જબરદસ્ત નફો કરાવ્યો છે. 20 વર્ષમાં આ શેર 1 રૂપિયાથી વધીને 767 રૂપિયા થયો છે. આ અવધિમાં શેર પોતાના રોકાણકારોને 63,883.33 ટકાનું રિટર્ન આપ્યું છે.

શેરની પ્રાઇસ હિસ્ટ્રી : આ શેર હાલમાં, 767.80 રૂપિયાએ છે. તેમજ 2002 ના જુલાઇની શરૂઆતમાં 1.20 રૂપિયાએ મળી રહ્યા હતા. જો કોઈએ ત્યારે આ શેરમાં 1 લાખ રૂપિયા લગાવ્યા હોત તો, આજે તે રકમ વધીને 6.39 કરોડ રૂપિયા થઈ ગયા હોત. પાછલા 5 વર્ષોમાં આ શેરે 38.31 ટકા અને વિતેલા એક વર્ષમાં લગભગ 6.79 ટકાનું રિટર્ન આપ્યું છે.

વાત કરીએ આ વર્ષના રિટર્નની તો, અત્યાર સુધી તેમાં સુસ્તી જ જોવા મળી છે. આ વર્ષે આ શેર 0.47 ટકા વધ્યું છે. પાછલા 6 મહિનાના સ્ટોક 9.04 ટકા અને 1 માહિનામાં 8.91 ટકા ઉપર ચડ્યો છે. તેના 52 અઠવાડીયાની હાઇ 848 રૂપિયા છે. જે તેને 4 મે 2022 ના રોજ મેળવ્યું હતું. જ્યારે 52 અઠવાડીયાની લો 607 રૂપિયા છે જ્યાં આ શેર 23 જૂન 2022ના રોજ પહોંચ્યો હતો.

આગળ કેવી રહેશે ચાલ ? : બ્રોકરેજ ફાર્મ્સનું માનવું છે કે, આ શેરમાં હજુ લગભગ 37 ટકાના ઉછાળાની સંભાવના છે. ચોલ વેલ્થ ડાયરેકટ મુજબ, વીતેલ વર્ષ 2023માં કંપનીની રેવેન્યુ ગ્રોથ 12 થી 15 ટકા રહી શકે છે. ફર્મે તેને 1050 રૂપિયાના ટાર્ગેટ પ્રાઇસ સાથે બાય રેટિંગ આપી છે. જો કે, વિશેષજ્ઞોનું એ માનવું છે કે, ખરાબ મોસમ અને નિયામકીય સખ્તીના કારણે આ શેરને ઝાટકો લાગી શકે છે.

શું કરે છે કંપની ? : યુપીએલ દુનિયાની પાંચમી સૌથી મોટી એગ્રોકેમિકલ કંપની છે. તેનો કારોબાર લગભગ 138 દેશોમાં છે. તે એગ્રીકલ્ચર વેલ્યૂ ચેનથી સંબંધિત કંપની છે. તેમાં પાક તૈયાર કરવાથી લઈને તેને વિતરિત કરવાની, તેની આપૂર્તિ કરવાની અને નવી શોધો સમાવિષ્ટ છે.

(શેર બજારમાં રોકાણ કરતા પહેલા કોઈ, આર્થિક સલાહકારની અથવા શેર માર્કેટ એક્સપર્ટની સલાહ જરૂર લેવી.)

Leave a Comment