છોકરાઓ કરે જો આવી હરકત….. કોઈ પણ છોકરી કરી શકે છે પોલીસને ફરિયાદ… જાણો તેના નિયમો મળી શકે છે તેને ગંભીર સજાઓ….
મિત્રો ભારતમાં થોડા વર્ષો પહેલા લગભગ 2013 પહેલા મહિલા પર થતા રેપને જ સંગીન અપરાધ ગણવામાં આવતો હતો. છેડ છાડ કે યૌન ઉત્ત્પીડન માટે કોઈ ખાસ નિયમ ન હતો. જો કોઈ પુરુષ સ્ત્રીને ખરાબ રીતે સ્પર્શ કરે, તેને હેરાન કરે વગેરે જેવી બાબતોને યૌન ઉત્ત્પીડન કે કોઈ અપરાધ ગણવામાં આવતો ન હતો. ઘરના લોકો પણ આ વાતને દબાવી દેતા હતા અને સ્ત્રી પણ પોતાના પર થયેલ આવા અપરાધો સહન કરી લેતી હતી. તે અપરાધીને સજા અપાવી શકતી નોહતી. કેમ કે તેના માટે કોઈ પણ કાનુન ન હતો.
સંવિધાનમાં પણ તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નથી. પરંતુ તમને જણાવી દઈએ કે કોઈ સ્ત્રી સાથે કોઈ પુરુષ ગંદી હરકતો કરે, તેને ગંદી રીતે સ્પર્શ કરે તો ત્યારે પણ સ્ત્રીને રેપ જેટલું જ દુઃખ થતું હોય છે અને તે પણ એક અપરાધ જ ગણાય છે. તેથી નિર્ભયા રેપ કેસ બાદ યૌન ઉત્ત્પીડ્નની પરિભાષા થોડી બદલાઈ છે.
તો આજે અમે તમને જણાવશું કે કોઈ પુરુષ કોઈ સ્ત્રી સાથે કંઈ કંઈ હરકતો કરે તો સ્ત્રી કાનુનનો સહારો લઇ શકે છે, જેની દરેક મહિલાને ખબર હોવી જોઈએ.
સૌથી પહેલા તો કોઈ પણ વ્યક્તિ તમારી મરજી વગર કંઈ પણ એવું કરે છે જેનો જાતીય સતામણીનો ઈરાદો હોય, જેનો ઈરાદો તમારા સમ્માનને ઠેસ પહોંચાડવાનો હોય તો તેને યૌન ઉત્ત્પીડન કહેવામાં આવે છે. યૌન ઉત્ત્પીડન સ્પર્શ કરીને પણ કરી શકાય છે અને બોલીને પણ કરી શકાય છે. જેમ કે તમારા પ્રાઇવેટ પાર્ટ્સ સંબંધિત કોઈ ગંદી વાતો કહેવી અથવા ગંદી કોમેન્ટ્સ કરવી.
આ ઉપરાંત કોઈ વ્યક્તિ જો તમારી મરજી વિરુદ્ધ તમને બ્લેક મેઈલ કરીને કે કોઈ અન્ય રીતે શારીરિક સંબંધ બનાવવા માટે મજબુર કરે તો તે ખુબ જ સંગીન અપરાધ છે. માટે તેની સામે મજબુર થવાને બદલે તમે તેના વિરુદ્ધ ફરિયાદ નોંધાવી શકો છો અને આ બાબતમાં તો મહિલાએ ખાસ એક વાર હિંમત કરી સમાજ શું કહેશે તેની પરવાહ કર્યા વગર ફરિયાદ નોંધાવી દેવી જોઈએ. કારણ કે જો ફરિયાદ નોંધવામાં ન આવે તો આગળ જતા તેનું ખુબ જ દુઃખદ પરિણામ આવે છે અને વારંવાર કોઈ મહિલાની મજબુરીનો ફાયદો ઉઠાવી તેની સાથે ગંદા કાર્યો કરી શકે છે.
જો કોઈ વ્યક્તિ તમને જબરદસ્તી કોઈ પોર્ન દેખાડે છે તો તમે તેના વિરુદ્ધ પણ ફરિયાદ નોંધાવી શકો છો.
જો કોઈ વ્યક્તિ કોઈ મહિલાને છુપાઈને કપડા બદલાવતા, જાતીય સંબંધો દરમિયાન જોવે તેમજ તેનો ફોટો પાડી લે અથવા તેનો વિડીયો બનાવી લે તો પણ એક ખુબ મોટો અપરાધ છે અને આ વાતને દબાવવા કરતા અપરાધી વિરુદ્ધ કાર્યવાહી કરીને તેને સજા અપાવવી ખાસ જરૂરી છે.
જો કોઈ વ્યક્તિ કોઈ છોકરી કે સ્ત્રીનો પીછો કરે, તેની સાથે જબરદસ્તી વાત કરવાની કોશિશ કરે, તેના ફોન નંબર, ઈમેઈલ , મેસેજ કે સોસીયલ મીડિયાની જાણકારી મેળવે અથવા તો તેને ગંદા મેસેજ કે ઈમેઈલ કરે તો તે પણ એક ગુનો ગણાય છે.
જો કોઈ સ્ત્રી કે છોકરી ઉપરમાંથી કોઈ પણ અપરાધનો ભોગી બની હોય તો તે બે રીતે અપરાધી વિરુદ્ધ પોતાની ફરિયાદ નોંધાવી શકે છે.
સૌથી પહેલી રીત કે તે National Commission for Women (NCW) નેશનલ કમીશન ફોર વુમન સેલનો સંપર્ક કરી શકે. ત્યાર બાદ તે લોકો લોકલ પોલીસને જાણ કરશે અને ફરિયાદ નોંધવામાં તમારી મદદ કરશે. NCW માં દરેક રાજ્ય પ્રમાણે અલગ અલગ તેની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. NCW ની વેબસાઈટમાં આખી ફોન ડિરેક્ટરી છે તેમાંથી તમે કોઈ પણ નંબરમાં કોલ કરીને સમગ્ર ઘટનાની જાણ કરી શકો છો. તેના માટે તમે આ http://www.ncw.nic.in/commission/telephone-directory લીક પર ક્લિક કરશો એટલે તરત જ તેની ફોન ડીરેક્ટરી ખુલી જશે. માટેના અલગ અલગ નંબર છે. ત્યાર બાદ તેનો કોઈ ઓફિસર ઘરે આવીને વધુ માહિતી પણ મેળવી શકે છે. ત્યાર બાદ તે પોલીસને જાણ કરશે અને તમારી મદદ કરશે. આ ઉપરાંત તમે તેની પાસેથી પોલીસના નંબર પણ લઇ શકો છો અને સમય સમય પર ફોન કરી તમે તમારા કેસની અપડેટ પણ મેળવી શકો છો.
ત્યાર બાદ તમે પોલીસ સ્ટેશને જઈને સીધી ફરિયાદ પણ કરી શકો છો. તેના માટે તમારે તમારા વિસ્તારના પોલીસ સ્ટેશને જવાનું છે અને ત્યાં જઈને તમે ફરિયાદ તરીકે પણ નોંધાવી શકો અથવા તો FIR પણ નોધાવી શકો છો. જે તમારે નક્કી કરવાનું છે. જો FIR નોંધાવો તો તમારે ઘટનાની દરેક માહિતી વિસ્તારથી જણાવવાની છે. ઘટના સ્થળ વગેરે જણાવવું.
તેમજ જો તમે અપરાધીને ઓળખાતા હોવ તો તેનું નામ પણ જણાવવાનું અને ન ઓળખતા હોવ તો તેનો હુલીયો જણાવવો. આ ઉપરાંત જો તમારી પાસે કોઈ પ્રૂફ હોય જેમ કે ફોટો વિડીયો કે પછી અપરાધી તરફથી આવેલ કોઈ મેસેજ કે મેઈલ કે કોલ રેકોર્ડીંગ તો તે પણ ત્યાં રજુ કરવા. જેથી તમારો કેસ ખુબ જ સ્ટ્રોંગ બની જાય. જો અપરાધ ખુબ જ સંગીન હોય તો પોલીસ વોરંટ વગર પણ અપરાધીને પકડી શકે છે અને જો જરૂર પડે તો તમારે પણ કોર્ટમાં જવાનું રહેશે.
અંતે દરેક સ્ત્રીને એક જ સલાહ કે કોઈ પણ પુરુષ તમારી સાથે કંઈક ખરાબ કરતો હોય તો તેને સહન ન કરવું. કારણ કે સહન કરવું તે પણ એક અપરાધ છે માટે એક વાર હિંમત કરીને તેના વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. જેથી કરીને સમાજના આવા એકતરફા રોમિયોની અક્કલ ઠેકાણે આવે અને અન્ય સ્ત્રીઓ પણ તેના અત્યાચારોથી બચી જાય.
મિત્રો તમારું આ બાબત પર શું કહેવું છે તે કોમેન્ટ કરીને જણાવજો તેમજ આ લેખને વધુમાં વધુ શેર કરજો જેથી દરેક સ્ત્રી આ નિયમોને જાણી શકે અને પોતાનો બચાવ કંઈ રીતે કરવો તે જાણી શકે.
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ Image Source: Google