છોકરાના લગ્ન જો આવી છોકરી સાથે થાય તો એ છોકરાનું ભાગ્ય ચમકી જશે…. જાણો કેવી કંઈ છે એ છોકરીઓ….

છોકરાના લગ્ન જો આવી છોકરી સાથે થાય તો એ છોકરાનું ભાગ્ય ચમકી જશે…. જાણો કેવી કંઈ છે એ છોકરીઓ….

આજે અમે જણાવશું કે કેવી છોકરી સાથે લગ્ન કરવાથી છોકરાનું ભાગ્ય બદલે છે. કહેવાય છે કે કોઈપણ છોકરીના લગ્ન બાદ તેનું ભાગ્ય તેના પતિ સાથે જોડાય જાય છે અને તેના ભાગ્યનો પ્રભાવ પતિના ભાગ્યમાં જોવા મળે છે. પરંતુ મિત્રો અમુક છોકરીઓ ખુબ ભાગ્યશાળી હોય છે, તો કોઈક છોકરીઓનું ભાગ્ય એટલું પ્રબળ નથી હોતું. પરંતુ હવે સવાલ એ થાય કે એ જાણવું કંઈ રીતે કે છોકરી કેટલી ભાગ્યશાળી છે !

પરંતુ તેનું નિવારણ પણ આપણા શાસ્ત્રોમાં મળી જાય છે. આપણા શાસ્ત્રોમાં ભાગ્યશાળી છોકરીના ઘણા એવા લક્ષણો જણાવેલા છે કે જેના આધારે આપણે માત્ર છોકરીને જોઇને જ જાણી શકીએ છીએ કે તે ભાગ્યશાળી છે કે નહિ. શાસ્ત્રો અનુસાર આ લક્ષણો ધરાવતી છોકરીઓ જે છોકરા સાથે લગ્ન કરે છે તેનું ભાગ્ય ચમકી જાય છે. તેને જીવનમાં સફળતા અને પ્રગતિ મળે છે તેમજ જીવનમાં સુખ અને સમૃદ્ધિ રહે છે. તો ચાલો જાણીએ તે ભાગ્યશાળી છોકરીઓના લક્ષણો વિશે.

જે છોકરીઓનું મસ્તિષ્ક મોટું હોય તેમજ લંબચોરસ હોય છે અને કપાળ થોડું લાલાશ પડતું હોય તો તેવી છોકરીનું ભાગ્ય લગ્ન બાદ ખુબ જ પ્રબળ થઇ જાય છે. તે છોકરીના લગ્ન જીવનમાં કોઈ સમસ્યાઓ નથી આવતી તેમજ લગ્ન જીવન સુખમય વીતે છે. આ ઉપરાંત તેના પ્રબળ ભાગ્યનો પ્રભાવ તેના પતિના જીવનમાં પણ જોવા મળે છે જેથી તેને સફળતા મળે છે.

ત્યાર બાદ જે છોકરીની ગરદન એટલે કે ડોક લાંબી હોય અને ગરદનથી ખભા સુધીનો આકાર જગ જેવો લાગે તો તે છોકરીઓ પણ ભાગ્યશાળી મનાય છે.

સમુદ્રશાસ્ત્ર અનુસાર જો કોઈ છોકરીના બંને આઇબ્રો એટલે કે નેણ વચ્ચે થોડી જગ્યા હોય તે છોકરીઓ પણ ખુબ ભાગ્યશાળી મનાય છે. તે જે છોકરા સાથે લગ્ન કરે છે તેનું ભાગ્ય પણ ચમકી જાય છે. પરંતુ મિત્રો બંને આઇબ્રો વચ્ચે જગ્યા જન્મથી જ હોવી જોઈએ.

જો છોકરીઓના નાકની વાત કરીએ તો જે છોકરીનું નાક નીચેથી થોડું ચપટું હોય તો તે છોકરીઓનો શુક્ર ખુબ મજબુત હોય છે. અને શુક્રની કૃપા હોવાથી તેના જીવનમાં ભરપુર સુખ સમૃદ્ધિ આવે છે. તેથી આવી છોકરીઓ પણ ભાગ્યશાળી મનાય છે.

આ ઉપરાંત જે છોકરીની આંખ ખુબ મોટી પણ ન હોય અને ખુબ નાની પણ ન હોય. પરંતુ તેની આંખ મધ્યમ કદની હોય તો તેવી છોકરીઓ પણ શાસ્ત્રો અનુસાર ભાગ્યશાળી ગણાય છે.

જો છોકરીની હથેળીની વાત કરીએ તો જે છોકરીની હથેળીમાં બુધ પર્વત એટલે કે ટચલી આંગળી નીચેનો ભાગ ઉપસેલો હોય તેવી છોકરીને પણ ભાગ્યશાળી માનવામાં આવે છે. આ ઉપરાંત જે છોકરીની હથેળીમાં શનિ પર્વત પણ ઉપસેલો હોય એટલે કે અંગુઠા પછીની બીજી આંગળી એટલે કે વચ્ચેની આંગળી કે જે સૌથી મોટી આંગળી હોય છે તેની નીચેનો ભાગ શનિ પર્વત ગણાય છે અને તે ભાગ ઉપસેલો હોય તેવી છોકરીઓ પણ ભાગ્યશાળી ગણાય છે.

મિત્રો સમુદ્ર શાસ્ત્ર અનુસાર જે છોકરીઓની હાથની આંગળીઓ વચ્ચે જગ્યા ન રહેતી હોય મતલબ હથેળી સીધી રાખે ત્યારે બધી આંગળીઓ એક બીજા સાથે એવી રીતે અડકેલી હોય કે આંગળીઓ વચ્ચે કોઈ પણ ગેપ ન રહેતો હોય. તો તે છોકરીઓને પણ ખુબ જ ભાગ્યશાળી માનવામાં આવે છે અને તે પોતાના પતિના જ સુખમાં પોતાનું સુખ ઈચ્છે છે.

તો મિત્રો શાસ્ત્રો અનુસાર આ લક્ષણો કે અંગો ધરાવતી છોકરીઓ ભાગ્યશાળી હોય છે અને સામાન્ય રીતે આ છોકરીઓનું ભાગ્ય લગ્ન બાદ વધારે મજબુત બનતું હોય છે. જેથી તેને તો જીવનમાં સુખ, સમૃદ્ધિ અને એશ્વર્યની પ્રાપ્તિ થાય જ છે. પરંતુ તેની સાથે સાથે તેનું ભાગ્ય એટલું પ્રબળ બની જાય છે કે તેનો પ્રભાવ તેના પતિના જીવનમાં પણ જોવા મળે છે. તેથી તેના પતિનું ભાગ્ય ખુલે છે અને દરેક જગ્યાએ તેને સફળતા પ્રાપ્ત થાય છે.

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ  

Leave a Comment