સાંઈબાબાના આ અગિયાર વચનો… જીવનમાં કરશે બધી સમસ્યાનું નિવારણ, કોમેન્ટ કરો “જય સાઈનાથ”

શિરડીના સાંઈબાબા પરમ કૃપાળુ અને ક્ષમાવાન છે. સાંઈબાબાનો દરેક ઉપદેશ જીવનને સાર્થક કરનાર છે. આથી તેના ઉપદેશોને જો હૃદયમાં અપનાવીને આચરવામાં આવે તો અનેક સમસ્યાનું સમાધાન થઈ શકે છે. તો મિત્રો આજે અમે આ લેખમાં તમને સાંઈબાબા દ્વારા કહેવામાં આવેલ 11 શબ્દો વિશે જણાવશું, જે દરેક વ્યક્તિના જીવનમાં આવતી સમસ્યાનું નિવારણ કરશે.

જેમ તમે જાણો જ છો કે ગુરુવારનો દિવસ સાંઈબાબાની પૂજા કરવાનો દિવસ માનવામાં આવે છે. એવું પણ કહેવામાં આવે છે કે સાંઈબાબાની પૂજા માટેના કોઈ નિયમો નથી. જો કે સાંઇબાબા પાસે ભક્તો માટે આ 11 શબ્દો છે, જે ખુબ મહત્વના છે. સાથે સાથે એવું પણ કહેવામાં આવે છે કે સાંઇબાબાના આ 11 શબ્દોમાં જીવનની દરેક સમસ્યાનું સમાધાન છુપાયેલું છે. તો ચાલો જાણીએ શું છે એ 11 શબ્દો અને શું છે તેનું મહત્વ.

“जो शिरडी में आएगा, आपदा दूर भगाएगा”

શિરડીને સાંઇબાબાનું નગર માનવામાં આવે છે. માન્યતાઓમાં એવું કહેવામાં આવે છે કે જે લોકો શિરડી જાય છે, તેની દરેક સમસ્યાઓ સમાધાન થઈ જાય છે.“चढ़े समाधि की सीडी पर, पग तले दुःख की पीढ़ी पर”

શ્રી સાંઈ મંદિરને સાંઈબાબાની સમાધિ કહે છે. એવું કહેવામાં આવે છે કે જે કોઈ સાંઈ મંદિરની મુલાકાત લે છે, તેની બધી મનોકામના પૂર્ણ થાય છે.

“त्याग शरीर चला जाऊंगा, भक्त हेतु दौड़ा आऊंगा”

સાંઇબાબા હંમેશાં તેમના ભક્તોની ભક્તિ માટે સમર્પિત હોય છે. સાંઈબાબાના આ શબ્દોમાં એમ કહેવું છે કે, કોઈ પણ મારો ભક્ત જો મુશ્કેલીમાં હશે, તો હું શરીરમાં ભલે ન રહું, પરંતુ હું મારા ભક્તની મદદ માટે હંમેશા દોડીને આવીશ.

“मन में रखना दृढ़ विश्वास, करे समाधि पूरी आस”

સાંઇબાબાએ જીવનમાં શ્રદ્ધાનું ખુબ જ મહત્વ બતાવ્યું છે. સાંઈબાબાએ કહ્યું છે કે, ભક્તોના મનમાં સંપૂર્ણ વિશ્વાસ હોવો જોઈએ, અને તે સમાધિ પર આવશે ત્યારે તેમની દરેક મનોકામના પૂર્ણ થશે.“मुझे सदा जीवित हो जानो, अनुभव करो सत्य पहचानो”

સાંઈબાબાએ પોતાના પાંચમાં વચનમાં જણાવ્યું કે મને હંમેશા જીવંત બનીને જાણો.

“मेरी शरण आ खाली जाए, हो तो कोई मुझे बताए”

સાંઈબાબા એ પોતાના આ વચનમાં કહ્યું છે કે, હું મારા આશ્રયસ્થાનમાં આવેલા ભક્તોની દરેક ઇચ્છા પૂરી કરું છું. જો ઈચ્છા પૂરી ન થાય તો કોઈ મને જણાવો.

“जैसा भाव रहा जिस जन का, वैसा रूप हुआ मेरे मन का”

સાંઈબાબાએ પોતાના સાતમા વચનમાં કહ્યું છે કે, જેવો ભાવ માણસનો હોય, હું તેને તેવા જ રૂપમાં દેખાવ છું.

“भार तुम्हारा मुझ पर होगा,वचन न मेरा झूठा होगा”

સાંઈબાબાએ કહ્યું છે કે, જે ભક્તો પૂરા ભક્તિભાવથી મારી પાસે આવે છે, તો હું તેમને ચોક્કસ મદદ કરીશ.“आ सहायता लो भरपूर, जो मांगा वो नहीं है दूर”

સાંઈબાબા કહે છે કે, હું ભક્તોની દરેક ઇચ્છા પૂરી કરીશ. જે મને ભક્તિથી યાદ કરે છે, હું તેની દરેક મનોકામના પૂરી કરીશ.

“मुझमें लीन वचन मन काया, उसका ऋण न कभी चुकाया”

સાંઈબાબાએ પોતાના આ વચનમાં કહ્યું છે કે, હું હંમેશાં એવા ભક્તનો ઋણી છું, જે મારા શરીર, મન અને શબ્દોમાં લીન થઈ જાય છે.

“धन्य धन्य व भक्त अनन्य, मेरी शरण तज जिसे न अन्य”

આ વચનમાં સાંઇબાબાએ કહ્યું છે કે, જે ભક્તો અનોખી રીતે મારી ભક્તિમાં રસ લે છે, તે ખુબ જ ધન્ય છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment