આ છે પેટ આંતરડા અને શરીરમાં જામેલી ગંદકીને બહાર કાઢવાના સટીક ઉપાયો, શરીરની તમામ ગંદકીને બહાર કાઢી લોહીને કરી દેશે એકદમ શુદ્ધ…

જો તમારા શરીરમાં ગંદકી ભરેલી હશે તો તમારા શરીરને નુકશાન થઈ શકે છે. આથી જો તમારા પેટમાં ખરાબી છે, તો તેની અસર તમારા આખા શરીર પર પડે છે. આથી તમારે કેટલાક એવા આયુર્વેદિક ઉપાય અપનાવવા જોઈએ, જેનાથી પેટ અને આંતરડાને સરખી રીતે સાફ કરી શકાય છે. તેનાથી શરીરમાં જામેલ ગંદકી તરત જ સાફ થઈ જાય છે.

આપણા શરીરની અંદર જામેલી ગંદકી સામાન્યથી લઈને ગંભીર બિમારીનું કારણ બની શકે છે. માટે જ મોટા ભાગના લોકો સમયે-સમયે પોતાની બોડીને ડિટોક્સ કરે છે. તેનાથી શરીરમાં રહેલ ટોક્સિન્સ બહાર નીકળી જાય છે, અને આપણે એકદમ સ્વસ્થ રહીએ છીએ. જો તમે પણ તમારી બોડીને ડિટોક્સ કરવા માંગો છો, તો અમુક આયુર્વેદિક ઉપાયોની મદદ લઈ શકો છો.

આ આયુર્વેદિક ઉપાય તમારા શરીરમાં જામેલી ગંદકીને સરળતાથી મળ દ્વારા બહાર કાઢવામાં મદદ કરે છે. સાથે જ તમારા શરીરના દરેક અંગની સરખી રીતે સફાઈ કરે છે. પેટ અને આંતરડામાં જામેલો અને સડેલો ખોરાક પણ બહાર નીકળી જાય છે. આ ઉપાય પેટ અને આંતરડાની ગંદકી દુર કરવામાં ખુબ જ અસરકારક છે.

શરીરમાં જામેલી ગંદકીને બહાર કાઢવા માટેના આયુર્વેદિક ઉપાય : આપણે બધા જ આપણી સમસ્યાઓને દૂર કરવા માટે આયુર્વેદિક ઉપાયોની મદદ લઈએ છીએ. શરીરમાં જામેલી ગંદકી બહાર કાઢવા માટે આયુર્વેદિક ઉપાય કારગર સાબિત થાય છે. તેની અસર તમારી ત્વચા પર પણ જોવા મળે છે. જો તમારા શરીરમાં અંદર ગંદકી હશે તો તમારી ત્વચા પર તેની અસર થાય છે. અને ત્વચા બેજાન બને છે, ત્વચાની સુંદરતા ઓછી થઈ જાય છે.

આમળા : આમળા ત્વચા, વાળ અને સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભદાયી હોય છે. શરીરમાં જામેલી ગંદકીને બહાર કાઢવા માટે પણ આંબળાનો ઉપયોગ થઈ શકે છે. આંબળામાં રહેલ એન્ટીઓક્સિડેન્ટ ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદરૂપ થાય છે. સાથે જ આંબળા પેટની ગરમીને પણ શાંત કરે છે. આંબળાનું સેવન તમે જ્યુસ કે પાવડરના રૂપમાં કરી શકો છો.

લીંબુ : લીંબુને એક સરસ બોડી ડિટોક્સિફિશેનના રૂપથી ઓળખવામાં આવે છે. તે લોહીને શુદ્ધ કરે છે. લીંબુ પેટ અને આંતરડાની અંદરની સફાઈ પણ કરે છે. કિડની અને લિવરમાં જામેલી ગંદકી બહાર કાઢવા માટે પણ લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. આ માટે તમે નવશેકું ગરમ પાણી લઈ તેમાં લીંબુનો રસ મિક્સ કરો. સવારે ખાલી પેટ તેનું સેવન કરવાથી શરીરમાં જામેલી ગંદકી દૂર થાય છે.

એલોવેરા : એલોવેરા ત્વચા અને સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક હોય છે. એલોવેરાનું સેવન કરવાથી પેટમાં જામેલી ગંદકી સરળતાથી મળ ત્યાગ દ્વારા બહાર નીકળી જાય છે. સાથે જ તે પેટની ગરમીને પણ શાંત કરે છે. દરરોજ સવારે ખાલી પેટ એલોવેરાનું જ્યુસ પીવાથી ત્વચા સુંદર બને છે.

લીમડો : આયુર્વેદમાં લીમડાનો ઉપયોગ ઘણા રોગોને દૂર કરવા માટે કરવામાં આવે છે. લોહીની શુદ્ધિ માટે લીમડાનો ઉપયોગ કરવામાં આવે છે. લીમડો પેટ અને આંતરડાની ગંદકી બહાર કાઢીને ત્વચાને સુંદર બનાવે છે. શરીરમાં જામેલ ટોક્સિન્સ પણ સરળતાથી બહાર નીકળી જાય છે.

ઓઈલ પુલિંગ : આયુર્વેદમાં ઓઈલ પુલિંગને ઘણું મહત્વ આપવામાં આવ્યું છે. તેનાથી ઘણા રોગો દૂર થાય છે. દરરોજ સવારે ખાલી પેટ ઓઈલ પુલિંગ કરવાથી શરીરમાં જામેલ ટોક્સિન્સ બહાર નીકળી જાય છે. તે આંતરડા, ફેફસાની સફાઈ કરવામાં મદદરૂપ છે. તે માટે તમે એક ચમચી તેલ લો. હવે તેને 3 થી 4 મિનિટ સુધી મોંમાં જ ફેરવતા રહો. પછી બહાર થુંકી દો. તેનાથી તમારી ઘણી સમસ્યાઓ દૂર થાય છે.

આમ તમે ઉપર જણાવેલ વસ્તુઓનું સેવન કરીને શરીરમાં જામેલ ગંદકી દુર કરી શકો છો. શરીર અંદરથી સ્વસ્થ હશે તો તમારું સ્વાસ્થ્ય પણ એકદમ ફીટ રહેશે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment