આટલા લોકો ઘરે આવે તો તેને ક્યારેય પણ ન જવા દો ખાલી હાથે.. નહિ તો પસ્તાશો

મિત્રો આપણા શાસ્ત્રોમાં એવું લખાયું છે કે દાન કરવાથી ધન વધે છે. પરંતુ અમુક લોકોનું એવું માનવું હોય છે કે દાન કરવાથી ધન ઘટી જાય છે. પરંતુ મિત્રો હકીકતમાં આ ધન આપણને ભગવાનની કૃપાથી મળેલું હોય છે માટે તેનું દાન કરવું જોઈએ. દાન કરવાથી આપણા પાપ ઘટે છે માટે આપણી આવકનો અમુક ભાગ આપણે અવશ્ય દાન કરવો જોઈએ.

દાન કરવું  એ સારી વાત છે પરંતુ દાન હંમેશા જરૂરીયાત મંદ લોકોને જ કરવું જોઈએ. તેવી જ રીતે અમુક લોકો એવા પણ હોય છે જેને આપણે ઘરેથી ક્યારેય ખાલી હાથે ન જવા દેવા જોઈએ. તેને કંઈકને કંઈક તો આપવું જોઈએ. મિત્રો અમુક વ્યક્તિઓ એવા પણ છે જે તમારા ઘરે દાન માટે આવે અને તમે તેને ક્યારેય ખાલી હાથે ન જવા દો તો તમારા ઘરમાં હંમેશા સુખ અને સમૃદ્ધિ છવાયેલી રહેશે.

ભલે કોઈ પણ રૂપે તમારા ઘરે કોઈ વ્યક્તિ આવી હોય ભલે તેના મનમાં જે કંઈ પણ હોય, પરંતુ તેને કંઈક દાન આપવું એ તમારું કર્તવ્ય બની જાય છે. દાન આપવાની કોઈ સીમા નથી હોતી માટે તમારાથી જે બને તે મદદ કરવી જોઈએ. તો ચાલો જાણીએ કે એવા ક્યાં લોકો છે જેને આપણા ઘરેથી ખાલી હાથે ન જવા દેવા જોઈએ.

સૌથી પહેલા છે આપણા આંગણે આવેલ ભિખારી. મિત્રો આપણા ઘરે કોઈ ભિખારી આવે છે તો તેને કંઈકને કંઈક અવશ્ય દાન આપવું જોઈએ. મિત્રો નર સેવા જ નારાયણ સેવા હોય છે. મિત્રો જે ભિખારી આપણા ઘરે આવે છે તેને દરિદ્ર નારાયણ પણ કહેવામાં  આવે છે. કારણ કે એવું મનાય છે કે આપણે ભિખારીને જે દાન આપીએ છીએ તે સીધું નારાયણ એટલે કે ભગવાન વિષ્ણુ સુધી પહોંચે છે. તેથી આપણા પર ભગવાનની કૃપા થાય છે.

ભગવાન વિષ્ણુની કૃપા થવાથી આપણા ઘરમાં પણ ધનમાં વૃદ્ધિ થાય છે. ભિખારીને દાનમાં આપેલ ધન વ્યર્થ નથી થતું પરંતુ તે દાનના બદલામાં આપણને ભગવાનની કૃપા પ્રાપ્ત થાય છે. માટે ભિખારીને ક્યારેય ખાલી હાથે ન જવા દેવા અને કંઈકને કંઈક આપવું.

બીજું છે કિન્નર. મિત્રો આપણા ઘરે જ્યારે પણ કોઈ કિન્નર આવે તો તેને દાન અવશ્ય આપવું જોઈએ. કિન્નરને જ્યોતિષ શાસ્ત્રમાં બુદ્ધ ગ્રહના પ્રતિક માનવામાં આવે છે. માટે જ કહેવાય છે કે કિન્નરના આશીર્વાદ ઝડપથી ફળે છે અને આપણને વૃદ્ધિ કરાવે છે. માટે આપણા ઘરે કિન્નર જ્યારે પણ આવે તેને કંઈકને કંઈક અવશ્ય દાન આપવું જોઈએ કારણ કે તેનાથી ઘરમાં બરકત વધે છે.

ત્યાર બાદ ત્રીજી વ્યક્તિ છે કે તમારા ઘરે કોઈ અપંગ કે રોગી વ્યક્તિ દાન માંગવા આવે અથવા તો તમારા ઘરની આસપાસ કોઈ રોગી છે જેને મદદની જરૂરીયાત છે તો તેને આપણી આવશ્યકતા મુજબ કંઈકને કંઈક આર્થિક મદદ કરવી જોઈએ. કારણ કે એવું કહેવાય છે કે જો તમે આ લોકોને દાન આપીને તેમની મદદ કરો તો તમારા જીવનમાં શનિ અને રાહુનો દુષ્પ્રભાવ દુર થાય છે. તો મિત્રો તમારી ઘરે કોઈ રોગી કે અપંગ દાન માટે આવે અથવા તમારી આસપાસ તેવા કોઈ જરૂરીયાત મંદ રોગી કે અપંગો હોય તો તેને દાન અવશ્ય કરવું જોઈએ.

સૌથી છેલ્લા છે કોઈ વૃદ્ધ યાચક. મિત્રો આપણા ઘરે કોઈ વૃદ્ધ વ્યક્તિ કંઈ માંગવા માટે આવે તો તેને અવશ્ય ક્ષમતા મુજબ દાન આપવું જોઈએ. એવું કહેવાય છે કે વૃદ્ધોના આશીર્વાદ પણ ફળે છે માટે તેને પણ ખાલી હાથે ન જવા દેવા જોઈએ.

તો મિત્રો આ ચાર વ્યક્તિઓ આપણા ઘરે આવે તો તેને ક્યારેય ખાલી હાથે પાછા વાળવાની ભૂલ ન કરવી જોઈએ. તો મિત્રો શું તમે પણ માનો છો કે દાન કરવું જોઈએ કે નહિ કોમેન્ટ કરીને જણાવો.અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

👉 તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ 

1 thought on “આટલા લોકો ઘરે આવે તો તેને ક્યારેય પણ ન જવા દો ખાલી હાથે.. નહિ તો પસ્તાશો”

Leave a Comment