મહિલાઓને થતી લ્યુકોરિયા(સફેદ પાણી) ની બીમારીનો કાળ છે આ એક ઔષધી, લ્યુકોરિયાના લક્ષણો સહિત ઇન્ફેકશનને કરી દેશે ગાયબ… જાણો સેવનની રીત…

ઘણી મહિલાઓને માસિક પછી સફેદ પાણી પડવાની તકલીફ થતી હોય છે. જ્યારે આવું થાય છે ત્યારે મહિલામાં ખુબ જ કમજોરી આવે છે, થાક લાગે છે, તેમજ અન્ય ઘણી સમસ્યાઓ થાય છે. આથી સમય રહેતા તેનો ઈલાજ કરવો ખુબ જ જરૂરી બની જાય છે. સફેદ પાણીના આયુર્વેદિક ઈલાજમાં નાગકેસર ખુબ જ અસરકારક નીવેડે છે. ચાલો તો તેને ઉપયોગ કરવાની રીત વિશે જાણી લઈએ.

લ્યુકોરિયા મહિલામાં થતી એક સમસ્યા છે. જેને સફેદ પ્રદર પણ કહેવાય છે. સફેદ પાણીની સમસ્યા થવા પર યોની માંથી સફેદ દુર્ગંધ યુક્ત પાણી નીકળે છે. જયારે યોની ઇન્ફેકશન અથવા સોજાના કારણે લ્યુકોરિયાની સમસ્યા થઈ શકે છે. મોટેભાગે સાફ સફાઈ ન રાખવા પર આ સમસ્યા થાય છે. આ સમસ્યા થવા પર પગ, કમર, હાથમાં દુખાવાની સમસ્યા થઈ શકે છે. આ સિવાય યોનીમાં સોજો અને ખંજવાળની સમસ્યા પણ થઈ શકે છે. નાગકેસરના વૃક્ષમાં ફૂલ આવે છે, તેનો પાવડર બજારમાંથી સરળતાથી મળી રહે છે. આ સમસ્યાને દુર કરવા માટે તમે નાગકેસરનો ઉપયોગ કરી શકો છો. ચાલો તો આ લેખમાં આપણે નાગકેસરના ઉપયોગ વિશે જાણી લઈએ.

નાગકેસર, દૂધ અને મુલેઠી : સફેદ પાણીની સમસ્યા દુર કરવા માટે તમે નાગકેસરના પાવડરમાં મુલેઠીનો પાવડર મિક્સ કરો, અને તેમાં થોડી મિશ્રી ઉમેરો, હવે આ મિશ્રણનું સેવન ગરમ દૂધ સાથે સવાર અને સાંજે કરો. તેનાથી સફેદ પાણીની સમસ્યા દુર થઈ જશે. લ્યુકોરિયાની સમસ્યાથી બચવા માટે તમે મીઠી વસ્તુઓ ખાવાનું છોડી દો. તેનાથી આ સમસ્યા વધી શકે છે.

નાગકેસર અને છાશ : સફેદ પાણીની સમસ્યા દુર કરવા માટે તમે નાગકેસરના પાવડર સાથે છાશનું પણ સેવન કરી શકો છો. નાગકેસરને પીસીને ચૂર્ણ બનાવી લો. તેમાં છાશ મિક્સ કરો. પછી સવાર સાંજ તેનું સેવન કરો. તમારે છાશમાં અડધો ગ્રામ નાગકેસર મિક્સ કરવાનું છે.

નાગકેસર, મિશ્રી અને માખણ : સફેદ પાણીની સમસ્યા દુર કરવા માટે તમે નાગકેસરના પાવડરમાં મિશ્રી અને માખણ મિક્સ કરીને સેવન કરો. તેનાથી સફેદ પાણીની સમસ્યા દુર થઈ જશે. આ માટે તમે એક ચમચી માખણમાં એક ચમચી મિશ્રી અને નાગકેસરનો પાવડર મિક્સ કરો અને સવાર સાંજ તેનું સેવન કરો.

નાગકેસર, અશોકની છાલ અને સફેદ ચંદન : સફેદ પાણીની સમસ્યા દુર કરવા માટે તમે નાગકેસરના પાવડરમાં અશોકની છાલનું ચૂર્ણ અને સફેદ ચંદન મિક્સ કરો. હવે આ મિશ્રણને તાજું અથવા નવશેકા ગરમ પાણીમાં મિક્સ કરો. તો સફેદ પાણી બંધ થઈ જશે. માસિક દરમિયાન નાગકેસરનો ઉપયોગ ન કરો. માસિક દરમિયાન તમે વધુ પાણી પીવો અને હેલ્દી ખોરાકનું સેવન કરો.

નાગકેસર અને ચોખાનું પાણી : સફેદ પાણીની સમસ્યા દુર કરવાનો સૌથી સરળ ઉપાય એ છે કે, તમે નાગકેસરના ચૂર્ણને ચોખાના પાણીની સાથે મિક્સ કરીને સેવન કરો. તેનાથી આ સમસ્યા જલ્દી દુર થશે. આ માટે તમે બે ચમચી ચોખાનું પાણી લો અને નાગકેસરનું ચૂર્ણ મિક્સ કરો અને સાવર સાંજ તેનું સેવન કરો. તેનાથી આરામ મળશે.

સફેદ પાણીની સમસ્યાથી કેવી રીતે બચવું ? : 1 ) સફેદ પાણીની સમસ્યાથી બચવા માટે તમે શરીરને સાફ રાખો. યોનીને સાફ રાખવા માટે તમે શુદ્ધ પાણીથી યોનીને સાફ કરો.
2 ) માસિક દરમિયાન તમારે સાફ-સફાઈનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. અને દર 4-5 કલાકે માસિક દરમિયાન પેડને બદલી નાખવું જોઈએ.
3 ) તમારે કોટન પેડનો ઉપયોગ કરવો જોઈએ. આ સિવાય તમે પેન્ટીને પણ બે થી ત્રણ વખત બદલી શકો છો.

જો તમને લાંબા સમયથી સફેદ પાણીની સમસ્યા રહે છે તો એ લક્ષણ સારા નથી. આ સિવાય જો આ પાણી પીળું, હળવું લાલ, નીલા રંગનું હોય તો આ ગંભીર સમસ્યા છે. આથી તમારે તરત જ ડોક્ટરને દેખાડવું જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment