સામાન્ય દેખાતા આ દાણા વાળ અને ત્વચા માટે છે વરદાન સમાન, વાળ અને ત્વચાની તમામ સમસ્યાઓ દુર કરી બનાવી દેશે એકદમ સુંદર અને આકર્ષક…

મિત્રો તમે સિંગદાણા તો ખાતા જ હશો, તેમજ તેનાથી થતા ફાયદાઓ અંગે પણ જાણતા જ હશો. એક હેલ્દી ખોરાકના રૂપમાં તમે સિંગદાણાને પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. તેના સેવનથી તમને અનેક પોષક તત્વો મળે છે.

સિંગદાણાના સેવનથી શરીરને ઘણા લાભ મળે છે પરંતુ, શું તમને ખબર છે કે, તેનો ઉપયોગ તમે તમારી સ્કિનને ગ્લોઇંગ અને વાળને ચમકદાર બનાવવા માટે પણ કરી શકો છો. આપણે બધા ડાઘ વગરની અને ખૂબસૂરત ત્વચા માટે વિભિન્ન પ્રોડક્ટસનો ઉપયોગ કરીએ છીએ, પરંતુ તેનાથી કોઈ ખાસ ફરક પડતો નથી. પરંતુ ઘણી વખત તો ત્વચામાં રેશિઝ અને લાલ ચકામા થઈ જાય છે. તેવામાં તમારે મગફળી માંથી બનેલ ફેસપેક તમારા ચહેરા પર લગાડવું જોઈએ. સાથે જ તેના તેલનો ઉપયોગ તમે તમારા વાળમાં પણ કરી શકો છો. તેનાથી વાળ લાંબા અને ચમકદાર બને છે. સાથે જ વાળ ખરતા પણ ઓછા થઈ જાય છે.

વાસ્તવમાં, મગફળીમાં કેલોરી, પ્રોટીન, ફાઈબર, કાર્બોહાઈડ્રેડ, આયરન, કેલ્શિયમ, સોડિયમ અને પોટેશિયમ જોવા મળે છે. સાથે જ તે એન્ટીઓક્સિડેન્ટથી ભરપૂર હોય છે. તો ચાલો જાણીએ સ્કીન અને વાળ માટે મગફળીના ફાયદા અને ઉપયોગ વિશે વિસ્તારથી…

સ્કિન : મગફળી ત્વચાને હેલ્થી અને ખૂબસૂરત બનાવવામાં મદદ કરે છે. તે ત્વચાને અંદર સુધી સાફ કરી તેને પોષણ પ્રદાન કરે છે. તે ત્વચાના છિદ્રોને સાફ અને શાંત કરવામાં મદદ કરે છે, જેના કારણે ખીલની સમસ્યા પણ થતી નથી. તેના ઉપયોગથી કોઈ હાનિકારક પ્રતિક્રિયા થતી નથી.

કેવી રીતે કરવો ઉપયોગ : સ્કીન માટે સિંગદાણાનો ઉપયોગ કરવા માટે સૌથી પહેલા તમે સ્કિનને સરખી રીતે સાફ કરી લો. હવે 2 ચમચી સિંગદાણાનું પેસ્ટ, 1 ચમચી દૂધ અને 1 ચમચી મધ સરખી રીતે મિક્સ કરી લો. આ માટે સિંગદાણાને રાત્રે જ ફૂલવા દેવી. હવે આ મિશ્રણ ચહેરા પર લગાડીને 20 મિનિટ પછી ધોઈ લો. તેનાથી ચહેરો સુંદર અને ડાઘ વગરનો લાગે છે. તેનો ઉપયોગ અઠવાડિયામાં 1 વખત જ કરવો.

એન્ટિ એજિંગ : સિંગદાણામાં બીટા-કેરોટિન અને એન્ટીઓક્સિડેન્ટ જોવા મળે છે, જે સ્કીન માટે ખુબ જ ફાયદાકારક હોય છે. તેના ઉપયોગથી ચહેરા પરની કરચલી અને ફાઇન લાઇન્સ પણ ઓછી થાય છે. તેના રોજિંદા સેવનથી ઉમર વધવાની સાથે તમારા ચહેરા પર નિખાર આવતો જાય છે. તેમાં જોવા મળતું પ્રોટીન કેશિકાઓના નિર્માણ માટે મહત્વપૂર્ણ હોય છે, જેનાથી ત્વચામાં કસાવ બનેલો રહે છે અને ત્વચા સુંદર દેખાય છે.

કેવી રીતે કરવો ઉપયોગ : ત્વચાને યુવાન બનાવી રાખવા માટે તમે સિંગદાણા અને સંતરાનો ઉપયોગ કરી શકો છો. તે માટે એક સંતરાને સરખી રીતે છોલીને તેની પેસ્ટ બનાવી લો. પછી સિંગદાણાને દૂધ સાથે વાટીને તેની પેસ્ટ બનાવી લો. હવે સંતરાની પેસ્ટને સિંગદાણાની પેસ્ટ સાથે મિક્સ કરી લો અને તેને સ્કીન પર લગાડી લો. હવે તેને 15 મિનિટ સુધી રહેવા દો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લેવો.

સનબર્ન : સિંગદાણાના ઉપયોગથી ત્વચાને સનબર્ન અને ક્ષતિથી બચાવી શકાય છે. તેમાં જોવા મળતા વિટામીન્સ, મેગ્નેશિયમ અને ઝિંક તમારી ત્વચાને સ્વસ્થ બનાવી રાખે છે. સાથે જ બીટા-કેરોટિન અને એન્ટીઓક્સિડેન્ટ ત્વચાને સનબર્નથી બચાવે છે અને ચહેરા પર નિખાર લાવે છે.

કેવી રીતે કરવો ઉપયોગ : આ માટે તમે સિંગદાણાના તેલમાં લીંબુના થોડા ટીપાં મિક્સ કરીને લગાડી શકો છો. તેને સરખી રીતે સનબર્ન વાળી જગ્યાએ મસાજ કરતાં કરતાં લગાડવું અને થોડી વાર પછી ઠંડા પાણીથી ધોઈ લેવું.

વાળના વિકાસ માટે : વાળ માટે સિંગદાણા ખુબ જ સારી વસ્તુ ગણાય છે. બાયોટીન વાળના વિકાસ માટે જરૂરી હોય છે. સિંગદાણાનું તેલ વાળમાં લગાડવાથી તમારા વાળ ચમકદાર અને ઘટ્ટ બને છે. સાથે જ તેનાથી રસીની સમસ્યામાં પણ આરામ મળી શકે છે.

કેવી રીતે કરવો ઉપયોગ : સિંગદાણાના તેલને પાણીમાં મિક્સ કરીને ન્હાવાથી તમારા વાળ ખુબ જ મજબૂત બને છે અને તેનાથી વાળ ઝડપથી વધે છે. તેનો ઉપયોગ તમે અઠવાડિયામાં 2 વખત કરી શકો છો.

વાળને ખરતા રોકવા : ઘણા લોકો વાળના ખરવાથી ખુબ જ પરેશાન હોય છે. એકધારા વાળ ખરવાને કારણે તમારા વાળ પાતળા અને બેજાન બની જાય છે, પરંતુ સિંગદાણાના ઉપયોગથી તમારા વાળ ખરતા અટકી શકે છે. સાથે જ વાળમાં પડતાં બે ફાડા પણ ઘટાડી શકાય છે.

કેવી રીતે કરવો ઉપયોગ : આ માટે તમે અઠવાડિયામાં 2 વખત સિંગદાણાનું તેલ અને નારિયેળનું તેલ મિક્સ કરીને લગાડી શકો છો. તેને સરખી રીતે મસાજ કર્યા પછી તમે વાળને માઈલ્ડ શેમ્પુથી ધોઈ શકો છો.

કાળજીઓ : આમ તો સિંગદાણાના ઘણા ફાયદા છે પરંતુ તેના વધારે ઉપયોગથી નુકશાન પણ થઈ શકે છે. તેના ઉપયોગથી તમને એલર્જીની સમસ્યા થઈ શકે છે. સાથે જ, જો તમને સિંગદાણાથી એલર્જી હોય તો, તમારી સ્કીન પર રેશિઝ અને અન્ય પરેશાની થઈ શકે છે. માટે જ સ્કીન પર તેના ઉપયોગ પહેલા પૈચ ટેસ્ટ જરૂરથી કરવો જોઈએ. સાથે જ વાળમાં પણ તેનો સંભાળીને જ ઉપયોગ કરવો જોઈએ. જો તમે કોઈ બીમારી માટે દવા લઈ રહ્યા હોય તો, ડોક્ટરની સલાહ વગર તેનો ઉપયોગ ન કરવો જોઈએ.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment