લોકડાઉન પછી ઘણા લોકો એ વાતને લઈને પરેશાન છે કે તેનો વજન કેવી રીતે વધી રહ્યો છે. ઘણા પ્રયત્નો કરવા છતાં ઓછો નથી થતો, તો તમારે હવે ચિંતા કરવાની જરૂર નથી. જો તમે એક અઠવાડિયામાં વધેલ વજન ઓછો કરવા માંગો છો તો આજે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
પાઈનેપલ ડાયટ વજન ઓછો કરવા માટે ખુબ જ સરળ ઉપાય છે. આ ડાયટ 1970 માં ડેનિશ મનોવૈજ્ઞાનિક સ્ટેન હેગ્લર બનાવી હતી. આ માટે તમારે 5 દિવસ સુધી 2 કિલો પાઈનેપલ અન્ય સ્વાસ્થ્ય પદાર્થ સાથે ખાવા છે. તે ખુબ જ ઝડપથી પાણીનો વજન ઓછો કરશે સાથે શરીરમાંથી વિષાક્ત પદાર્થ બહાર કાઢવામાં પણ મદદ કરશે અને 5 દિવસમાં 5 કિલો વજન ઓછો થશે. ચાલો તો જાણીએ કે પાઈનેપલના ડાયટથી વજન ઓછું કેવી રીતે થાય.1 ) પાઈનેપલ ડાયટ વજન ઓછો કરવા માંગતા લોકો માટે એક નવો ટ્રેડના રૂપમાં સામે આવી છે. તેમાં અનાનસથી પાચન સંબંધી સમસ્યા દુર થાય છે. એક અભ્યાસ અનુસાર અનાનસ અથવા પાઈનેપલમાં રહેલ એન્જાઈમ અને ફાઈટોન્યુટ્રીએટસ પ્રોપર ડાયજેશન માટે સારા છે. તેના બદલામાં તે વજન ઓછો કરવા અને સોજા ઠીક કરવામાં મદદ કરે છે.
2 ) 5 દિવસમાં 2 કિલો અનાનસ ખાવાથી ભૂખ ઓછી લાગે છે. અનાનસમાં પાણી, ડાયટ ફાઈબર અને બ્રોમેલેન હોય છે. આ બધા પોષક તત્વો એબ્જોર્વ કરવામાં મદદ કરે છે સાથે મળ ત્યાગને પણ ધીમું કરવામાં સારું છે.
3 ) અનાનસમાં કેલેરી ઓછી હોય છે, પણ તે ઘણી પૌષ્ટિક હોય છે. એક કપ અનાનસમાં 82 કેલેરી હોય છે. રસદાર હોવાના કારણે તેનું સેવન કર્યા પછી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી.4 ) પાઈનેપલ ખાધા પછી પહેલા કરતા વધુ એનર્જીક અને એક્ટીવ અનુભવો છો. જ્યારે તમે એક્ટીવ રહેશો તો શરીરમાં ઓછા વિષાક્ત પદાર્થ જમા થશે અને મેટાબોલીઝ્મ સક્રિય રહેશે. બદલામાં તમારું વજન ઝડપથી ઘટવા લાગશે.
5 દિવસનો પાઈનેપલ ડાયટ પ્લાન : જો તમે ઈચ્છો છો કે તમારું વજન ધીમે ધીમે અને સ્વસ્થ રીતે ઓછું થાય તો આ ડાયટ પ્લાન તમારા માટે છે. આ ડાયટ પ્લાનમાં તમે અન્ય ખાદ્ય પદાર્થને પણ સામેલ કરી શકો છો. ડાયટ શરૂ કરતા પહેલા ધ્યાન રાખો કે દરરોજ નિયમિત રીતે નાસ્તો કરો. નાસ્તામાં અનાનસ ખાવ, વધુ પાણી પીવો, અને રાતનું ભોજન સુતા પહેલાના 3 કલાક પહેલા જ ખાઈ લો.
નાશ્તા – હોલ બ્રેડની એક સ્લાઈસ, એક વાટકો ફેટ ફ્રી યોગર્ટ અને 100 ગ્રામ પાઈનેપલ ખાવ. બપોરના ભોજનમાં – 100 ગ્રામ અનાનસ, પોષ્ટિક કઠોળ અને સબ્જીનું સૂપ. રાતના ભોજનમાં – પાઈનેપલ સલાડ, 100 ગ્રામ પોષ્ટિક કઠોળ અથવા પાઈનેપલ અને 100 ગ્રામ સાબુત રાઈસ.પાઈનેપલ ડાયટ માટે કસરત : જ્યારે પણ વજન ઓછો કરવાની વાત આવે છે તો સ્વસ્થ આહાર જરૂર માનવામાં આવે છે. પણ આ દરમિયાન વર્કઆઉટને નજરઅંદાજ નથી કરી શકાતું. અહી અમે તમને કસરત રૂટીન જણાવી રહ્યા છીએ, જેને તમે પાઈનેપલ ડાયટના દિવસોમાં ફોલો કરી શકો છો.
નેક રોટેશન – 1 સેટમાં 10 વખત ડોક ફેરવો, પહેલા કલોક વાઈસ અને પછી એન્ટીક્લોસ વાઈસ ફેરવો. શોલ્ડર રોટેશન – 10 રેપ્સનો એક સેટ, આર્મ રોટેશન – 10 રેપ્સનો એક સેટ, સ્પોર્ટ જોગીંગ – 5 થી 10 મિનીટ, જમ્પિંગ જેક – 20 રેપ્સના બે સેટ, ક્રન્ચેસ – 10 રેપ્સના બે સેટ, પુશઅપ્સ – 5 રેપ્સના બે સેટ, જો તમને વ્યાયામ કર્યા પછી તરત જ ભુખ લાગે છે તો તમે પાઈનેપલ જ્યુસ પી શકો છો.
પાચનમાં સુધારો : આ ટ્રોપિકલ ફળમાં પાણીની માત્રા વધુ હોવાના કારણે તેમાં મુત્રવર્ધક પ્રભાવ હોય છે. તેનું સેવન કરવાથી પાચન સારું થઈ જાય છે અને ખોરાકની ખરાબ આદતના કારણે શરીરમાં જમા થયેલ હાનિકારક વિષાક્ત પદાર્થથી પણ છુટકારો મળે છે.હાર્ટ એટેક : અનાનસમાં બ્રોમેલેન હોય છે, જે પ્રોટીન પાચન એન્જાઈમનું મિશ્રણ છે. અનાનસમાં આ એન્જાઈમ બ્લડને જાડું કરતા પ્રોટીનને તોડે છે. જેના પછી બ્લડ પાતળું થઈ જાય છે. તેનાથી હૃદયનો હુમલો, સ્ટ્રોક, હૃદયની બીમારી થવાની સંભાવના ઓછી થઈ જાય છે.
ઝડપથી ફેટને ઓછું કરે : પાઈનેપલના નિયમિત સેવનથી સેરોટોનીન હાર્મોનનું ઉત્પાદન થાય છે, જે મેટાબોલીઝ્મને તેજ કરવા માટે જવાબદાર છે. જેનાથી ફેટ ખુબ ઝડપથી ઓછું થાય છે.પાઈનેપલ ડાયટના નુકસાન : પ્રોપર હાઈડ્રેશન વગર તમને એસીડીટીનો અનુભવ થઈ શકે છે. જો તમને અનાનસથી એલર્જી છે તો તમારા મોઢા અને ગાલ પર સોજો આવી શકે છે. વજન ઓછો કરવા માટે પાઈનેપલ ડાયટ ખુબ જ પ્રભાવી છે પણ તે લાંબો સમય તમારો સાથ નહિ આપે. આથી શરૂ કરતા પહેલા કોઈ નિષ્ણાંતની સલાહ જરૂર લેવી.
(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી