જાણી લો બ્લેક ફંગસ માટેના જબરદસ્ત આ 11 આયુર્વેદિક ઉપચાર, જિંદગીમાં ક્યારેય નહીં થાય આ રોગ…

કોવિડ-19 ની લહેર પૂરી રીતે થંભી ન હતી કે, બ્લેક ફંગસના કેસો વધવા લગ્યા હતા. આજે લગભગ કેટલાક લોકો મ્યુકોરમાઈકોસિસના ચેપમાં આવીને પોતાની આંખોને ગુમાવી રહ્યા છે. 12 હજારથી પણ વધારે લોકો આ ચેપની ઝપેટમાં આવી ગયા છે. જાણકારો અનુસાર, બ્લેક ફંગસની મૃત્યુનો દર 54 ટકાથી વધારે થાય છે અને આ એક પ્રકારે કેન્સરના દર્દીની જેમ શરીરમાં નુકશાન પહોંચાડે છે, તેવી જ રીતે નુકશાન પહોંચાડે છે. જો તમે સમય રહેતા તેની ઓળખ કરી લો છો, તો આ રોગનું નિવારણ થઈ શકે છે.

બ્લેક ફંગલ વધારે તે લોકોમાં જોવા મળે છે, જે કોવિડથી ઠીક થઈ ચૂકયા હોય છે અને જે પણ લોકોને ડાયાબિટીસની સમસ્યા છે. તમે કદાચ જાણતા જ હશો કે, ઘણી વાર આપણા ખાનપાનથી પણ અનેક બીમારી થતી હોય છે. તેવામાં જો તમે કોવિડથી રિકવર થઈ ચૂકયા છો, તો આ તબક્કામાં બ્લેક ફંગસને રોકવા માટે તમારે તમારા આહારમાં પણ ખુબ જ ધ્યાન આપવાની જરૂર છે. બ્લેક ફંગસને ઓછું કરવા માટે, આયુર્વેદ ડોક્ટરે તેને રોકવા માટે કેટલીક પ્રકારના આહાર લેવાનું સૂચવે છે. જેના વિશે આજે તમને જણાવશું.આયુર્વેદની 11 ઔષધિ કરી શકે છે ફંગલને રોકવામાં મદદ : બેંગ્લોરના જીવોત્તમ આયુર્વેદ કેન્દ્રના વૈદ્ય ડોક્ટર શરદ કુલકર્ણી M.S (Ayu), (Ph.D.)મ્યુકોરમાઈકોસિસથી લડી રહેલા લોકોને 11 વસ્તુઓનું સેવન કરવા પર જોર આપી રહ્યા છે. તેમણે કહ્યું કે તમે કોવિડ રિકવરી ફેજમાં છો, તો આ વસ્તુઓને આહારમાં લેવાથી તમને ઘણો સપોર્ટ મળે છે અને તમે બ્લેક ફંગલથી બચી શકો છો.

હળદર : ડોક્ટરનું કહેવું છે કે, બ્લેક ફંગસના રોગમાં તમે હળદરનો તમામ રીતે ઉપયોગ કરી શકો છો. હળદરને તમે શાકભાજીમાં અને પુલાવમાં તેમજ તમે દૂધમાં નાખીને પણ તેનો પ્રયોગ કરી શકો છો. હળદરમાં એન્ટિ-ઓક્સિડેંટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ તત્વ હોય છે, જે શરીરને રોગો સામે લડવાની શક્તિ આપે છે.

હળદરમાં પ્રોટીન, ફાઈબર, વિટામિન-સી, વિટામિન-કે, પોટેશિયમ, કેલ્શિયમ, કોપર, આયરન, મેગ્નેશિયમ અને ઝિંક જેવા અનેક પોષક તત્વો હાજર હોય છે. તેના સેવનથી આપણા શરીરની ઇમ્યુનિટી બુસ્ટ થાય છે, તેથી આપણે સંક્રમિત રોગોથી બચાવ કરી શકીએ છીએ. હળદરમાં વાત-કફને દૂર કરવાનો ગુણ હોય છે અને હળદર લોહી વધારવામાં મદદ કરે છે. ડાયાબિટીસના રોગી માટે હળદરનું સેવન ખુબ જ લાભકારી છે.સૂંઠ અથવા આદુ : ચા અને ઉકાળામાં આદુનો ઉપયોગ કરવો એ એક સામાન્ય વાત છે. પરંતુ જો તમે આદુને દૂધમાં અને શાકભાજીમાં પણ પ્રયોગ કરો, તો તમને કોવિડ અને ફંગલ ઇન્ફેકશનથી વધારે રાહત મળશે.

કાળા મરી (તીખ્ખા) : શરદી, ઉધરસ અને તાવથી પીડાયેલ લોકો માટે કાળા મરી એ એક ઔષધિની જેમ કામ કરે છે. આયુર્વેદમાં પણ કાળા મરીથી શરદી-તાવ ઠીક કરવાની વાત કહી છે. ફંગલ ઇન્ફેકશનમાં પણ આ કામ કરે છે. તમે કાળા મરીને ચા અને શરબત સિવાય શાકભાજીમાં પણ ઉપયોગ કરી શકો છો.

આમળા : આમળાને વિટામિન-સીનો એક સંપૂર્ણ સ્ત્રોત માનવામાં આવે છે અને તેમાં ફાઈબર પણ પર્યાપ્ત માત્રામાં હોય છે, જે પાચનને સુધારવામાં મદદ કરે છે. આ ઇમ્યુનિટી બુસ્ટ કરવામાં સહાયક છે, જેનાથી આપણને ફંગલ ઇન્ફેકશનથી લડવાની શક્તિ મળે છે. આમળા કુદરતી રીતે લૈગ્જેટિવનું કામ કરે છે અને શરીરમાંથી હાનિકારક ઝેરી પદાર્થોને દૂર કરે છે.તુલસી : રિકવરીના સમયે દરરોજ તુલસીનું સેવન કરવાથી પણ ફંગલ ઇનફેકશનથી બચી શકાય છે. તુલસીના પાનમાં વિટામિન અને ખનીજ હાજર હોય છે. તેમાં મુખ્યરૂપથી વિટામિન-સી, રાઈબોફ્લેવિન, નિયાસીન, કેલ્શિયમ,  ઝિંક અને આયરન હોય છે. જિંક અને આયરન તમારી ઇમ્યુન સિસ્ટમને બુસ્ટ કરે છે. આયુર્વેદમાં તુલસીનો ઉપયોગ દરેક પ્રકારની ઔષધિને બનાવવામાં થાય છે. તુલસીમાં સિટ્રિક, ટાર્ટરિક અને મૈલિક એસિડ પણ હોય છે.

ગિલોય(ગળો) : ગિલોયનું વનસ્પતિક નામ ટીનોસ્પોરા કાર્ડિફોલિયા છે, જેને આયુર્વેદમાં ગિલોય અથવા ગળો તરીકે ઓળખવામાં આવે છે. સંસ્કૃતમાં તેને અમૃતા કહેવામાં આવે છે, કારણ કે આ કોઈ પણ દિવસ મરતું નથી. કોવિડના આ તરંગમાં દરેક લોકો રોગપ્રતિકારક શક્તિને વધારવા માટે ગિલોયનો ઉપયોગ કરી રહ્યા છે, પરંતુ રિકવરી દરમિયાન પણ તેનો ઉપયોગ ખુબ જ લાભકારી છે.લીમડાના પાન : કેટલાક લોકો લીમડાના કડવા સ્વાદના કારણે તેને ખાતા નથી. પરંતુ આયુર્વેદ અનુસાર દરરોજ સવારે ખાલી પેટે લીમડાના પાનનું સેવન કરવાથી રોગપ્રતિકારક શક્તિ વધે છે. આયુર્વેદ અનુસાર, લીમડાના પાનનું દરરોજ સેવન કરવાથી આપણને શરીરમાં કેટલાક વિકારોને સંતુલિત કરવામાં મદદ મળે છે. સાથે જ, સ્કીન માટે પણ લીમડો ખુબ જ ફાયદાકારક છે. ન્હાવામાં પણ લીમડાનો સાબુ અને ફેસવોશનો ઉપયોગ કરી શકો છો.

અશ્વગંધા : અશ્વગંધાનું દરરોજ સેવન કરવાથી ચયાપચય એટલે કે મેટાબોલીઝ્મને સારું કરે છે અને મોટાપાની સમસ્યાથી છુટકારો મળે છે.  તેમાં શરીરમાં થવા વાળા હાનિકારક ફ્રી રેડિકલ્સ(મુક્ત કણો)ને નિયંત્રણ કરવાની શક્તિ હોય છે અને આ ઇમ્યુનિટી માટે પણ ખુબ જ ફાયદાકારક છે. સાથે જ હવે, આયુર્વેદિક ડોક્ટર શરદ કુલકર્ણી અશ્વગંધાને ફંગલ ઇન્ફેકશનમાં મદદગાર માને છે.

જીરું : લગભગ જીરુંનો ઉપયોગ રસોઈમાં વઘાર કરવા માટે થતો જ હોય છે. પરંતુ જો તમે જીરાને પાણીમાં પલાળીને ખાવો છો, તો તમને અનેક ફાયદાઓ થાય છે. જીરામાં વસા, સોડિયમ અને કોલેસ્ટ્રોલ ખુબ જ ઓછી માત્રામાં હોય છે. આ આહાર ફાઈબર, થિયામિન, ફોસ્ફોરોસ, પોટેશિયમ અને કોપરનો પણ એક ખુબ જ સારો સ્ત્રોત છે. તેની સાથે જ, આ કેલ્શિયમ, આયરન, મૈગ્નેશિયમ અને મેગેનીજનો પણ એક ખુબ જ સારો સ્ત્રોત માનવામાં આવે છે. ફંગલ ઇન્ફેકશનમાં તમારે તમારી ડાયટમાં શેકેલા જીરાનું પાણી શામિલ કરવું જોઈએ.લસણ : જો કે, બ્લેક ફંગલ તે લોકોને પણ શિકાર બનાવે છે, જેનું ઈમ્યુન સિસ્ટમ નબળું હોય છે અને લસણનું સેવન કરવાથી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. લસણમાં કેલ્શિયમ, આયરન, કોપર, પોટેશિયમ અને ફોસ્ફોરોસ વિપુલ પ્રમાણમાં હોય છે. તેનો આ ગુણ જ લસણને ઉત્તમ ઔષધિ બનાવે છે.

લવિંગ : આયુર્વેદમાં લવિંગને કેટલીક પ્રકારની જડી-બુટ્ટી બનાવવા માટે ઉપયોગ કરવામાં આવે છે. લવિંગમાં હાનિકારક બેક્ટેરિયા મારવાની શક્તિ હોય છે. લવિંગ એક કૃમિ નાશક(જીવજંતુ મારવાની) એન્ટિફંગલ, પેનકિલર છે, જે શરીરમાં પડેલ ઘાને સુધારવામાં મદદગાર છે. દાંતના દુઃખાવાથી અને શ્વાસ માંથી ખરાબ આવતી દુર્ગંધને દૂર કરવા માટે તેમજ ફંગલ ઇન્ફેકશનમાં પણ મદદગાર થઈ શકે છે.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment