ગેસ, એસીડીટી અને ખાટા ઓડકારની સમસ્યા ચપટી વગાડતા જ થઈ જશે ગાયબ, એક મિનીટમાં બની જશે આ ડ્રીંક….

પેટમાં ગેસ થવો એ એક સામાન્ય વાત છે, પરંતુ તેને નજરઅંદાજ કરવો એક મોટી ભૂલ થઈ શકે છે. ગેસના દર્દીની સંખ્યા દરરોજ વધતી જાય છે. તેની સૌથી મોટી સમસ્યા એ છે કે, તે ગમે ત્યાં અને કોઈ પણ સમયે તમને હેરાન કરે છે. આપણે બધા ક્યારેક તો ગેસની સમસ્યામાંથી પાર થઈ ચૂક્યા જ હશું અને તમે સમજી પણ શક્યા હશો કે આ નાની સમસ્યા કેટલી મોટી પરેશાની આપી શકે છે.

એસીડીટી કોઈ પણ સમયે પણ થઈ શકે છે, અને તેના અનેક કારણ હોય શકે છે. જેમાં સૌથી સામાન્ય છે, ભોજન પછી લાંબો અંતર, ખુબ જ વધારે મસાલા વાળું ભોજન અને નિયમિત રૂપથી ચા-કોફીનું સેવન. ખોટું ખરાબ ખાનપાન આ સમસ્યાને ટ્રિગર એટલે કે વધારી શકે છે. કેટલાક એવા ખાર્ધ પદાર્થ છે, જે રસોઈમાં ખુબ જ સરળતાથી મળી જાય છે, જેનું સેવન કરવાથી તરત જ એસીડીટીથી રાહત મળી જાય છે. તો આજે આ લેખમાં એસીડીટીથી બચવાના ઘરેલું ઉપાય જણાવશું. માટે આ લેખને અંત સુધી અવશ્ય વાંચો.શું છે એસીડીટી ? : આપણે જે ભોજન કરીએ છીએ, તે અન્ન નળીની મદદથી પેટમાં જાય છે. ગેસ્ટ્રીક ગ્રંથિઓ તમારા પેટમાં પાચન માટે એસિડ બનાવે છે. જ્યારે ગેસ્ટ્રીક ગ્રંથિઓ પાચનક્રિયા માટે જરૂરથી વધારે એસિડ બનાવે છે, ત્યારે તમે બ્રેસ્ટબોનની નીચે બળતરાને અનુભવો છો. આ સ્થિતિને સામાન્ય રીતે એસીડીટીના રૂપથી જાણવામાં આવે છે.

ઘરેલું ઉપાયોથી ભગાડો એસીડીટી :

અહીં જણાવેલ દરેક વસ્તુ તમારી મેટાબોલીઝ્મને વધારે છે અને તમારી પચાવવાની શક્તિને પણ વધારે છે. આજે અમે તમને એક ઘર પર જ એક એવું ગેસ્ટ્રીક ડ્રિંક બનાવવાનું શીખવશું, જેને પીવાથી તમને પેટમાં ખુબ જ રાહત મળશે, તો આવો જાણીએ તેને બનાવવાની રીત..ડ્રિંક બનાવવા માટે જરૂરી સામગ્રી : ½ અડધો ચમચી – જીરૂ પાવડર, ½ અડધો ચમચી – તજ પાવડર, 1 ઇંચ – આદુનો ટુકડો અને 1 ગ્લાસ – પાણી. આ બતાવેલી સામગ્રી ફકત એક ગ્લાસ ડ્રિંક બનાવવા માટે છે, તમે તેને તમારી ગણતરી મુજબ વધારી-ઘટાડી શકો છો.

કેવી રીતે બનાવાય ગેસ્ટ્રીક ડિટોક્સ ડ્રિંક (Gastric Detox Drink) :

એક તપેલામાં પાણી લો. તેમાં કાપેલો આદુનો ટુકડો નાખો, ત્યાર પછી તેમાં અડધી ચમચી જીરું પાવડર અને તજ પાવડર નાખો. તેને ધીમા તાપે ગેસ પર 5 થી 7 મિનિટ સુધી ઉકાળો. સ્વાદ માટે તેમાં તમે થોડો ગોળ પણ નાખી શકો છો. હવે તેને ગેસ પરથી ઉતારી લો અને ઠંડુ થવા માટે રાખી દો. ધ્યાન રાખો કે આ ડ્રિંકને પૂરું ઠંડુ નથી થવા દેવાનું, પરંતુ નવશેકું જ રહેવા દો. ત્યાર તેને ગાળી લો અને તમારું ગ્રેસ્ટિક ડ્રિંક તૈયાર છે.તજ પેટમાં સારા બેક્ટેરિયામાં વધારો કરે છે : તજ મોટાભાગે બિરયાની અને કરીના સ્વાદમાં વધારો કરવા માટે ઉપયોગ લેવામાં આઅવે છે. તજ અપચના કારણે થતી સમસ્યાને દૂર કરવામાં મદદ કરે છે. આવું એટલા માટે છે કારણ કે તેમાં પ્રિબાયોટિક ગુણ હોય છે, જે સારા બેક્ટેરિયાનો વધારો કરે છે. એટલા માટે તમારા આહારમાં દરરોજ નિયમિત રૂપથી તજને જરૂરથી શામિલ કરો. તજથી આંતરડાના સ્વાસ્થ્યને વધુ સારા બનાવવા માટે મદદ કરે છે.

ગેસમાં કરો જીરુંનું સેવન :

આયુર્વેદ અનુસાર, જીરું એક એવો મસાલો છે, જે પાચન રસને ઉત્તેજિત કરે છે અને સંભવિત રૂપથી પાચનને તેજ કરે છે. સાથે જ તે એસીડીટી અને અપચ જેવી પેટની સમસ્યાથી દૂર રાખે છે. જીરું, હૃદયમાંથી પિત્તની માત્રાને બહાર કાઢવામાં મદદ કરે છે. પીત તમારા આંતરડામાં વસા અને કેટલાક પોષકતત્વોને પચાવવામાં મદદ કરે છે.આદુના અગણ્ય લાભ : કેટલાક અધ્યયનોમાં પાચન દરમિયાન આંતરડાના માર્ગમાં બનવા વાળી ગેસમાં આદુની તપાસ કરવામાં આવી છે. કેટલીક શોધ બતાવે છે કે, આદુંમાં રહેલ એંજાઈમ, શરીરમાંથી ગેસ કાઢવામાં મદદ કરે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment