આંસુઓ રોકવાની ભૂલ પડી શકે છે મોંઘી, થાય છે શરીરમાં કંઈક આવું. જાણો મન હળવું કરવાના ફાયદા…

કહેવાય છે કે, જે માનસ જલ્દી રડી પડે છે તે દિલથી ખુબ જ સાચો માણસ હોય છે. જો કે આ તો માત્ર એક કહેવત છે. પણ જે લોકો વધુ રોવે છે તેના વિશે વિજ્ઞાન કહે છે કે, તે વધુ સારી રીતે પોતાના મુડને કંટ્રોલ કરી શકે છે. જે લોકો સરળતાથી રડી શકે છે ઘણી વખત તેનો મજાક કરવામાં આવે છે અને તેને ઈમોશનલ માનવામાં આવે છે. પણ ઘણા લોકો એવા હોય છે જે પોતાના આંસુઓને બહાર નથી કાઢતા. તેવા લોકો માટે સ્ટ્રેસની સમસ્યા વધી જાય છે.

2014 માં થયેલ એક અભ્યાસ અનુસાર જાણવા મળ્યું છે કે, જે લોકો રડી લે છે તે ઘણા પોઝિટીવ બદલાવ લાવી શકે છે. આ સિવાય એક અન્ય અભ્યાસમાં એવું જાણવા મળ્યું છે કે, આંસુઓને રોકવાથી સ્ટ્રેસ વધે છે. કારણ કે સામાન્ય રીતે આંસુ આપણા સ્ટ્રેસને ઓછો કરે છે અને મુડને સારો કરે છે.આ બંને અભ્યાસ એક ખાસ વાત તરફ ઈશારો કરે છે કે, રડવું એ આપણા સ્વાસ્થ્ય માટે ખુબ સારું છે અને તેનાથી શરીરને ફાયદો થઈ શકે છે. તેવામાં જો આપણે એમ વિચારીએ કે રડવાથી શરીર પર શું અસર થાય છે તો ઘણી બાબત સામે આવે છે. જે લોકો પોતાના આંસુઓને રોકે છે તેમણે ઘણી ખાસ વાત પર ધ્યાન આપવાની જરૂર છે.

આંસુઓને રોકવાથી વધુ સ્ટ્રેસ થાય છે :

જ્યારે આપણે આપણા આંસુઓને રોકવાની કોશિશ કરીએ છીએ માનસિક તણાવ અનુભવીએ છીએ. આ રીસર્ચ અનુસાર જ્યારે પણ આવી કોઈ સ્થિતિ હોય છે કે રડવું આવે તો મગજનું ગ્રે મેટર વાળો ભાગ એક્ટીવ થઈ જાય છે અને સિગ્નલ મોકલે છે. આપણું શરીર તે મુજબ જ એક્શન લે છે. આ પ્રક્રિયાથી adrenocorticotropic  હાર્મોન્સ રિલીઝ થાય છે જે કિડની સુધી પહોંચીને સ્ટ્રેસ આપતા હાર્મોન કોર્ટીસોલ રિલીઝ કરે છે. જો આપણે રડતા નથી તો આ હાર્મોન વધી જાય છે અને આપણે તણાવ અનુભવીએ છીએ.હૃદયના ધબકારા પર અસર : ઈમોશનલ આઉટબસ્ટર્સ ખુબ જ જરૂરી છે. જો આવું નથી થતું તો સ્ટ્રેસને કારણે આપણા હૃદયની ધડકન પર પણ તેની અસર થઈ શકે છે. આપણા હાર્ટથી બ્લડ ખુબ જ ઝડપથી શરીરના અન્ય ભાગમાં પંપ થાય છે. આ જ કારણ છે કે, આપણા હાથ-પગ અને ગાલ ઘણી વખત ગરમી અનુભવે છે, જ્યારે તમે રડવાની સ્થિતિમાં હોવ છો. આ સમયે હૃદયના ધબકારા વધી જાય છે.

એન્ગ્જાઈટીની સમસ્યા :

હૃદયના ધબકારા વધવા તે લોકો માટે સારું નથી જેને એન્ગ્જાઈટીની સમસ્યા હોય છે. તેવામાં પેલ્પીટેશંસ થઈ શકે છે અને પેનિક એટેક પણ આવી શકે છે. આમ સ્થિતિ વધુ ખરાબ થાય છે.શ્વાસ લેવામાં મુશ્કેલી : જો તમને એન્ગ્જાઈટી એટેક આવે છે, સ્ટ્રેસ લેવલ વધે છે, હાથ પગ ગરમ થાય છે અને હૃદયના ધબકારા વધે છે તો શ્વાસ લેવામાં મુશ્કેલી થાય છે. તેવામાં શરીર ઝડપથી આપ મેળે જ શ્વાસ લેવાનું શરૂ કરી દે છે. તમે જોયું હશે કે ઈમોશનલ આઉટબસ્ટર્સ રોકતી વખતે તમે જોર જોરથી શ્વાસ લો છો. તો હવે જાણીએ રડવાથી થતા ફાયદા વિશે.

રડવાના ફાયદા :

રડવાથી તમે ભાવાત્મક રૂપે સારું અનુભવશો,  ત્યાર બાદ તમારી આંખ સાફ થશે અને હેલ્દી પણ બનશે. આંખ રહેલા બેક્ટેરિયા પણ ખતમ થઈ જશે. તેમજ રડવાનો સૌથી મોટો ફાયદો એ છે કે સ્ટ્રેસ લેવલ ખુબ જ ઓછું થશે જે આપણા સારા સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂર હોય છે.

આથી જો તમને રડવું આવે છે તો દિલને હળવું કરવા માટે રડી લેવું જોઈએ. આમ જરૂરી તો નથી કે આપણે દર વખતે આંસુઓને રોકીને પોતાનું સ્વાસ્થ્ય ખરાબ કરીએ.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ બેસ્ટ ટિપ્સ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment