તમારું રસોડું જ છે અડધું દવાખાનું…પેટ એ આંતરડાનો તમામ કચરો નીકળી જશે બહાર…

મિત્રો આપણે ત્યાં અનેક દેશી નુસ્ખાઓ છે. જેનો ઉપયોગ આપણે કેટલીક નાની મોટી બીમારીઓના ઈલાજ રૂપે કરતા હોઈએ છીએ. આજે અમે તમને આદુ, લીંબુ અને સિંધાલુ મીઠું એકસાથે ખાવાથી થતા કેટલાક ફાયદાઓ વિશે જણાવીશું. આ એક દેશી નુસખો છે. જેમાં તમને કોઈ આડ અસર નથી થતી. પણ કેટલીક બીમારીના ઈલાજ રૂપે તમે તેનું સેવન કરી શકો છો. 

આદું અને લીંબુ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક હોય છે. આ બંને પોષકતત્વોથી ભરપૂર હોય છે, શરીરની ઇમ્યુનિટી વધારવામાં મદદ કરે છે. આદુમાં વિટામિન સી, કેલ્શિયમ, ઝીંક, કોપર, મેંગેનીઝ અને ક્રોમિયમ જોવા મળે છે. તેમ જ લીંબુમાં વિટામિન સી, મેગ્નેશિયમ, ફૉસ્ફરસ અને ક્લોરીન તત્વો જોવા મળે છે. સિંધાલું મીઠું પણ હેલ્થ માટે સારું ગણવામાં આવે છે. તે માટે તમે લીંબુ, આદું અને સિંધાલું મીઠાનું મિશ્રણ એક સાથે લઈ શકો છો. આ ત્રણેય એક સાથે લેવાથી તમને પેટથી જોડાયેલ સમસ્યાઓમાં આરામ મળી શકે છે. સાથે જ હેલ્થને પણ લાભ મળે છે. 1) ભૂખ વધારે:- જો તમને ભૂખ ઓછી લાગતી હોય તો તમારે માટે આદુ, લીંબુ અને સિંધાલુ મીઠુંનું એકસાથે સેવન ફાયદાકારક નીવડી શકે છે. જો તમને ભોખ ન લાગતી હોય, તો તમે લીંબુ, આદું અને સિંધાલું મીઠું એક સાથે મિક્સ કરીને લઈ શકો છો. જમ્યા પહેલા આ ત્રણેયને એક સાથે લેવામાં આવે તો ભીખ વધી શકે છે. વાસ્તવમાં, લીંબુ અને સિંધાલું મીઠું પાચક અગ્નિને તેઝ કરે છે અને તેનાથી ભૂખ ખૂલીને લાગે છે. 

2) કફ અને વાત વિકાર દૂર કરે છે:- તમારી વાત અને કફની પ્રકૃતિને દુર કરવા માટે આ ઉપાય ખુબ જ અસરકારક છે. આયુર્વેદ મુજબ, આદું, લીંબુ અને સિંધાલું મીઠાનું મિશ્રણ કફ અને વાતથી જોડાયેલ સમસ્યાઓને પણ દૂર કરવામાં મદદ કરી શકે છે. વાસ્તવમાં, આદુંની તાસીર ગરમ હોય છે. તેનાથી શરીરમાં ગરમી આવે છે અને કફ, વાત સંતુલિત હોય છે. જો તમારી પિત્ત પ્રકૃતિ હોય તો, આદુંનો રસ ઓછી માત્રામાં લેવો.3) ઇમ્યુનિટી વધારવામાં મદદરૂપ:- આદું, લીંબુ અને સિંધાલું મીઠાનું મિશ્રણ ઇમ્યુનિટી વધારવામાં પણ મદદરૂપ છે. આદું અને લીંબુમાં વિટામિન સી હોય છે. વિટામિન સી શરીરની રોગપ્રતિકારક ક્ષમતા વધારે છે. જો તમને શરદી-ઉધરસ થઈ હોય તો, તમે આ મિશ્રણને એક સાથે મિક્સ કરીને લઈ શકો છો. 

4) બોડી ડિટોક્સ કરે:- સમયે-સમયે બોડીને ડિટોક્સ કરવી ખૂબ જરૂરી હોય છે. તે માટે તમે, આદું, લીંબુ અને સિંધાલું મીઠાના મિશ્રણનું સેવન એક સાથે કરી શકો છો. આ ત્રણ પદાર્થો શરીરમાં જામેલી ગંદકી સરળતાથી દૂર કરવામાં મદદ કરે છે. તેના સેવનથી બોડી ડિટોક્સ થાય છે. તેની અસર તમારી સ્કીન પર પણ જોવા મળે છે. 5) પાચન માટે ફાયદાકારક:- આદું, લીંબુ અને સિંધાલું મીઠું બધા પદાર્થો પાચનતંત્રને સારું બનાવવામાં મદદ કરે છે. તેમાં રહેલ તત્વો ભોજન પચાવવામાં મદદ કરે છે. જો તમને ગેસ, કબજિયાત કે અપચાની સમસ્યા રહેતી હોય, તો આ મિશ્રણ તમારા માટે ફાયદાકારક હોય શકે છે. તેનાથી તમારી પાચનથી જોડાયેલી સમસ્યાઓ દૂર થઈ શકે છે. 

આદું, લીંબુ અને સિંધાલું મીઠું એક સાથે કેવી રીતે સેવન કરવું?:- આદું, લીંબુ અને સિંધાલું મીઠું એક સાથે મિક્સ કરીને સેવન કરી શકો છો. તે માટે તમે એક ગ્લાસ ગરમ પાણી લો. તેમાં લીંબુનો રસ અને ચપટી સિંધાલું મીઠું મિક્સ કરી લો. હવે આ પાણીને દરરોજ સવારે ખાલી પેટ પી લેવું. આ ડ્રિંક તમારી બોડીમાં ડિટોક્સ વોટરનું કામ કરે છે. તમે જો કોઈ સમસ્યાથી પરેશાન હોય તો, આ મિશ્રણ લેતા પહેલા ડોક્ટરની રાય જરૂર લેવી.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment