સાઈટીકા, કમર અને પગના જુનામાં જુના દુઃખાવા દુર કરવા અપનાવો ટેનિસ બોલની આ ટેકનીક, મોંઘી દવાઓ કરતા પણ વધુ અસરકારક…

સાઈટીકાનો દુઃખાવો સાઈટીકા નર્વ પર આવતા દબાણને કારણે થાય છે. આ દુઃખાવો તમને લોઅર બેકથી શરૂ થાય છે અને તમારા પગ સુધી જાય છે. તેના લક્ષણોમાં પગનો દુઃખાવો, તેમજ બેસવું અથવા ઉભા થવું જાણે અસંભવ જેવું થઈ જાય છે, તમને પગમાં ખાલી ચડવી, નબળાઈ, અને ધુજારીનો અનુભવ થાય. જો કે ઘણી વખત તેના લક્ષણ ઝડપથી આવે છે અથવા થોડા સમય પછી પણ દેખાય છે.

સાઈટીકા દબાયેલી નસનું એક લક્ષણ હોય છે. જે તમારી કમરના નીચેના ભાગની ઘણી સ્પાઈનલ નર્વને પ્રભાવિત કરે છે. કોઈ ઈજાથી પ્રભાવિત થયેલ ડિસ્ક પણ આ દુઃખાવાનું કારણ હોય શકે છે. અથવા ડિસ્ક અને લિંગામેન્ટની સમસ્યાના કારણે પણ સાઈટીકા થઈ શકે છે.

જો તમારું વજન વધુ છે તો તેના કારણે પણ તમારા મણકા પર વધુ પડતું વજન આવવાથી દુઃખાવો થઈ શકે છે. જો તમે શુગરના દર્દી છો તો પણ નર્વસ સીસ્ટમ પર જલ્દી પ્રભાવ પડે છે. અથવા તો તમને ઓસ્ટીયો આર્થરાઈટીસ છે તો તમારા મણકાના હાડકાઓ જલ્દી ઈજાગ્રસ્ત થવાની સંભાવના વધી જાય છે. તેનાથી પણ કમર દર્દ અને સાઈટીકાનો દુઃખાવો થાય છે.

આ સિવાય જો તમે અનહેલ્ધી લાઈફસ્ટાઈલ જીવી રહ્યા છો તો પણ અથવા તો સ્મોકિંગ કરી રહ્યા છો તો પણ કમરનો દુઃખાવો થઈ શકે છે. આ સિવાય જો તમે સ્પાઈનલ સ્ટેનોસીસથી પીડિત છો તો તમને સ્પાઈનલ કેનાલમાં એક સંકીર્ણતાનો અનુભવ થાય છે. જે તમારા મણકા પર પ્રેશર કરે છે.

ટેનિસ બોલ થેરાપી : જો તમે આ સાઈટીકા પેઈનથી રાહત મેળવવા માંગતા હો તો આ માટે તમારે પહેલા એક ટેનિસ બોલ લેવાનો છે. અને હવે એવી જગ્યા શોધો જ્યાં તે આ ટેકનીક થઈ શકે. આ થેરેપી કરવા માટે કોઈ ખુલ્લી જગ્યા અથવા સપાટ મેદાનને પસંદ કરો. આ ટેકનીક તમારા કમર દર્દને ઓછો કરવામાં ખુબ જ મદદ કરે છે. આ માટે પહેલા તો જમીન પર સુઈ જાવ, પછી ટેનીસ બોલને પોતાની ગ્લુટલ માંસપેશીઓની નીચે રાખો જ્યાં તમને દુઃખાવોનો અનુભવ થાય છે.

તમારા ગોઠણને ધીમે ધીમે નીચેની તરફ લઈ જાવ. પોતાના વજનને બોલ પર નાખો અને પોતાની ભુજાઓ દ્વારા પોતાને ઉપરની બાજુ લઈ જાવ. જવે આગળ અને પાછળ દિશામાં રોલ કરો. આ જ સ્થિતિમાં 20 સેકેંડ માટે રહો.

ટેનિસ બોલ વગર સ્ટ્રેચેસ કરો : આ સિવાય તમે ટેનિસ બોલ વગર પણ ઘણા સ્ટ્રેચિંગ કરી શકો છો અને દુઃખાવાને ઓછો કરી શકો છો. આમ કરવા માટે તમારે પહેલા જમીન પર બેસી જવાનું છે. પછી પોતાના ડાબા ગોઠણને વાળો અને પોતાના હાથને સીધા ગોઠણની નીચે રાખો.

હવે પોતાના પગ પર પ્રેશર લગાવો. જે તમારા લોઅર બેક સ્નાયુઓને સ્ટ્રેચ કરશે. આ સ્થિતિમાં 10 સેકંડ માટે રહો. પછી આમ બીજા પગ પર પણ કરો. તમે કમરના ટેકે સીધા સુઈને પણ કસરત કરી શકો છો.

જો તમે આ રીતે દરરોજ થોડા સમય માટે ટેનિસ બોલ થેરાપી લેશો અને પછી થોડા સમય માટે સ્ટ્રેચિંગ કરશો તો નિશ્ચિત તમારો કમરનો દુઃખાવો ઓછો થઈ જશે. જો તમને દુઃખાવો થાય છે અને આ કસરત નથી થતી જો તમે કસરત બંધ કરીને પહેલા પોતાના ડોક્ટરની સલાહ જરૂર લો. અને જો તમે આ કસરત ન થતી હોવા છતાં કરશો તો તમને બીજી સમસ્યા થઈ શકે છે. આથી આ કસરત ન કરો.

(નોંધ : ઉપર જણાવેલ બધી જાણકારી ઈન્ટરનેટ આધારિત છે, માટે તેનો ઉપાય કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ અથવા જાણકારની સલાહ અવશ્ય લેવી.)

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment