90% મહિલાઓ ભાત રાંધવામાં કરે છે આ ભૂલ… આ વાસણમાં રાંધેલા ભાત હોય છે વધુ સ્વાદિષ્ટ અને પોષ્ટિક, શરીરને થાય છે આવા ગજબના ફાયદા..

સામાન્ય રીતે મોટાભાગના લોકોને ચોખા એટલે કે રાઈસ ફૂલેલા તેમજ બિરયાની સ્ટાઈલમાં ખાવાનું પસંદ કરતા હોય છે. ઘણા લોકોને તેને સ્વાદિષ્ટ બનાવવા માટે વિભિન્ન મસાલાઓનો ઉપયોગ કરે છે, તો ઘણા લોકો તેમાંથી સ્ટાર્ચ કાઢીને ફેટ અલગ કરીને ખાવાનું પસંદ કરે છે. જ્યારે ઘણા લોકો એવા પણ છે કે, ચોખાને પ્રેશર કુકરમાં બનાવીને જ ખાવાનું પસંદ કરે છે. તેમણે આ પ્રકારે બનાવેલ ચોખા જ પસંદ આવે છે.

પરંતુ તમે ક્યારેય વિચાર્યું છે કે ચોખાનો સ્વાદ તેમજ તેની પૌષ્ટિકતા તેને બનાવવાની રીત અને જે વાસણમાં બનાવવામાં આવે છે તેના પર આધાર રાખે છે. જો તમે આવું વિચાર્યું નથી તો અમે તમને આ લેખમાં ઘણી એવી બાબતો વિશે જણાવશું. જો કે તમે ચોખાને કોઈ પણ રીતે ખાઈ શકો છો. પરંતુ વાત જ્યારે સ્વાસ્થ્યની આવે તો તેને પ્રેશર કુકરમાં બનાવીને ખાવાથી વધુ લાભ મળે છે. ચાલો તો તેના ફાયદાઓ વિશે જાણી લઈએ.

પૌષ્ટિકતા : એવું માનવામાં આવે છે કે, જ્યારે પણ કોઈ ખાદ્ય સામગ્રીને વધુ સમય માટે ચડાવવામાં આવે છે ત્યારે તેની પૌષ્ટિકતા નષ્ટ થઈ જાય છે. આથી લોકો રાઈસ બનાવવા માટે પ્રેશર કુકર અથવા સ્ટીમિંગનો ઉપયોગ કરે છે.

એવું માનવામાં આવે છે કે, ખુબ ઓછા સમય માટે ચોખા અગ્નિના સંપર્કમાં રહેવાથી તેની પૌષ્ટિકતા બની રહે છે. આ સિવાય ચોખા બનાવવાની આ રીત સમય પણ બચાવે છે. વાસ્તવમાં પ્રેશર કુકરમાં ચોખા કરવાથી તૈયારીનો અડધો સમય બચી જાય છે જેનાથી અન્ય વસ્તુઓ માટે સમય બચે છે.

વજન : ચોખામાં સ્ટાર્ચનો સારો એવો સ્ત્રોત છે. જ્યારે તેને પ્રેશર કુકરમાં બનાવવામાં આવે છે તો તેનો સ્ટાર્ચ તેમાં પૂરી રીતે બની રહે છે. આ પ્રકારના ચોખાનું સેવન કરવાથી પેટ વધુ સમય માટે ભરેલું રહે છે. જેનાથી અતિરિક્ત ભોજનની જરૂર નથી રહેતી. તે એક ખુબ જ સારું ડાયટરી ફાઈબર છે.

તેને ખાધા પછી તમને કલાકો સુધી ભૂખ નથી લાગતી અને વજન કંટ્રોલમાં રહે છે. એટલું જ નહિ જો તમે પોતાનું વજન વધારવા માંગો છો તો પણ પ્રેશર કુકરમાં કરેલ ચોખાને પોતાના ડાયટમાં સામેલ કરી શકો છો. તેમજ પ્રેશર કુકરમાં રાઈસ કરતી વખતે તેમાં થોડું ઘી જરૂર નાખો તેનાથી વજન વધવામાં મદદ મળે છે.

પાચન : તમે પોતાના રાઈસને પ્રેશર કુકરમાં બનાવો છો તો તે તમને વધુ પ્રમાણમાં પોષણ આપે છે. જો કે પ્રોટીન, સ્ટાર્ચ અને ફાઈબર જેવા મૈક્રોન્યુટ્રીએટ ગરમીની સાથે વધી જાય છે. આથી તમને પ્રેશર કુકરમાં કરેલ રાઈસથી વધુ લાભ મળે છે. એટલું જ નહિ આ રીતે ચડાવવામાં આવેલ રાઈસ પાચન ક્રિયાને પણ સુધારે છે. કારણ કે આ પ્રકારે ચોખા સારી રીતે ચડી જાય છે. અને તેમાં પાણીનું પ્રમાણ યોગ્ય રાખવાથી પાચન સારું રહે છે.

બેક્ટેરિયા : જો તમે ચડેલા કે વગર ચડેલા ચોખાને સારી રીતે સ્ટોર નથી કરતા, તો તેમાં ભેજને કારણે ઘણા બેક્ટેરિયા જામી જાય છે. આથી એ મહત્વનું છે કે, તમારા દ્વારા ચોખાને ચડાવવાની રીત ખુબ જ મહત્વ રાખે છે. જે તમને બેક્ટેરિયાથી મુક્ત કરે છે. આમ ચોખાને ભાપમાં કરવા કે ઉકાળવાથી બેક્ટેરિયાથી છુટકારો મેળવવામાં એટલી મદદ નથી કરતા. બેક્ટેરિયાથી ચોખાને મુક્ત કરવા માટે પર્યાપ્ત તાપમાન હોવું જરૂરી છે. જ્યારે પ્રેશર કુકરમાં ઉચ્ચ ગરમી અને દબાણ મળે છે જે ચોખાને સારી રીતે ચડવા દે છે.

આમ પ્રેશર કુકરમાં ઉચ્ચ દબાણ અને તાપમાન હોય છે આથી તેમાં રાંધવામાં આવેલ ચોખા તમારા માટે વધુ સ્વાદિષ્ટ, વધુ પૌષ્ટિક અને ખાવા માટે સુરક્ષિત હોય છે. આથી તમે પણ રાઈસ બનાવવા માટે આ રીતને અપનાવી શકો છો. તેનાથી વધુ પોષણ મેળવી શકો છો.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment