મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે, દહીં આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. કેમ કે દહીંમાં અનેકો પ્રકારના ગુણો રહેલા છે. દહીંમાં કેલ્શિયમ સહિત અનેકો બીજા ગુણો રહેલા છે જે સ્વાસ્થ્ય માટે ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. તેમાં એવું કહેવામાં જો ગરમીમાં દહીંનું સેવન કરવામાં શરીર અને ચામડી માટે બેસ્ટ છે.
પરંતુ તમને જાણીને આશ્વર્ય થશે કે દહીં ખાવાના ફાયદા લેવા માટે દહીં ક્યાં વાસણમાં અને કેવી રીતે જામે એ જાણવું પણ ખુબ જ જરૂરી છે. તમને જણાવી દઈએ કે દહીં જમાવવાની પણ એક રીત હોય છે. આપણે ત્યાં મોટાભાગના લોકો સ્ટીલના વાસણમાં દહીં જમાવતા હોય છે. પણ તમને જણાવી દઈએ કે સ્ટીલના વાસણમાં જામેલ દહીં ખાવાથી કોઈ પણ પ્રકારનો ફાયદો શરીરને થતો નથી. તો ચાલો જાણીએ કે દહીં ક્યાં વાસણમાં જમાવવું જોઈએ ?
મિત્રો દહીં જમાવવા માટે જો તમે માટીના વાસણનો ઉપયોગ કરો છો તો તેને આયુર્વેદની દ્રષ્ટિએ સૌથી શ્રેઠ માનવામાં આવે છે. સામાન્ય રીતે આજના આધુનિક લોકો કાચ અને સ્ટીલના વાસણ જ દહીં જમાવવા માટે ઉપયોગ કરતા હોય છે. પરંતુ જો માટીના વાસણમાં દહીં જમાવવામાં આવે તો શરીર માટે અનેક રીતે લાભકારી રહે છે. ઘણી જગ્યાએ હજુ પણ માટીના વાસણમાં દહીં જમાવવામાં આવે છે.
માટીના વાસણની એ ખાસિયત છે કે, તેને પ્રાકૃતિક રીતે માંથી માંથી જ બનાવવામાં આવે છે, જે એકદમ નેચરલ પદ્ધતિથી બનેલું શુદ્ધ વાસણ હોય છે. તેમજ માટીના વાસણમાં કેલ્શિયમ, આયરન અને મેગ્નેશિયમ જેવા અનેક પ્રકારના મિનરલ્સ મળી જાય છે. તેનો ફાયદો એ છે કે, માટીના વાસણમાં દહીં જામે ત્યારે આ બધા જ પોષકતત્વો દહીંમાં ભળી જાય છે અને તે દહીંને વધારે પૌષ્ટિક બનાવે છે.
માટીના કોઈ વાસણમાં દહીં જમાવેલ હોય તો તેમાં પ્રોબાયોટિક્સની માત્રા અવ્વલ પ્રકારની હોય છે. પ્રોબાયોટિક્સ એક એવું બેક્ટેરિયા છે જે માત્ર ડાયજેશનમાં જ નહિ, પરંતુ આપણી ઇમ્યુનિટી સિસ્ટમને મજબુત બનાવે છે. તેમજ જો માટીનાના વાસણમાં દહીં જમાવવામાં આવે તો વધુ પાણીને પણ શોષી લે છે, જેના કારણે દહીં પણ એકદમ કડક અને ઘટ્ટ થાય છે.
પૌષ્ટિક ગુણોની સાથે માટીમાં જમાવેલ દહીંનો સ્વાદ પણ ખુબ જ અલગ હોય છે. માટીમાં જામેલું દહીં સ્વાદમાં એકદમ સ્વાદિષ્ટ બને છે, તેમજ માટીનો થોડો ટેસ્ટ અને સુગંધ પણ મેચ થાય છે. જે દહીને વધુ સ્વાદિષ્ટ અને સુગંધિત બનાવે છે. સામાન્ય રીતે ડેરી પ્રોડક્ટ્સ નેચરમાં એસિડીક હોય છે. પરંતુ દહીંને માટીમાં જમાવી સેવન કરવામાં આવે તો ફાયદા અને સ્વાદ બેગણા વધી જાય છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી