ગમે ત્યાં 2000 હજારની નોટ વટાવતા પહેલા વાંચી લેજો અમદાવાદનો આ લાલબત્તી સમાન કિસ્સો… જાણીને આંખો થઇ જશે પહોળી…
મિત્રો આપણે બધા જ જાણીએ છીએ કે આપણી આસપાસના પાડોશી દેશો આપણા દેશના અર્થતંત્રને નબળું કરવા માટે નકલી નોટોને બાંગ્લાદેશ અને પાકિસ્તાનથી ઘુસાડવાની કોશિશ કરવામાં આવે છે. તેના પર ઘણી વખત અલગ અલગ રાજ્યોની સુરક્ષા એજન્સીઓ અને પોલીસ દ્વારા પર્દાફાશ કરવામાં આવ્યો છે.
પરંતુ આપણા દેશમાં ઘણા એવા લોકો છે જેમણે શોર્ટકટ રીતે રૂપિયા કમાવવા છે. તેના માટેનો એક રસ્તો છે નકલી ચલણી નોટ છાપવી. આજે ભારતમાં ઘણી જગ્યાએ એવા સમાચાર સાંભળવા કે જ્યાં નકલી નોટ છાપવામાં આવે છે. તો આજે આ લેખમાં અમે તમને એક લાલબત્તી સમાન કિસ્સો જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.
અમદાવાદમાં નરોડા વિસ્તારથી ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ત્રણ ઈસમોને પકડવામાં આવ્યા છે, એ ત્રણેય ઈસમો 7.85 લાખ રૂપિયાની નકલી ચલણી નોટ સાથે પકડી લેવામાં આવ્યા હતા. તમને જાણીને આશ્વર્ય થશે કે આ લોકો 2 હજારની નોટ વટાવનારા લોકોને 500 રૂપિયાની નકલી નોટ પોરવી દેવાની ફિરાકમાં હતા. આ પહેલા પણ નરોડામાં થોડા મહિના અગાઉ પણ એક કિસ્સો સામે આવ્યો હતો. નરોડા વિસ્તારમાં આવેલ પાલવ હોટલમાં નકલી ચલણી નોટો છાપવાનું એક કૌભાંડ પકડાયું હતું. જેનો પર્દાફાશ સરદારનાગર પોલીસ દ્વારા કરવામાં આવ્યો હતો.
ક્રાઈમ બ્રાંચને એવી બાતમી મળી હતી કે, નરોડા પાટિયાની પાસે આવેલ ATM નજીક અમુક શખ્સો બેઠા છે. જેની પાસે 500 રૂપિયાની કિંમતની નકલી ચલણી નોટોના જથ્થા છે. એ જ સમયે ઘટના સ્થળ પર ક્રાઈમ બ્રાંચની ટીમ પહોંચી હતી. ત્યાં ત્રણ શખ્સોને તરત જ કોર્ડન કરી લીધા હતા. એ ત્રણેયના નામ મોહન અનબલગન ગવન્ડર, જે રહે છે મીરા એપાર્ટમેન્ટ, મણીનગરમાં. બીજા શખ્સનું નામ છે નામ રઘુનાથ ઉર્ફે વિનોદ માસ્ટર પાંડુરંગન પિલ્લઇ, જે રહે છે ગુજરાત હાઉસિંગ બોર્ડ હાટકેશ્વરમાં. ત્રીજા શખ્સનું નામ છે દિનેશ ઉર્ફે લાલો રાજપુત જે રહે છે પંજાબી તાળાવાળાની ચાલી, હાટકેશ્વરમાં.
આરોપીઓ એવી રીતે કામ કરવાના હતા કે કોઈ બે હજારની નોટ લઈને છુટ્ટા આપવાના બહાને તેઓ 500 રૂપિયાની નકલી ચલણી નોટો લોકોને પકડાવી દેવી. પરંતુ પોલીસ દ્વારા એટલી સતર્કતા રાખવામાં આવી કે પૂરેપૂરું નેટવર્ક પહેલા જ પકડાઈ ગયું હતું.
બધા ઈસમો પાસેથી કુલ મળીને 7.85 લાખ રૂપિયા મળી આવ્યા હતા. ચલણી નોટમાં રહેલ સિક્યુરિટી થ્રેડ પણ શંકાસ્પદ હતા. પરંતુ તેમાં વોટરમાર્ક ન હતું. જેને ધ્યાને લઈને ક્રાઈમ બ્રાંચે ત્રણેય શખ્સોની ગિરફતારી કરી હતી. તમને જણાવી દઈએ કે એફએસએલની ટીમને આ ઘટના વિશેની માહિતી મળતા તેઓની ટીમ પણ તાત્કાલિક દોડી આવી હતી. તેમણે પણ નોટોની તપાસ હાથ ધરી હતી.
એફએસએલ અધિકારી દ્વારા આપેલ એક રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું હતું કે ચલણી નોટોમાં જે કાગળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો એ હલકી ગુણવત્તા ધરાવનારું હતું. તેમજ નોટો પર કોઈ પણ સિક્યોરી થ્રેડ કે વોટર માર્કસ કે બ્લાઇન્ડ પર્ન માર્કસ એમ્બોસ થયેલા ન હતા.
ક્રાઈમ બ્રાંચ દ્વારા આ ત્રણેય આરોપીની ધરપકડ કરી આગવી પદ્ધતિથી પુછતાછ કરવામાં આવી ત્યારે તેમણે કબુલ્યું કે, હાટકેશ્વર વિસ્તારમાં આવેલા ગુજરાત હાઉસીંગ બોર્ડના મકાનમાં રહેતો એક શખ્સ જેનું નામ વિકેશ, ઉર્ફે વિક્કી વનીયર પકડાયેલા ત્રણેય શખ્સોના ઘરે આવી અને નકલી નોટ આપી ગયો હતો. પરંતુ પોલીસના સકંજામાં આ ત્રણેય આરોપી આવી ગયા છે અને વિકેશને પકડવા માટે પોલીસ દ્વારા ચક્રોને ગતિમાન કર્યા છે.
તમને જણાવી દઈએ કે વિકેશ આ પહેલા પણ નકલી નોટના કેસમાં પકડાઈ ચુકેલો આરોપી છે. પરંતુ હાલ વિકેશને આ નકલી નોટ ક્યાંથી મળી અને ક્યાંથી લાવ્યો તેના મૂળ સુધી પહોંચવા માટે ક્રાઈમ બ્રાંચ પૂરજોશમાં કાર્યવાહી કરી રહી છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી