સ્વાસ્થ્ય મંત્રાલયે શોપિંગ મોલ, ધાર્મિક સ્થળો, હોટલો અને ઓફિસ માટે જાહેર કરી  નિયમોની સુચિ, કરવું પડશે આ નિયમોનું પાલન.

કોરોના વાયરસની મહામારી વચ્ચે જૂન મહિનાની પહેલી તારીખથી સમગ્ર દેશમાં લોકડાઉનને ઘણા નિયમોની સુચિ સાથે અનલોક કરવામાં આવ્યું હતું. આમ કરવા પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય લોકડાઉન દરમિયાન દેશની જે સ્થિતિ એટલે કે અર્થવ્યવસ્થા ખોરવાઇ છે તેમાંથી દેશની હાલતમાં સુધારો લાવવાનો છે. આ પ્રયત્ન હેઠળ કોવિડ-19 ના વધતા કહેર વચ્ચે અનલોક-1 પહેલાં ચરણમાં સરકાર દ્વારા ધાર્મિક સ્થળો, શોપિંગ મોલ અને રેસ્ટોરેન્ટ, ઓફિસો ખોલવાની પરવાનગી આપવામાં આવી છે.

કેન્દ્ર સરકારે સાર્વજનિક સ્થળો માટે મહત્વના નિયમોની સુચિ જાહેર કરી છે. ત્યાં જ શુક્રવારના રોજ કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયે શોપિંગ મોલ, ધાર્મિક સ્થળ અને રેસ્ટોરેન્ટ, ઓફિસમાં ધ્યાન રાખવા માટે નિયમોની સુચિ જાહેર કરવાથી સાથે વધુ ધ્યાન રાખવાનું સૂચન આપ્યું છે. તો ચાલો જાણીએ ક્યાં નિયમોનું પાલન કરવાની સુચિ સરકારે જાહેર કરી.

શોપિંગ મોલ માટે જાહેર કરેલા નિયમો :સ્વાસ્થ્ય મંત્રાલય માટે નવા નિયમો અનુસાર, શોપિંગ મોલને ઉચ્ચ-જોખમી કર્મચારીઓ માટે ફ્રંટ લાઇન કામથી બચવુ પડશે. > સામાન આપતી વખતે સાવધાની રાખવી અને કર્મચારીઓનું થર્મલ સ્ક્રિનિંગ કરો. > દુકાનો, કેફે અને લિફ્ટની અંદર તથા બહાર સોશિયલ ડિસ્ટન્સિંગ જરૂરી છે. > ગેમિંગ ઝોન તથા સિનેમા હોલ બંધ રહેશે. > મોલમાં સોશિયલ ડિસ્ટન્સિંગ માટે 6 ફૂટનું અતંર જરૂર રાખવું. > મોલમાં આવનાર ગ્રાહકે અને સ્ટાફે ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. થુંકવા પર સંપૂર્ણ રીતે  પાબંદી છે. > મોલના ગેટ પર સેનેટાઇઝર રાખવું ફરજીયાત રહેશે, તે સાથે ઇન્ટ્રી દરમિયાન થર્મલ સ્ક્રિનિંગ ફરજીયત કરવાનું રહેશે.

ધાર્મિક સ્થળ માટે જાહેર કરેલા નિયમો :   > ધાર્મિક સ્થળે ભક્તો માટે આવવા તથા જવાનો અલગ અલગ દ્વાર(દરવાજો) રાખવાનો રહેશે.  > પ્રવેશ કરવા માટે પહેલાં માસ્ક પહેરવું ફરજિયાત રહેશે.  > રેડ ઝોનવાળા ક્ષેત્રોમાં ધાર્મિક સ્થળ બંધ રહેશે. ગ્રીન અને ઓરેન્જ ઝોનવાળા વિસ્તારમાં ધાર્મિક સ્થળ ખુલશે.

હોટલ અને રેસ્ટોરન્ટ માટે જાહેર કરેલા નિયમો : સ્વાસ્થ્ય મંત્રાલયે હોટલો અને રેસ્ટોરેન્ટ્સ માટે કોરોના સંક્રમણ માટે વિસ્તુત ગાઇડલાઇન જાહેર કરી છે. જેમાં સોશિયલ ડિસ્ટેન્સિંગનું પાલન કરવાના પ્રબંધનની જવાબદારી રહેશે. હોટલો માટે જાહેર કરેલા નિયમો અનુસાર અંદર અને પરિસર બહાર જેવા પાર્કિંગમાં ભીડ પ્રબંધન કરવું પડશે. વોશરુમની સફાઇ સુનિશ્ચિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે, સ્વાસ્થ્ય મંત્રાલયે દરેક ઓફિસ માટે નવા નિયમો સુચિ જાહેર કરવામાં આવી છે.

Leave a Comment