મહારાષ્ટ્ર ખાતે આવેલ ઝીલના પાણીના રંગમાં બદલાવ જોવા મળ્યો હતો અને એ નજારો જોવા માટે લોકો તૂટી પડ્યા હતા. જી હા મિત્રો, સાંભળીને નવાઇ લાગશે પરંતુ એક આ હકીકત છે. મહારાષ્ટ્રમાં એક સ્થળ પર ઝીલનું પાણી ગુલાબી રંગનું થઇ ગયું છે. ઝીલના પાણીમાં આવેલ ગુલાબી રંગ જોઇને જાણકારો પણ હેરાન રહી ગયા છે. જો કે તેઓ જળાશયમાં લીલના વધતા પ્રમાણને ઝીલના પાણીના રંગ બદલાવાનું કારણ જણાવી રહ્યા છે. પરંતુ ઝીલના પાણીનો રંગ ગુલાબી થઈ ગયો તે જાણીને લોકો એ દ્રશ્યને જોવા માટે ઉમટી પડ્યા હતા.
આ ઝીલ મહારાષ્ટ્રના લોનારમાં આવેલ છે. લોનાર ઝીલ મુંબઇથી 500 કિમી દૂર બુલઢાણા જિલ્લામાં આવેલું છે. તમને જણાવી દઈએ કે આ ઝીલ સામાન્ય દિવસોમાં પણ ખુબ જ ફેમસ છે, પરંતુ પાણીનો રંગ બદલી ગયો હોવાથી લોકો મોટી સંખ્યામાં આ ઝીલને નિહાળવા માટે આવી ચડ્યા હતા.
માનવામાં આવી રહ્યું છે કે, આ ઝીલનું નિર્માણ લગભગ 50,000 વર્ષ પહેલા ધરતી સાથે ઉલ્કાપિંડ અથડાવવાથી થયું હતું. દુનિયાભરના વૈજ્ઞાનિકો પણ આ ઝીલમાં ખુબ જ રસ ધરાવે છે. લગભગ 1.2 કિમીના વ્યાસ ધરાવતા ઝીલના પાણીનો રંગ બદલતા સ્થાનીય લોકોની સાથે સાથે પ્રકૃતિવાદ અને વૈજ્ઞાનિકો પણ હેરાન જોવા મળી રહ્યા છે.
જાણકારોનું કહેવું છે કે, પહેલી વાર જ ઝીલના પાણીમાં બદલાવ જોવા નથી મળ્યા. અગાઉ પણ આ રીતે ઝીલના પાણીના રંગમાં બદલાવ જોવા મળ્યો છે. લોનાર ઝીલ સંરક્ષણ તથા વિકાસ સમિતિના સભ્ય ગજાનન ખરાટે આ ઝીલને અધિસૂચિત રાષ્ટ્રીય ભૌગોલિક ધરોહર સ્મારક ગણાવ્યું હતું.
આ ઝીલનું પાણી ખારુ છે અને તેનું PH સ્તર 10.5 છે. ગજાનન ખટારનું કહેવું છે કે, ‘ઝીલના પાણીમાં લીલ છે અને તેના કારણે જ પાણીનો રંગ બદલાયો છે. ઝીલના પાણીથી એક મીટરના ઊંડાણે ઓક્સીજન નથી.’
ઝીલ વિશે વધુમાં જણાવતા ખટારે કહ્યું કે, ‘ઝીલમાં પાણીનું પ્રમાણ ઓછું છે, કારણ કે હજુ સુધી વરસાદ પડ્યો નથી. ઉલ્લેખનીય છે કે, અગાઉ પણ ઇરાનના એક ઝીલનું પાણી પણ લાલ થઇ ગયું હતું.’ ઝીલમાં પાણીનું સ્તર ઓછું થવાના કારણે પાણીમાં ખારાશ અને લીલ થઇ છે. ઔરંગાબાદની ડો.બાબાસાહેબ આંબેડકર મરાઠાવાડા વિશ્વવિદ્યાલયમાં ભૂગોળ વિભાગના પ્રમુખ ડો.મદન સૂર્યવંશીનું કહેવું છે કે, ‘જે રીતે મોટા પાયે પાણીના રંગમાં અચાનક બદલાવ આવે છે તેને જોઇને કહી શકાય છે કે આ માનવીય દખલગીરીનો મામલો નથી.’
ડો.મદને કહ્યું કે,’પાણીના વાતાવરણ અનુસાર બદલાવ આવે છે અને લોનાર ઝીલમાં પણ આ જ થયું છે. જો આપણે એક અઠવાડિયા સુધી ઝીલના પાણીમાં બદલાવની તપાસ કરવામાં આવશે, ત્યારે જ વધુ વિગત સાથે ઝીલના પાણીના બદલાવ વિશે માહિતી મળી શકશે.’