બાબા રામદેવે કર્યો કોરોનાને ખતમ કરવાનો દાવો, કહ્યું પતંજલિએ કરી દવાની શોધ થઇ પૂર્ણ..!

સમગ્ર વિશ્વમાં કોવિડ-19 ની મહામારી ચાલી રહી છે. આ મહામારીના કારણે લાખો લોકોને જીવ જોખમમાં છે. ત્યાં લાંબા સમય બાદ યોગગુરુ બાબા રામદેવે કોરોના વાયરસની સો ટકા અસરકારક દવા શોધી લીધી છે. યોગ ગુરુ બાબા રામદેવનું એવું કહેવું છે કે, `ગિલોય અને અશ્વગંધા કોરોના વાયરસના સંક્રમણને રોકવામાં 100% અસરકારક છે.’ આ બંને વસ્તુ વિશે બાબા રામદેવ સચોટ છે. એવું જણાય રહ્યું છે. તો ચાલો જાણીએ બાબા રામદેવ શું કહે છે આ વિશે.

એક જાણીતા ન્યુઝ પેપરમાં છપાયેલા રિપોર્ટ અનુસાર, બાબા રામદેવે કહ્યું છે કે, ‘પતંજલિએ પોતાની શોધ પૂર્ણ કરી છે અને ટૂંક સમયમાં જ તેને દુનિયા સામે રજૂ કરવામાં આવશે.’ બાબા રામદેવ વધુમાં જણાવતા કહે છે કે, ‘જે લોકો કોરોના સંક્રમિત છે તેને આ બે તત્વો આપવામાં આવે તે 100% સ્વસ્થ બની જાય છે.’

એક મીડિયા રિપોર્ટ અનુસાર યોગ ગુરુ બાબા રામદેવે કહ્યું, ‘કોરોના વાયરસ શરીરમાં પ્રવેશ કર્યા બાદ સંપૂર્ણ રીતે પ્રતિરોધક પ્રણાલીને પ્રભાવિક કરે છે. તેમનો દાવો છે કે, ગિલોયના સેવનથી તેને સંક્રમણ પૂર્ણ રીતે ઠીક થઇ જાય છે. જે આપણી રોગ પ્રતિરોધક પ્રણાલી સ્વસ્થ અસર ઉભી કરે છે અને આપણને સ્વસ્થ બનાવે છે.’બાબા રામદેવે કહ્યું કે, આયુર્વેદમાં કોરોના વાયરસનો ઉપચાર છે. આયુર્વેદ ફક્ત કોરોનાના લક્ષણને ખતમ કરવા ઉપરાંત તેનાથી ફેલાતા સંક્રમણને પણ ખતમ કરવાનું પણ કાર્ય કરે છે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય પ્રોદ્યોગિકી સંસ્થા(આઇઆઇટી) દિલ્હી ખાતે વૈજ્ઞાનિકોના એક સમૂહે આઇઆઇટી જાપાન સાથે મળીને એક શોધ દ્વારા જાણકારી મેળવી કે, આયુર્વેદિક જડીબુટ્ટી- અશ્વગંધામાં કોવિડ-19 સામે લડવાની ક્ષમતા છે. જે રોગ પ્રતિરોધક ક્ષમતાને ઉત્તમ બનાવે છે.

તો મિત્રો રોગને લઈને ઘણા બધા દાવા આખા વિશ્વમાં થયા છે, પરંતુ કોઈ સચોટ ઉપાય સામે આવ્યો નથી. કેમ કે ઉપાયો કોઈ જગ્યાએ લાગુ પડે છે તો કોઈ જગ્યાએ નથી લાગુ પડતો. તો તેવા સમયમાં યોગ ગુરુ બાબા રામદેવે પણ પોતાનો ઉપાય લઈને આવ્યા છે.

Leave a Comment