ઉનાળામાં જેમ કે તમે જાણો છો તેમ મચ્છરનો ત્રાસ વધી જાય છે. તેમજ ચોમાસામાં પણ મચ્છરનો ત્રાસ રહે છે. અને હાલ તો મચ્છર પણ એટલા પાવરફૂલ થઈ ગયા છે કે તેના પર ઓલઆઉટ જેવી વસ્તુઓની પણ અસર નથી થતી. કોઈલ લગાવવાથી પણ મચ્છર નથી મરતા, પરંતુ આપણા શરીરને તેના ધુમાડાથી નુકશાન જરૂર થાય છે. આ જ કારણ છે કે દુનિયાના હવે 56 દેશોમાં તેના પર પ્રતિબંધ મૂકી દીધો છે. આજે અમે તમને મચ્છરોને દૂર કરવાના થોડા ઘરેલું ઉપાય વિશે જાણકારી આપીશું.
આ માટે તમારે એક તમાલપત્ર લેવાનું છે. તમાલપત્ર આપણા મગજ માટે ખુબ જ ફાયદાકારક છે. તેની સુગંધથી સ્ટ્રેસ ઓછો થાય છે. હવે એક વાટકામાં લીમડાનું તેલ લો, આ તેલ તમને બજારમાંથી સહેલાઈથી મળી જશે. હવે એક ચમચી કપૂરનો ભૂકો લો. તેને લીમડાના તેલમાં સારી મિક્સ કરી દો. તેની એક અથવા બે ટીપા તમાલપત્ર પર નાખી દો અને આખા પત્ર પર ફેલાવી દો. ત્યાર પછી તેને બાળી નાખો. તેના પાનથી નીકળતો ધુમાડો 10 થી 15 સેકેંડમાં મચ્છરને ભગાડી દેશે. કારણ કે તે ફાસ્ટકાર્ડની જેમ કામ કરે છે. થોડી મિનીટમાં મચ્છર દૂર થઈ જશે.
હવે વાત છે કે આખી રાત મચ્છર કેવી રીતે દૂર રાખી શકાય. આ માટે તમારે એક દીવાની જરૂર રહેશે. દીવામાં કપૂર વાળું લીમડાનું તેલ ભરી દો, રૂની વાટ નાખીને પ્રગટાવી દો. આ દીવો જ્યાં સુધી રૂમમાં રહેશે ત્યાં સુધી મચ્છર રૂમની આસપાસ પણ નહિ આવે. આ સિવાય આ દીવો સ્વાસ્થ્યની દ્રષ્ટિ એ એકદમ સુરક્ષિત છે. બસ તમે જ્યાં સુવો છો ત્યાં આ દીવો રાખો અને દરવાજા અને બારીઓ બંધ કરી દો. તો ચાલો જાણીએ હવે મચ્છર દુર કરવાના અન્ય ઉપાયો…
લાલટેન (ફાનસ) : માટીના તેલમાં 20 ગ્રામ નાળિયેર તેલ અને લગભગ 30 ટીપા લીમડાના તેલના નાખીને તેમાં કપૂર મિક્સ કરી દો. અને પછી ફાનસને પ્રગટાવી રૂમમાં મૂકી દો, મચ્છર આસપાસ પણ નહિ આવે.
લીંબુ : લીંબુને સમારીને તેના અડધા ભાગમાં 12 જેટલા લવિંગ નાખીને પોતાની પથારી નીચે મૂકી દો. મચ્છર તમને ડંખ નહિ મારે.
સરસવનું તેલ : સરસવના તેલમાં પીસેલા અજમા મિક્સ કરીને કાગળના ટુકડામાં રાખીને 5 થી 6 જગ્યાએ રૂમમાં ચારેબાજુ મૂકી દો. મચ્છર રૂમમાં નહિ આવે.
મચ્છરદાની : સુતી વખતે મચ્છરદાનીનો ઉપયોગ કરો. મચ્છરદાનીના પ્રયોગથી તમને મચ્છરથી છુટકારો મળી જશે.
સંતરા : સંતરાની સુકાયેલી છાલને કોલસા સાથે સળગાવવાથી મચ્છર દૂર થઈ જશે.
તુલસી : સુતી વખતે તુલસીના પાનનો રસ, સોયાબીનનું તેલ લગાવવાથી તમને મચ્છર ડંખ નહિ મારે.
નાળિયેર તેલ : નાળિયેર તેલમાં લવિંગનું તેલ મિક્સ કરીને ત્વચા પર લગાવવાથી મચ્છર પાસે નહિ આવે.
ગલગોટાના ફૂલ : ચોમાસામાં ઘરની ચારેબાજુ ગલગોટાના ફૂલ લગાવવાથી મચ્છર ગાયબ થઈ જશે.
લસણ : સુતી વખતે લસણની કાચી કળી ચાવવાથી મચ્છર ડંખ નથી મારતા. આ સાથે જ લસણ શરીરના રક્ત સંચારને પણ સારું બનાવે છે.
લીમડાના પાન : લીમડાના પાન સળગાવવાથી અને ફુદીનાનું તેલ લગાવીને સુવાથી મચ્છર આપણી નજીક પણ નથી આવતા.
આમ તમે વિભિન્ન ઉપાયો અજમાવીને પોતાના ઘરમાંથી મચ્છરને દૂર કરી શકો છો. તેમજ મચ્છરથી થતી બીમારી સામે પોતાનું રક્ષણ કરી શકો છો. આ સિવાય તમે આ ઉપાયો ઘરે જ રહેલ વસ્તુઓનો ઉપયોગ કરીને સરળતાથી બનાવી શકો છો. જે તમને મચ્છરથી બચાવે છે અને તેનાથી ફેલાતી બીમારી સામે પણ કવચ પૂરું પાડે છે.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી