આ ટેક્નિક જાણી લેશો તો સવારે એલાર્મ વગર જ વહેલાં ઉઠી જશો… આળસ પણ નહીં ચડે અને મૂડ પણ સારો રહેશે

આમ તો દરેક ભાષા માટે લાગુ પડે, પરંતુ ગુજરાતી માટે ખાસ એવું કહેવામાં આવે છે કે રાત્રે વહેલા સુઈને સવારે વહેલા ઉઠી જઈએ, તો આપણું બળ, બુદ્ધિ, ધન, સુખ સમૃદ્ધી અને એશ્વર્ય બધું વધે છે. પરંતુ શરીરમાં બળ અને બુદ્ધિ જો વધે તો ધન આપમેળે વધવા લાગે છે. તો તેના માટે સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. સવારે વહેલા ઉઠવું. વહેલા ઉઠવું આપણા સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી સાબિત થાય છે.

પરંતુ આજના સમયમાં લોકો ખુબ જ વ્યસ્ત જીવનશૈલીમાં અટવાય ગયા છે. આજે લોકો કામકાજના કારણે રાત્રે પણ સુવામાં લેટ કરી નાખતા હોય છે. પરંતુ જ્યારે સુવામાં લેટ થઇ જાય તો સવારે વહેલા ઉઠવું તે શક્ય નથી બનતું. અને જો સવારે વહેલા ઉઠી જવાય તો ઊંઘ પૂર્ણ ન થાય. જેની સીધી અસર આપણા શરીર પર પડે છે. જો સમયસર ઊંઘ ન થાય અથવા તો ઊંઘ પૂર્ણ ન થાય તો દિવસે કામ કરવામાં પણ સમસ્યા આવે.

પરંતુ જો રાત્રે વહેલા સુઈ અને સવારે વહેલા ઉઠી જવામાં આવે તો આપણે આપણા દરેક કામને સમયસર પૂર્ણ કરી શકીએ છીએ. જો સવારે વહેલા ઉઠીને થોડી જ કસરત કરવામાં આવે તો આપણો આખો દિવસ તાજગી ભર્યો જાય છે. માટે આજે અમે તમને થોડી ટીપ્સ વિશે જણાવશું. જે તમને વહેલા ઉઠવા માટે ઉપયોગી બની શકે. તો ચાલો જાણીએ એ ટીપ્સ વિશે. માટે આ લેખને અંત સુધી વાંચો.

સૌથી પહેલા હુંફાળું પાણી : જો સવારના સમયે ઉકાળેલું થોડું હુંફાળું પાણી પીવામાં આવે તો આપણું શરીર તરત જ એક્ટીવ બની જાય છે. તેની સાથે સાથે જો કબજિયાતની સમસ્યા હોય, તો તેમાં પણ ખુબ જ સારું કામ આપે છે. ત્યાર બાદ તમે એક ગ્લાસ પાણીમાં અડધું લીંબુ અને મધ મિક્સ કરીને પણ પીય શકો. તેનાથી આપણા શરીરમાં તાકાત પણ આવે છે અને વધારાની ચરબી પણ ઉતરે છે.

ટહેલવું : જો ઊંઘ ન ઉડતી હોય તો સવારે વહેલા ઉઠીને ચાલવું ખુબ જ સારો અને ઉત્તમ રસ્તો છે. ચાલવાથી આપણો પ્રકૃતિ સાથે પણ પ્રેમ વધે છે. જો સવારે ઊંઘ ન ઉડતી હોય તો ઉઠીને તરત જ ચાલવા લાગવું જોઈએ. તેનાથી આપણા શરીરને ઓક્સિજન સાથે સાથે અન્ય શારીરિક ફાયદા પણ થાય છે. વહેલી સવારે ઉઠવામાં આવે અને ચાલવામાં આવે તો ફ્રેશ ઓક્સિજન મળે છે. એક હળવી કસરત પણ આપણા શરીરને મળે છે.

રાતના સમયે હળવા ખોરાકનું સેવન કરવું : મિત્રો આમ પણ સવારે ભારે, બપોરે થોડો જ ભારે અને રાત્રે બિલકુલ હળવો ખોરાક લેવો જોઈએ. જો રાતના સમયે હળવા ખોરાકનું સેવન કરવામાં આવ્યું હોય તો સવારે પેટ હળવું રહે છે અને તેના કારણે આળસ પણ નથી આવતી. બને ત્યાં સુધી રાત્રે જમવામાં ખીચડી, દાળ-ભાત, શાક-રોટલી, સલાડ જેવો ખોરાક ગ્રહણ કરવો જોઈએ. બધી જ વસ્તુમાંથી બને ત્યાં સુધી કોઈ એક જ વસ્તુનું સેવન કરવું વધારે હિતાવહ છે. ત્યાર પછી જ્યારે સુવાનું હોય તેના બે કલાક પહેલા જમી લેવું જોઈએ.

આલાર્મને પથારીથી દુર રાખો : મોટાભાગના લોકો સુતા હોય છે ત્યારે આલાર્મને બાજુમાં રાખીને સુતા હોય. કેમ કે જો બાજુમાં જ હોય તો બંધ કરીને લોકો પાછા સુઈ જાય. પરંતુ જો વહેલા ઉઠવું હોય તો આલાર્મને આપણી પથારીથી દુર રાખવું જોઈએ. જેનાથી આપણે ઉભા થઈને બંધ કરીએ તો ઊંઘ ઉડી શકે. ચારથી પાંચ ડગલા પણ જો આપણે ઊંઘમાંથી ઉઠીને ચાલીએ તો આપણી ઊંઘ ઉડવાની શક્યતા વધી જાય છે.

લેપટોપ અને ફોન સુવાના સમયે ન જોવા : આજે લગભગ ઘણા બધા લોકો રાત્રે સુવાના સમયે મોબાઈલમાં સર્ફિંગ કરતા હોય છે. તો મિત્રો તમને જણાવી દઈએ કે સુવાના સમયે લેપટોપ કે મોબાઈલનો ઉપયોગ બિલકુલ પણ ન કરવો જોઈએ. તે ટેવ ખુબ જ ખરાબ સાબિત થાય છે. કેમ કે આપણે સર્ફિંગ કરતા હોઈએ તેમાં મોટાભાગનો સમય બગડી જતો હોય છે. તો તેના કારણે ઘણી વાર આપણને સુવામાં લેટ પણ થઇ જતું હોય છે. માટે રાત્રે સુવાના સમયે ક્યારેય પણ મોબાઈલનો ઉપયોગ ન કરવો જોઈએ.

સુવાના સમયે થોડી વાર ધ્યાન કરો : જો તમે તણાવમાં હોવ અથવા તો કોઈ ટેન્શન હોય તો પથારીમાં બેસીને થોડી વાર ધ્યાન કરો અને ઊંડા શ્વાસ લો. બધા જ વિકારોને ભૂલીને પોતાનું સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરો. તેનાથી તમારું તણાવનું લેવલ ઓછું થશે અને રાત્રે સારી ઊંઘ આવશે. જેના કારણે તમે સવારે વહેલા ઉઠી શકશો.

મક્કમતા : આ ગુણ અને ઉપાય સૌથી મહત્વનો છે. જો એક વાર મનમાં મક્કમતા આવી જાય તો સવારે ઉઠવું આપણા માટે ખુબ જ આસાન બની જાય છે. કેમ કે મનથી જો આપણે વિચારી લઈને તો દરેક કામ સફળ થાય છે. માટે મક્કમ બનીને પોતાન ક્રમને ઉઠવા માટે જાળવી રાખશો તો એક આદત પડી જશે. જે તમને પોતાના સર્વાંગી વિકાસમાં ખુબ જ ઉપયોગી થશે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment