મિત્રો આપણા જમવામાં ઘણી બધી એવી વસ્તુનો ઉપયોગ થાય છે જેના આયુર્વેદિક ફાયદાઓ પણ ઘણા બધા છે. તો એવી જ એક અદ્દભુત વસ્તુ છે ડુંગળી. મિત્રો ડુંગળી ઘણી બધી રીતે આપણા સ્વાસ્થ્યને ફાયદો કરાવે છે. પરંતુ આજે અમે તમને તેનો એક અદ્દભુત ઉપાય જણાવશું. માટે આ લેખમાં ખાસ જાણો શું છે એ અદ્દભુત ઉપાય.
ઘણા લોકોને લાંબા વાળ પસંદ હોય છે. પરંતુ આજના સમયમાં પ્રદુષણ અને દુષિત ખોરાકના કારણે લોકોને વાળ ખરવા, ટૂંકા રહેવા જેવી અનેક સમસ્યાઓ થાય છે. પરંતુ જે લોકોને લાંબા વાળ રાખવાનો શોખ હોય છે તેના માટે આ લેખમાં જણાવેલ ઉપાય ખુબ જ અસરકારક છે. પરંતુ આપણે પહેલા એ જાણી લઈએ કે વાળ માટે ડુંગળી કેવી રીતે ફાયદો કરે છે. લગભગ ઘણા લોકોને ડુંગળીનો સ્વાદ પસંદ હોય છે. જેનો અહેસાસ આપણને જીભ દ્વારા થાય છે. પરંતુ તમને જણાવી દઈએ કે વાળને પણ ડુંગળીનો સ્વાદ ખુબ જ પસંદ હોય છે. કેમ કે ડુંગળી સલ્ફરથી ભરપુર હોય છે. પરંતુ સલ્ફર આપણા શરીરમાં માથાના ભાગમાં વાળનું મૂળ હોય ત્યાં બ્લડ ફ્લો વધારે છે. અને તેના કારણે આપણા વાળનો ગ્રોથ ખુબ જ વધે છે. ત્યાર બાદ ડુંગળીમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીઝપણ હોય છે. જે વાળમાં થતા ફંગલને રોકે છે, અને કોઈ પણ ઇન્ફેકશન થવા દેતું નથી. તેનાથી પણ આપણા વાળ જલ્દી વધે છે. પરંતુ ડુંગળીના રસમાં કૉલેજન પ્રભુત્વ રહેલું હોય છે. જે આપણા વાળને એકદમ સ્મૂથ અને શાઈની બનાવે છે.
પ્રયોગ નંબર – 1 વાળ સારા બનાવવા માટે કરો આં ઉપાય : તો મિત્રો સૌથી પહેલા તો ડુંગળીને ફોલી નાખવાની છે, ત્યાર બાદ તેને મીક્ષ્યર અથવા બ્લેન્ડરમાં સંપૂર્ણ પીસી નાખો. ડુંગળીને પૂરી રીતે પીસવાથી એક પેસ્ટ બની જશે. ત્યાર બાદ એ પેસ્ટને એક વાટકીમાં કાઢી લો. પછી તેમાં થોડું નાળિયેર તેલ ઉમેરો. બંનેને મિક્સ કરો અને ત્યાર બાદ તેને માથાના વાળના ભાગમાં લગાવો. જો અઠવાડિયામાં બેથી ત્રણ વાર આં પ્રયોગ કરવામાં આવે તો આપણા વાળનો ગ્રોથ ખુબ જ વધી જાય છે. તો વાળને વધારવા માટે આ પ્રયોગ લાંબો સમય કરવાનો રહેશે, કેમ કે બધા લોકોના વાળનો ગ્રોથ ફટાફટ ના પણ વધે તો તેમણે આ પ્રયોગ અમુક મહિનાઓ પણ કરવો પડે.. પણ આમાં ધીરજ રાખો પરિણામ તો મળશે.
પ્રયોગ નંબર – 2 ત્યાર બાદ બીજો ઉપાય. ડુંગળીને છોલી નાખો, તેની સાથે ઓલીવ ઓઈલ પણ મિક્સ કરો અને બંનેની એક પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ આ પેસ્ટને વાળમાં લગાવીને 30 મિનીટ રાખો. 30 મિનીટ પુરા થાય ત્યાર બાદ વાળને શેમ્પુથી બરાબર વોશ કરી નાખો. માત્ર બે જ મહિનામાં તમે ખુદ જ રીઝલ્ટ અનુભાવશો.. આ પ્રયોગ પણ લાંબો સમય કરશો તો રીઝલ્ટ સારું મળશે.મિત્રો ઘણા લોકોને વાંકડિયા વાળ હોય છે. તો તેમને એવી સમસ્યા થતી હોય છે કે, ડુંગળીના નાના કણ વાળમાં અટવાય જાય. તો તમને પેસ્ટ અનુકુળ ન હોય તો રસ કાઢીને તેને માથામાં લગાવી શકાય છે.
નોંઘ- આ પ્રયોગ તમે કોઈ એક્ષ્પર્ટ ની સલાહ લઈને કરો તો પરિણામ વધુ સારું મળી શકે છે, કેમ કે બધાની તાસીર એક સરખી નથી હોતી અને ડોક્ટરની સલાહ અવશ્ય લો એવું સુચન અમે કરીએ છીએ.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡ સોશિયલ ગુજરાતી
Image Source: Google