આખા સપ્તાહમાં આ દિવસે કર્જ ના લેવું અને દેવું જોઈએ.. જાણો ક્યો દિવસ છે તે?

મિત્રો આજે નોકરી અથવા વ્યવસાય કરતા ઘણા લોકો પોતાના નાના મોટા મોજશોખ અથવા જીવનની અમુક જરૂરિયાત લોન લઈને પૂરી કરતા હોય છે. પરંતુ તમને જણાવી દઈએ કે લોન લેવી તે એક પ્રકારે દેવું જ કહેવાય. જેનું આપણે વ્યાજ પણ ચુકવવું પડે છે. માટે લોન લેવી એક રીતે જોખમી પણ છે. તો મિત્રો જ્યોતિષ શાસ્ત્ર અનુસાર કહેવામાં આવે છે કે જો કોઈ પાસે પૈસા ઉધાર લેવા હોય, તો તેના પણ અમુક નિયમો હોય છે.

મિત્રો જ્યોતિષ શાસ્ત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે, અઠવાડિયાના અમુક દિવસે જો પૈસા ઉધાર લેવામાં આવે, તો તેને ચુકવવા ખુબ જ મુશ્કેલ બની જાય છે.તેને ચુકવવામાં ખુબ જ સમય લાગે છે અને કરજ માંથી બહાર આવવું એક પડકાર સમાન બની જાય છે. પરંતુ જો તમે પૈસા કે લોન લેવા માંગતા હોવ તો, અમુક દિવસે ક્યારેય ન લેવા જોઈએ. પરંતુ તેમ છતાં જો આવશ્યકતા ઉભી થાય તો આ લેખમાં જણાવેલ નિયમોને ખાસ વાંચો. પ્રગતી અટકશે નહિ અને પૈસા પણ. માટે ખાસ આ દિવસે જ પૈસા કોઈ પાસેથી લેવા ન જોઈએ અને લોન પણ ન લેવી જોઈએ. માટે જાણો આ લેખમાં ક્યાં છે એ દિવસો. સૌથી પહેલા છે સોમવારનો દિવસ : સોમવાર આમ તો ખુબ જ સારો દિવસ છે. પરંતુ જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે જોઈએ તો કોઈ પાસેથી ઉધાર લેવું અને કોઈને દેવું બંને માટે આ દિવસને ખુબ જ શુભ માનવામાં આવે છે.

મંગળવાર : મિત્રો મંગળવારના દિવસે કોઈ પણ પ્રકારનું નવું દેવું કરવું હોય તો ન લેવું જોઈએ. પરંતુ તેની સામે જુના દેવાને આ દિવસે પૂર્ણ કરવું યોગ્ય છે.

બુધવાર : મિત્રો આમ તો આપણે ત્યાં એવા ઘણા બધા કામો છે, જેને બુધવારના દિવસે નથી કરવામાં આવતા. તો એ રીતે બુધવારે કોઈ પણ વ્યક્તિ પાસેથી ઉધાર લેવું પણ ન જોઈએ અને આપવું પણ ન જોઈએ.

ગુરુવાર : ગુરુવારના દિવસે કોઈ પણ વ્યક્તિને પૈસા ઉધાર પૈસા ન આપવા જોઈએ. પરંતુ તેના બદલામાં આ દિવસે ઉધાર લેવા એ સારી બાબત માનવામાં આવે છે.

શુક્રવાર : આખા અઠવાડિયામાં શુક્રવારનો દિવસ એક એવો હોય છે જેમાં દેવું કરવું અને ચુકવવું બંને કાર્ય શુભ માનવામાં આવે છે. શનિવાર : આ દિવસે કર્જ લેવું કે ચુકવવું, બંને માંથી એક પણ શુભ માનવામાં નથી આવતું. કેમ કે જ્યોતિષ શાસ્ત્રનું એવું કહેવું છે કે શનિવારના દિવસે કર્જ લીધેલું હોય કે પછી દીધેલું હોય, તેને ચુકવવામાં ખુબ જ લાંબો સમય લાગે છે.

રવિવાર : રવિવારના દિવસે બંને કાર્ય અશુભ હોય છે, આ દિવસે વ્યવહાર કરવામાં આવે તો દરિદ્રતાનો સામનો કરવો પડી શકે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક કરી સાથે સાથે FOLLOWING  માં જઈ see first કરજો એટલે તમને તરત અપડેટ મળશે.
ફેસબુક પેજ માટે અહીં ક્લિક કરો..➡  સોશિયલ ગુજરાતી
 Image Source: Google

Leave a Comment