ઘરની સફાઈથી લઈને, કપડાં પરના દાગને દૂર કરવા માટે અને બગીચામાં થતાં કીડા-મકોડાને દૂર કરવા માટે અનેક પ્રકારની વસ્તુઓ ઘરમાં રહેલી હોય છે. જેમ કે, વિનેગર, બેકિંગ સોડા વગેરે લિક્વિડ વસ્તુઓ. પરંતુ આપણી આસપાસ એક એવો જ પાવડર છે, કે જેની મદદથી આપણે ઘરના અનેક કામોને સહેલાઈથી કરી શકીએ છીએ અને જોતાંજોતાંમાં જ મુશ્કેલ સમસ્યાનું હલ પણ કરી શકીએ છીએ. જી હા મિત્રો આજે અમે તમને બોરેક્સ પાવડર વિશે.
આમ તો, બોરેક્સ પાવડરનો ઉપયોગ સ્વાસ્થય માટે પણ કરવામાં આવે છે. પરંતુ બોરેક્સ પાવડરની મદદથી કપડાં પરના ડાગ અને વરસાદી જીવજંતુઓને દૂર કરવા માટે પણ ઉપયોગમાં લેવામાં આવે છે. આ લેખ દ્વારા અમે તમને બોરેક્સ પાવડરના કલ્પિત ઉપયોગ જણાવવા જઈ રહ્યા છીએ, જેને જાણ્યા પછી તમે પણ તેનો ઉપયોગ કરવા લાગશો.કોઈ પણ ડાગને સરળતાથી દૂર કરો :
જી હા મિત્રો, કપડાં પર અથવા તો ફર્શ પર લાગેલ કોઈ પણ ડાગને સહેલાઈથી કાઢવા માટે બોરેક્સ પાવડરનો ઉપયોગ એ ઘરેલુ ઉપાયોમાંથી બેસ્ટ ઉપાય છે. તેનો ઉપયોગ કરવાથી હળદરનો ડાગ, લોહી વગેરેનો ડાગ પણ ખુબ જ સરળતાથી દૂર કરી શકાય છે. તેના ઉપયોગથી દાગ પણ દૂર થાય છે અને કપડાંનો કલર પણ જતો નથી.
તેને બનાવવા માટે, એક મગ નવશેકા પાણીની અંદર એકથી બે ચમચી બોરેક્સ પાવડરને મિક્સ કરી લો. મિક્સ કર્યા પછી ડાગ વાળી જગ્યા પર નાખીને 5 થી 7 મિનિટ સુધી રહેવા દો. 10 મિનિટ પછી બ્રશ વડે સાફ કરી લો. દાગ જતો રહેશે.વરસાદી જીવજંતુઓને ઘરમાંથી દૂર કરવા માટે : અન્ય દિવસો કરતાં વરસાદના દિવસોમાં રસોડાથી લઈને બેડરૂમ, લિવિંગ રૂમ અને બાથરૂમમાં અનેક જીવજંતુઓ વધારે થઈ જાય છે. ઘણી વાર આ જીવજંતુઓ સ્વાસ્થ્ય માટે પણ સમસ્યા ઊભી કરે છે. તેવામાં જીવજંતુઓને દૂર કરવા માટે બોરેક્સ પાવડર મદદગાર થઈ શકે છે.
આ માટે તમારે 2 મગ પાણીની અંદર 2 થી 3 ચમચી બોરેક્સ પાવડર અને એક ચમચી લીંબુના રસને નાખીને એક મિશ્રણ તૈયાર કરવાનું છે. હવે આ મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરીને, ઘરના દરેક ભાગમાં છંટકારો કરો. આમ કરવાથી જવજંતુઓ દૂર થઈ જશે.બગીચાને રાખે છે સુરક્ષિત :
વરસાદની સિઝનમાં ઘરોમાં જ નહિ, પરંતુ છોડ પર પણ નાના નાના જીવજંતુઓ થઈ જાય છે, જે છોડને અનેક રીતે નુકશાન પહોંચાડે છે. માત્ર વરસાદની સિઝનમાં જ નહિ પરંતુ, તમે કોઈ પણ ઋતુમાં છોડને જીવજંતુઓથી દૂર રાખવા માટે બોરેક્સ પાવડરનો ઉપયોગ કરી શકો છો.
આ માટે તમે એક મગ પાણીની અંદર 2 થી 3 ચમચી બોરેક્સ પાવડર અને એક ચમચી વિનેગરના રસને મિક્સ કરીને તૈયાર કરી લો. આ મિશ્રણનો ઉપયોગ છોડ પર કરો બધા નાના મોટા જીવજંતુઓ ભાગી જશે.
વાસણ અને ટાઇલ્સની સફાઈ માટે : અત્યાર સુધીમાં તમે જાણી જ ચૂક્યા હશો કે, બોરેક્સ પાવડર કેટલો ઉપયોગી છે. તમને જણાવી દઈએ કે વાસણમાંથી આવતી ખરાબ ગંધને દૂર કરવા માટે પણ બોરેક્સ પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. અન્ય વાસણ લિક્વિડની તુલનામાં તેજ રીતે ગંઘને દૂર કરવા માટે બોરેક્સ પાવડર બેસ્ટ છે. આ સિવાય જો ટાઇલ્સ પર ચા, કોફી, શાકભાજી વગેરેના ડાગ પડી ગયા હોય તો, તેને પણ દૂર કરવા માટે બોરેક્સ પાવડર એક ઘરેલુ ઉપાયમાં બેસ્ટ ઉપાય છે.
આ માટે ડાગ વાળી જગ્યા પર બોરેક્સ પાવડર નાખીને થોડી વાર સુધી તેને રહેવા દો. થોડી વાર પછી તમે જોશો કે ડાગ સાફ થઈ ગયો છે. આમ તમે બોરેક્સ પાવડરથી ઘરની સફાઈ, ડાઘ, કપડા પરના ડાઘ વગેરે સહેલાઈથી દુર કરી શકો છો.
તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી હેલ્પફુલ (૨) હેલ્પ ફૂલ (૩) ગુડ (૪) એવરેજ
આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡ સોશિયલ ગુજરાતી