આ જોડીએ બનાવ્યો અનોખો વલ્ડ રેકોર્ડ. પસંદ હતા ઊંચી હાઈટ વાળા પુરુષો છતાં દિલ આપી બેઠી આ ઠીંગણા માણસને. પછી જે થયું જાણી નવાઈ લાગશે..

એવું કહેવામાં આવે છે કે, માણસની જોડીઓ ઉપર સ્વર્ગથી બનીને આવે છે. જ્યારે જમીન પર તો માત્ર દિલ મળે છે. આવી જ એક કહાની છે બ્રિટેનના જેમ્સ અને ક્લોઇની. આ બંનેની ભગવાને એવી જોડી બનાવી છે, જે ખુબ જ અનોખી છે. પતિ અને પત્નીની હાઈટમાં ખુબ લાંબુ અંતર જોવા મળે છે.

તેમ છતાં પણ બંનેના દિલ એકબીજા પર આવી ગયા, આ કપલ એકબીજાને અનહદ પ્રેમ કરે છે. તો પોતાની લંબાઈમાં સૌથી વધુ અંતર વાળા આ પતિ-પત્નીનું નામ ‘ગિનીઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડ’માં ઉમેરવામાં આવ્યું છે.

ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ માં ખુલાસો કરવામાં આવ્યો છે કે, અલગ અલગ લિંગના વિવાહિત શ્રેણીઓમાં આ જોડીની લંબાઈમાં વધુ પડતું અંતર સૌથી વધારે છે. તેમની વચ્ચે બે ફૂટનું અંતર છે. જ્યાં પત્ની ક્લોઇની લંબાઈ 5 ફૂટ 5 ઇંચ છે, તો પતિ જેમ્સની લંબાઈ તેનાથી બે ફૂટ ઓછી 3 ફૂટ 7 ઇંચ છે.33 વર્ષીય જેમ્સ એક અભિનેતા છે. જ્યારે તેની પત્ની 27 વર્ષીય ક્લોઇ એક શિક્ષક છે. બંનેની મુલાકાત પહેલી વખત વર્ષ 2012 માં એક સ્થાનીય પબમાં થઈ હતી. તે બંનેને તેના એક મ્યુચલ ફ્રેન્ડે મુલાકાત કરાવી હતી. ત્યાર પછી બંને વચ્ચે ઓળખાણ થઈ અને મુલાકાત શરૂ થવા લાગી.

જો કે શરૂઆતમાં બંને એકબીજા સાથે સંબંધ બનાવવા માટે ખુબ જ આશંકિત હતા. પણ ડિસેમ્બર 2013 માં બંને એકબીજા સાથે ખુલીને રહેવા લાગ્યા. ત્યાર પછી સાત મહિના પછી ઉત્તરી વેલ્સની એક ઝીલમાં પ્રવાસ દરમિયાન જેમ્સએ ક્લોઇ સાથે લગ્ન કરવા માટે કહ્યું. તે આ સંબંધ માટે સહમત થઇ ગઈ.2016 માં બંનેએ લગ્ન કરી લીધા. હવે તેની ઓલિવિયા નામની એક દીકરી છે. જેની ઉંમર લગભગ બે વર્ષ આસપાસ છે. ક્લોઇ પાછલા દિવસો વિશે વાત કરતા જણાવ્યું કે તે નિશ્ચિત રૂપે લાંબા પુરુષો પ્રત્યે આકર્ષિત હતી. પણ જેમ્સને મળ્યા પછી તેની દુનિયા બદલાય ગઈ.

ક્લોઇ એ જણાવ્યું કે, ‘મને ઉમ્મીદ છે કે અમારી પ્રેમ કહાની બીજા લોકોને એ શીખ આપે છે કે ક્યારેય પણ કોઈને પણ પુસ્તકોના આવરણથી નથી માપી શકાતા અને દરેક લોકોની પોતાની એક વ્યક્તિગત કહાની હોય છે.’જેમ્સ કહે છે કે, જ્યારે તેઓ મોટા થઈ રહ્યા હતા, તો શરૂઆતમાં શંકા હતી કે શું તે ક્યારેય પણ લગ્ન કરશે. પણ હવે તેઓ કહે છે કે તેમનો સંબંધ સાબિત કરે છે કે દરેક વ્યક્તિ માટે કોઈને કોઈ જરૂર બનેલું હોય છે.

તેમણે આ સિવાય વિશેષમાં જણાવ્યું કે ‘હું અન્ય લોકોની જેવો જ બનવા માંગતો હતો અને પોતાનું જીવન વિશાળ રૂપમાં મારા નાના કદ સાથે જીવવા માંગતો હતો.’ આમ જેમ્સ પોતાની પત્ની અને દીકરી સાથે શાંતિપૂર્ણ જીવન જીવી રહ્યો છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment