હૂંફાળા પાણીમાં આનું સેવન વગર દવાએ ઠીક કરી દેશે શરીરની આ 5 બીમારીઓ…

મિત્રો તમે લીંબુ વિશે તો ઘણું જાણતા હશો તેમજ તેના ફાયદાઓ અને ઉપયોગ વિશે પણ જાણતા જ હશો. તેના સેવનથી તમે અનેક બીમારીથી રક્ષણ મેળવી શકો છો. ચાલો તો લીંબુના હૃદય માટેના ફાયદાઓ તેમજ અન્ય ફાયદાઓ અંગે વધુ જાણી લઈએ. જેનાથી મોટાભાગના લોકો હોય છે અજાણ.

તમને દરેક જગ્યાઓ પર લીંબુના અલગ અલગ ફાયદાઓ જાણવા મળશે. કોઈ કહે છે કે, લીંબુથી વજન ઓછો કરવામાં મદદ મળે છે. કોઈ કહે છે કે લીંબુથી વાળ મજબુત થાય છે, તો કહે છે કે, લીંબુથી સ્કીન હેલ્દી બને છે, તો કોઈ એમ કહે છે કે, લીંબુથી પેટની સમસ્યા દુર થાય છે.  પણ લીંબુના તેનાથી પણ બીજા અનેક ફાયદાઓ મળે છે. જેના વિશે આજે આ લેખમાં અમે તમને જણાવશું, માટે આ લેખને અંત સુધી જરૂર વાંચો.લીંબુના ફાયદાઓ : ઘણા સ્વાસ્થ્ય સંબંધી રિપોર્ટ અનુસાર એક નાના એવા લીંબુમાં શરીર માટે જરૂરી વિટામીન સી, ફાઈબર, પ્રોટીન, પાણીની માત્રા, વગેરે પોષક તત્વો રહેલા છે. તમારે લીંબુનો ભરપુર ફાયદો લેવા માટે તેના પલ્પ એટલે કે ગર્ભનો ઉપયોગ કરવો ખુબ જરૂરી છે. જો તમે લીંબુ પાણીનું સેવન કરો  છો તો તેમાં પણ લીંબુનો ગર્ભ રહેવા દો. જે નીચે આપેલ ફાયદાઓ આપે છે.

વજન ઓછું કરવા માટે લીંબુનો ઉપયોગ :

વજન વધારાથી પરેશાન વ્યક્તિએ વજન ઓછું કરવા માટે લીંબુનો ઉપયોગ કરવો જોઈએ. તેમાં પેક્ટીન નામનું સોલ્યુબલ ફાઈબર હોય છે. જે તમારા પેટને લાંબા સમય સુધી ભરેલું રાખે છે અને ભૂખ નિયંત્રિત રહે છે. આ સિવાય તેને ગરમ પાણી સાથે લેવાથી શરીરમાં કેલેરી બર્ન થવાની પ્રક્રિયાને થોડી વાર માટે તેજ કરી શકાય છે.હૃદય માટે લીંબુના ફાયદાઓ : આયુર્વેદ અનુસાર લીંબુમાં વિટામીન સી ભરપુર માત્રામાં હોય છે, માત્ર એક લીંબુ તમને 31 mg વિટામીન સી પ્રદાન કરે છે, ઘણી શોધમાં એવું જાણવા મળ્યું છે કે વિટામીન સી યુક્ત ખાદ્ય પદાર્થના સેવનથી સ્ટ્રોક અને હૃદયના રોગોનો ખતરો ઓછો રહે છે. આ ખતરાને ઓછો કરવા માટે લીંબુમાં રહેલ ફાઈબર અને પ્લાન્ટ કમ્પાઉન્ડ પણ મહત્વની ભૂમિકા ભજવે છે.

ત્વચા અને વાળ માટે લીંબુના ફાયદાઓ :

તમારી ત્વચા અને વાળની તંદુરસ્તી માટે લીંબુ ખુબ જ લાભકારી છે. તેમાં રહેલ વિટામીન સી, કેલ્શિયમ, ફોસ્ફરસ, પોટેશિયમ, મેગ્નેશિયમ, વાળ અને ત્વચાને સ્વસ્થ બનાવવામાં મદદ કરે છે. તેમાં રહેલ અલ્ફા હાઈડ્રોકસી એસિડ ત્વચાથી મૃત કોશિકાઓ દુર કરવા અને નવી કોશિકાઓ વિકસિત કરવામાં મદદ કરે છે. લીંબુ સૂકાયેલ ત્વચા, ત્વચાની રંગત, ખીલ, ખોડો એવી સમસ્યાઓ દુર કરવામાં મદદ કરે છે.પેટ અને ડાયાબિટીસ રોગ માટે : લીંબુમાં સોલ્યુબલ ફાઈબર અને સિંપલ શુગરના રૂપમાં લગભગ 10% સુધીનો કાર્બ્સ હોય છે. પેક્ટીન નામનું સોલ્યુબલ ફાઈબર તમારી ગટ હેલ્થને સારી બનાવે છે અને શરીરમાં શુગર અને સ્ટાર્ચનું પાચન ધીમું કરે છે. જેનાથી બ્લડ શુગરનું સ્તર ઘટે છે.

લીંબુથી કિડનીની પથરીની સમસ્યા દુર કરવા :

કિડનીમાં વેસ્ટ પદાર્થ ભેગો થવાથી પથરીની સમસ્યા થઈ શકે છે. પણ લીંબુમાં રહેલ સીટ્રીક એસિડ તમારા પેશાબના પીએચ લેવલને વધારીને પથરીની સમસ્યા વધુ ગંભીર થવાથી અટકાવે છે. કિડનીની પથરીની સમસ્યા જે લોકોને છે તેમણે દરરોજ લીંબુનું સેવન કરવું જોઈએ.એનિમિયાની સમસ્યા દુર કરવા : શરીરમાં આયરનની કમીના કારણે લોહીની કમી થઈ જાય છે. જેને એનીમિયાની સમસ્યા કહેવામાં આવે છે. લીંબુમાં આયરન વિપુલ પ્રમાણમાં હોય છે. પણ તેમાં રહેલ સાઈટ્રીક એસિડ અને વિટામીન સી પ્લાન્ટ ફૂડસથી મળતા આયરનના અવશોષણમાં મદદ મળે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

આવી જ જાણકારી માટે અમારા ફેસબુક પેજને લાઈક કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment