કાળા, દાગ વાળા અને જુના થઈ ગયેલા કાંસકામાં લગાવી દો આ 1 વસ્તુ, ખરાબમાં ખરાબ કાંસકા પણ ફક્ત 2 મિનીટમાં થઈ જશે એકદમ સાફ અને નવા જેવા ક્લીન…

આપણે સૌ કાંસકાનો ઉપયોગ કરીએ છીએ. તો તમે જોયું હશે કે ઘણી વખત આ કાંસકો જો સાફ કરવામાં ન આવે તો ખુબ જ ખરાબ થઇ જાય છે. તેમજ તેમાં જામેલ મેલ તમારા વાળ એટલે કે માથામાં જાય છે. જે તમારા વાળને નુકશાન કરી શકે છે. આથી હેલ્દી અને મજબુત વાળ માટે સાફ કાંસકાનો ઉપયોગ કરવો જરૂરી છે. પણ જો તમને કાંસકો સાફ કરવામાં મુશ્કેલી થતી હોય તો આજે અમે તમને આ લેખમાં કાસકાને સાફ કરવા માટેની કેટલીક ટ્રીક્સ જણાવીશું. 

કાંસકાનો ઉપયોગ ઘણો કોમન છે. વાળને સેટ રાખવા માટે અને ફેવરિટ હેરસ્ટાઇલ કેરી કરવા માટે પણ લોકો કાંસકાનો ઉપયોગ કરે છે. જોકે, અમુક દિવસો સુધી યુઝ કર્યા પછી કાંસકો ગંદો પણ થઈ જાય છે. તેમજ ઘણી વખત કાંસકાની વચ્ચેથી ગંદકી કાઢવી ઘણો મુશ્કેલ ટાસ્ક બની જાય છે. એવામાં અમુક સરળ ટિપ્સની મદદથી તમે કાંસકાને મિનિટોમાં સાફ કરી શકો છો.બેશક કાંસકાને દરરોજ સાફ કરવો કોઈ માટે મુમકિન ન થઈ શકે. એવામાં ગંદા કાંસકાનો ઉપયોગ કરવાથી માત્ર તમારા વાળ જ ગંદા નથી થતા પરંતુ, તમે સ્કેલ્પ ઇન્ફેક્શન, હેર ફોલ, ડેંડ્રફ જેવી ઘણી હેર પ્રોબ્લેમ્સનો શિકાર થઈ શકો છો. તો આવો આજે અમે તમને જણાવીએ કાંસકો સાફ કરવાની અમુક સરળ રીત વિશે.

બેકિંગ સોડાનો ઉપયોગ કરવો:- તમારા ગંદા કાસકાને તમે બેકિંગ સોડા વડે સાફ કરી શકો છો. કાંસકાને મિનિટોમાં સાફ કરવા માટે ગરમ પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા અને 2 ચમચી ડીટર્જંટ પાવડર મિક્સ કરી લો. હવે આ મિશ્રણમાં કાંસકો રાખી મૂકો. 10 મિનિટ પછી  ટૂથબ્રશની મદદથી ઘસવાથી કાંસકાની બધી જં ગંદકી દૂર થઈ જાય છે અને કાંસકો એકદમ નવા જેવો ચમકવા લાગે છે. હવે કાંસકાને સાફ પાણીથી ધોઈને સૂકવી લો.આખી રાત પલાળી રાખો:- જો કાંસકામાં વાળ ફસાઈ ગયા હોય અને નીકળતા નથી તો બીજા કાંસકાની મદદથી કાંસકામાં ફસાયેલા વાળ કાઢી શકો છો. તેમજ કાંસકાને સાફ કરવા માટે કાંસકાને આખી રાત [પાણીમાં ડુબાડીને રાખી દો. તેનાથી ગંદકી ઢીલી પડી જાય છે અને સવારે એ કાંસકાને તમે સાફ કરશો તો બધી ગંદકી આસાનીથી નીકળી જશે. ત્યાર બાદ તમે સાબુ અને બ્રશથી પણ કાંસકાને સાફ કરી શકો છો.

શેમ્પૂથી કરો સાફ:- તમે મેલા થઇ ગયેલ કાસકાને શેમ્પુ વડે પણ સાફ કરી શકો છો. કાંસકાને સાફ કરવા માટે તમે શેમ્પૂની મદદ પણ લઈ શકો છો. હા, વાળની ગંદકી સાફ કરનાર શેમ્પૂ કાંસકા પર પણ અસરકારક થઈ શકે છે. તે માટે થોડા પાણીમાં શેમ્પૂ મિક્સ કરીને કાંસકો તેમાં પલાળી લો. હવે 1 કલાક પછી બ્રશથી ઘસવાથી કાંસકો તરત સાફ થઈ જાય છે.કાંસકાનું મટીરીયલ:- વાળના કાંસકાને સાફ કરતા સમયે ગરમ પાણીનો પ્રયોગ ન કરો. જો કાંસકો પ્લાસ્ટિકનો હશે તો ગરમ પાણીમાં ઓગળી શકે છે. તેમજ ગરમ પાણી હોવાના કારણે પ્લાસ્ટિકનો કાંસકાનો આકાર બદલી શકે છે.  

આ ભૂલ ન કરવી:- જો તમે કાસકાને સાફ કરવા માટે કોઈ પીન કે સોઈનો ઉપયોગ કરતા હો તો તે ન કરવો જોઈએ. અમુક લોકો કાંસકાની ગંદકી સાફ કરવા માટે સોઈ કે પિનની મદદ લે છે. આ નુસ્ખાથી બેશક તમે કાંસકાની ગંદકી દૂર કરી શકો છો. પરંતુ તેનાથી કાંસકામાં રહેલ તેલ દૂર થતું નથી અને ગંદકી ફરીથી કંસકામાં જં ચોંટી જાય છે. માટે આઠવાડિયામાં એક વખત શેમ્પૂ કે ડીટર્જંટની મદદથી કાંસકો સરખી રીતે સાફ જરૂરથી કરવો.લીંબુથી સફાઈ:- કાંસકાની ગંદકી સાફ કરવા માટે તમે લીંબુનો પણ ઉપયોગ કરી શકો છો. લીંબુમાં એસીડીક ગુણ હોય છે. તેનાથી કાંસકાની તમામ ગંદકી સાફ થઈ જાય છે. સાફ કરવા માટે લીંબુના થોડા ટીપા કાંસકા પર નાખી બ્રશથી સાફ કરો, કાંસકો થઈ જશે એકદમ ચમકદાર અને સાફ.

કાંસકાનો ઉપયોગ:- ઘણી વખત કાંસકો ગંદો હોવાથી લોકો બીજાનો કાંસકો પણ યુઝ કરી લેતા હોય છે. તેનાથી સ્કેલ્પ ઇન્ફેક્શનનું પણ જોખમ રહે છે. માટે કોઈ બીજાનો કાંસકો ભૂલથી પણ યુઝ ન કરવો અને હેરસ્ટાઇલ માટે માત્ર સાફ-સૂથરો કાંસકો જં ઉપયોગમાં લેવો. આમ કાસકાની સફાઈ રાખવી એ તમારા વાળ અને માથાના સ્વાસ્થ્ય માટે ખુબ જ જરૂરી છે. જો તમે વાળને હેલ્દી અને સ્વચ્છ રાખવા માંગતા હો તો તમારે નિયમિત રીતે કાંસકાની સફાઈ કરતી રહેવી જોઈએ. તેમજ જો કાસકામાં વધુ પડતો મેલ જામેલ હોય તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ. નહિ તો તમારા વાળને નુકશાન થઇ શકે છે. આમ કાસકાને સાફ રાખવાથી તમારા વાળ પણ હેલ્દી રહે છે.

તમે કોમેન્ટમાં ૫ સેકન્ડનો ટાઈમ લઈને એ અમને જણાવો કે આ માહિતી કેવી લાગી
(૧) વેરી  હેલ્પફુલ     (૨) હેલ્પ ફૂલ    (૩) ગુડ     (૪) એવરેજ

અવાજ સરસ લેખો અથવા આવનારા પાર્ટ ની અપડેટ માટે અમારા ફેસબુક પેજને લાઈક  કરો..➡  સોશિયલ ગુજરાતી

Leave a Comment